પાલતું પ્રાણીઓ માલિક પ્રત્યે ખુબ જ વફાદાર હોઈ છે. તેઓ માલિકનો જીવ બચાવવા માટે હરહમેશાં તત્પર રેહતા હોઈ છે. મહોલ્લાના લોકોને બચાવવા માટે એક પાલતું કુતરો દીપડાની સામે બાથ ભીડી લીધી હતી. આ ઘટનાનો CCTV વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
સાવરકુંડલા જીલ્લાના મહુવા રોડ પર આવેલી એક ફેક્ટરીમાં રાત્રે ખૂંખાર દીપડો ઘુસી આવ્યો હતો. ત્યાં હાજર પાલતું કુતરાએ દીપડાને ઉભી પૂછડીયે દોડાવ્યો હતો. દીપડા અને પાલતુ કુતરા વચ્ચેની લડાઈનો અજીબ વિડીયો CCTV કેમેરામાં કેદ થયો હતો. 3 વાર લડાઈ લડ્યા બાદ પણ લડાઈના અંતે દીપડાને મેદાન છોડીને ઉભી પૂછડીયે ભાગવું પડ્યું હતું.
દીપડોએ જંગલનો સૌથી વધારે હિંસક પ્રાણીમાંથી છે. કારણ કે દીપડાઓ માનવભક્ષી હોઈ છે. તેમનામાં સહેજ પણ દયાભાવ હોતો નથી.. જયારે સિંહ જેવા જંગલી પ્રાણીઓમાં માનવો પ્રત્યે થોડો દયાભાવ રહેલો હોઈ છે. દીપડાએ કરેલ હુમલાઓ હંમેશા ઘાતક અને જીવલેણ હોય છે.
સાવરકુંડલા-મહુવા હાઈવે રોડ પર આવેલ ફેક્ટરીમાં રાત્રે 11 વાગ્યા પછી દીપડો ઘુસી આવ્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, સારી અને મોંઘી બ્રીડના પાળેલા કૂતરાએ આ દીપડાનો 3-3 વખત સામનો કર્યો. આખરે ત્રીજી લડાઈના અંતે દીપડો થાકી જાય છે અને દિવાલ કૂદીને ચાલતી પકડે છે.
કૂતરાઓ હંમેશા વફાદાર હોય છે, પછી તે શેરીના હોય કે અતિ કિંમતી વિદેશી બ્રિડના જ કેમ ના હોય. મહૂવા રોડની આ ફેક્ટરીમાં પણ શ્વાનને રાખવામાં આવ્યો છે. જે રાત્રિ દરમિયાન ફેક્ટરીની રખેવાળી કરે છે. થોડા દિવસ પહેલા રાતના સમયે એક દીપડો ફેક્ટરીમાં આવી ચડ્યો હતો.
જેને જોઈને શ્વાન પણ દીપડાને પડકાર ફેંકતો હોય તેમ સામે થઈ ગયો હતો. આ બન્નેની લડાઈમાં આખરે કૂતરાનો વિજય થાય છે. આવી ઘટનાઓ બહુ જ ઓછી જોવા અને સાંભળવા મળે છે, ત્યારે આ સમગ્ર ઘટના અને શ્વાન અને દીપડાની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો ફેક્ટરી માલિક પોતાના પાળતું શ્વાનની વફાદારી જાણીને ગદ્દગદ્દ થઈ રહ્યાં છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]