Breaking News

પાલીતાણાથી દર્શન અને પરિક્રમા કરીને પરત ફરતા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત..!

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન મોટા પ્રમાણમાં વધી રહી છે. રોજ સમાચાર વાંચતા કે સાંભળતા અકસ્માતના ચારથી પાંચ બનાવો તો નજર સામે આવી જ જાય છે. ગઈકાલે વધુ એક ભયંકર અકસ્માત નો બનાવ અમદાવાદ જિલ્લાના નેશનલ હાઇવે પર બન્યો હતો.

હકીકતમાં ધોળકાના વરણા ગામ પાસે સવારે કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૪ કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂઝ એજન્સીને મળતી માહિતી પ્રમાણે મૃતક પાંચ લોકો ખંભાત ના રહેવાસી હતા.

ખંભાતમાં પરિવાર પાલીતાણા ખાતે દર્શનાર્થે ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી પરિક્રમા કરીને પોતાના ઘરે પરત ફરતા હતા એ સમયે તેમની કાર ધોળકાના વટામણ ચોકડી પાસે પહોંચી હતી. ત્યાં અચાનક જ ટેન્કર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાઈ ગયો હતો. વાહનો અથડાતા તરત જ ધડાકાભેર અવાજ સંભળાયો હતો..

જેના પગલે આજુબાજુના હોટલના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. પરંતુ તેઓ ઘટના સ્થળે જ જીવ ગુમાવી બેઠા હતા. જ્યારે અન્ય ચાર લોકો ને કાર ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઇકો કાર ટેન્કર સાથે અથડાતાં કારના કુચાકુચા બોલી ગયા હતા. તેની તસવીરો નિહાળી ને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો કે આ અકસ્માત એટલો ભયંકર હશે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તે તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *