Breaking News

પાડોશી બહાર જાય એટલે આ મહિલા પોતાની બે દીકરી સાથે પાડોશીના ઘરમાં ઘુસી જતી, CCTVમાં ઘટના કેદ થયા બાદ થયું એવું કે…!

દુ.ષ્ક.ર્મ. હત્યા, તેમજ છેડતીના બનાવો રોજરોજ વધતા હતા. એ સમય દરમિયાન ચોરી તેમજ લૂંટફાટના કિસ્સાઓ ઓછા થયા હતા. પરંતુ સુરતના અડાજણ વિસ્તારમાંથી ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં જય કોમ્પલેક્ષ નામની બિલ્ડિંગમાં મોહિત પારેખ નામના વ્યક્તિ રહે છે..

મોહિત પારેખ એક હેલ્થ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. મોહિત પારેખના ઘરેથી એક દિવસ રાત્રે પોતાની દીકરીને લઇને આઈસ્ક્રીમની દુકાન ઉપર ગયા હતા. એ સમયે તેમના ઘરે કોઈ ન હતું. ત્યારે તેના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી થઈ હતી.

કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટના સામે આવતા રહેણાક વિસ્તારોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. મોહિત પારેખે આ ચોરી થતાની સાથે જ પોતાની બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કર આવ્યા હતા. કેમેરાની ફૂટેજ ચેક કરતા હતા એ સમયે તેઓએ જોયું તે જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા..

કારણકે તેઓ જ્યારે આઈસ્ક્રીમ ની દુકાન પર ગયા હતા ત્યારબાદ તેમના પાડોશમાં રહેતી કિરણ મહેતા નામની મહિલા પોતાની બે દીકરીઓ સાથે તેમના ઘરની ડુપ્લિકેટ ચાવી લઈને ફ્લેટનો દરવાજો ખોલવાની કોશિશ કરતી હતી. આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા હતા કે તેઓના ઘરમાં ચોરી કરનાર મહિલા તેઓના પડોશમાં જ રહે છે..

આથી તેઓએ તાત્કાલિક ધોરણે અડાજણ પોલીસને જાણ કરી હતી ઉપરાંત મોહિત પારેખે આ મહિલા સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. પોલીસે પકડેલી આ મહિલાનો ભૂતકાળ ચેક કરતાં જણાવ્યું હતું કે, આ મહિલા આ બનાવ અગાઉ પાણી અન્ય ચોરીની ઘટનાઓ માં પકડાઇ ચૂકી છે..

મહિલાનું નામ કિરણ મહેતા છે. જ્યારે તેના પતિનું નામ ધર્મેશ મહેતા છે. આ મહેતા પરિવાર 14000 રૂપિયા આપીને ભાડાના ફ્લેટમાં રહે છે. મહિલાનો પતિ ધર્મેશ હીરાના કારખાનામાં 25 હજાર રૂપિયાની નોકરી કરે .છે ત્યારે મહિલાની બંને દીકરીઓ ઇંગ્લીશ મીડીયમ માં અભ્યાસ કરે છે..

આ મહિલાને ઘરમાં જરૂરી પૈસા ન મળતા તે આડોશ પાડોશના ઘરમાંથી ચોરી કરતી હતી. જ્યારે પણ તેને પૈસાની જરૂર જણાય એટલે તે પડોશીના ઘરમાં ડુપ્લિકેટ ચાવી લગાવીને ઘુસી જતી હતી અને ત્યારબાદ જે પણ કિમતી વસ્તુ દેખાય તેને ચોરી લેતી હતી. આ ચોરી બાદ પોલીસે કડક પૂછપરછ કરી તો જણાયું કે અડાજણ, રાંદેર અને અમરોલી વિસ્તારમાં આ મહિલા સામે કુલ ચાર ગુનો નોંધાય ચુક્યા છે..

તેમાં જણાવ્યું છે કે આ મહિલા જે પણ જગ્યાએ રહેવા જાય છે. ત્યાં તેના પાડોશીઓ સાથે ખૂબજ સારા સંબંધ રાખે છે. તેમજ તેના ઘરે જઈને રેકી કરે છે. ત્યારબાદ પડોશીઓ પોતાના ઘરની એક ચાવી સાચવવા માટે ભરોસો કરીને આ મહિલાને આપે એટલે આ મહિલા મેલી પ્રવૃત્તિ ધરાવીને ચોરી કરી લે છે.

આ ઘટનામાં મહિલાની સાથે સાથે તેની બે દીકરીઓ પણ સામેલ છે. પરંતુ તેની બંને દીકરીઓ ઉંમરમાં નાની હોવાથી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આવી ઘટના બન્યા બાદ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને પાડોશી પર કરેલા આંધળા વિશ્વાસને પડતો મૂકીને પોતાના ઘરની એક્સ્ટ્રા ચાવી પોતાની પાસે જ રાખવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *