Breaking News

ઓનલાઈન મંગાવેલું બર્ગરનો એક કોળીયો ખાતા જ દેખાયું એવું કે યુવકનો પિત્તો ફાટી ગયો, જાણીને તમે પણ ખાતા પહેલા ચેતી જજો..!

અત્યારે ટેકનોલોજીનો સમય ચાલી રહ્યો છે, જુદી-જુદી ટેકનોલોજીની મદદથી દરેક લોકો પોતાનું જીવન એકદમ સરળ બનાવી રહ્યા છે. પરંતુ ઘણી વખત આ ટેકનોલોજી કોઈ વ્યક્તિને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. અત્યારે વધુ એક જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ તમારા મોઢાની અંદર ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીને મંગાવેલું ખાવાનું મુક્તા પહેલા સો વખત વિચાર કરશો..

આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરની છે. અહીં દીપક ગોયલ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. એક દિવસ થઈને સાંજના સમયે પોતાના મોબાઈલ ફોનમાં ફૂડ સપ્લાય કરવા વાળી એક કંપનીની એપ્લિકેશનની મદદથી એક વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું. આ ઓર્ડર બુક થયા બાદ થોડા સમયની અંદર તેના ઘરે ડીલીવરી પણ થઈ ગઈ હતી..

રાતનો સમય હોવાથી તેના ઘરમાં લાઈટ ખૂબ જ ઓછી હતી, એટલા માટે તેણે અંધારિયા રૂમની અંદર જ બર્ગર ખાવાનું શરૂ કરી દીધું હતું અને બર્ગરનું એક બટકુ ખાતાની સાથે જ તેને તેનો સ્વાદ ખૂબ જ અજીબ લાગ્યો હતો, તેને તરત જ ઘરની લાઈટ શરૂ કરી અને બર્ગર ઊંચું કરીને જોયું તો આ બર્ગર નહીં પરંતુ નોનવેજ બર્ગર હતું..

આ દ્રશ્ય જોતાની સાથે જ તેનો પિત્તો હલી ગયો હતો. તેણે જે બર્ગર ઓર્ડર કર્યું હતું, તે વેજ કેટેગરીનું હતું. પરંતુ તેને નોનવેજ બર્ગર ડિલિવર કરવામાં આવ્યું હતું. આ ખૂબ જ મોટી ભૂલને કારણે આજે આ યુવક સંપૂર્ણ શાકાહારી છે તેણે આ માંસાહારી બર્ગર ખાઈ લીધું હતું. જેનાથી તે ખૂબ જ ગુસ્સે હતો..

અને તેણે તરત જ પિત્તો ગુમાવીને ફોન કરીને કમ્પ્લેન કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેણે આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફોન લગાવીને કહ્યું કે, તેનો ઓર્ડર ખોટી રીતે આપી દેવામાં આવ્યો છે. તેને વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું. પરંતુ તેને નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું છે. તમે કોઈએ ગ્રાહક સાથે આવી રીતે કેવી છેતરપિંડી કરી શકો છો..

ફૂડ ડિલિવર કરનાર વ્યક્તિ તેમ જ રેસ્ટોરન્ટનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ બંને વ્યક્તિએ દિપકભાઈ ગોયલની માફી માંગી હતી અને જણાવ્યું કે, તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ કોઈક વખત તો તેમના પેટ ઉપર પાટુ પણ મારી શકે છે. જેનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે..

છતાં પણ આ ભૂલ થઈ ગઈ છે, જેની તેવો માફી માંગી રહ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓને પણ અપીલ કરી દીધી કે, ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલી બાબત છે. જે વ્યક્તિ જ્યારે પણ માંસાહારી ખોરાક ખાતું નથી તે વ્યક્તિને જુઓ ભૂલથી માંસાહારી ચીજ વસ્તુ ખવડાવી દેવામાં આવે તો આ ઘટનાને કોઈ કારણે સહન કરી શકાય નહીં..

તેમ કહીને દિપકએ જણાવ્યું કે, તેને આ પ્લેટફોર્મની મદદથી 109 રૂપિયાનું એક બર્ગર ઓર્ડર કર્યું હતું. જેને ટેક્સ તેમજ ડિલિવરી ચાર્જની સાથે કુલ ૧૫૦ રૂપિયા ચૂકવવા પડ્યા છે. છતાં પણ તેને બરાબર યોગ્યતા મળી નથી. તેણે વેજ બર્ગર ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને નોનવેજ બર્ગર આપી દેવામાં આવતા જ દિપકભાઈનો પિત્તો હલી ગયો હતો..

તે આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે, થોડા સમય પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી કે જેમાં એક યુવકે વેજ બિરયાની હોટલમાંથી ઓર્ડર કરી હતી. પરંતુ તેને નોનવેજ બિરયાની ઘરે પહોંચાડી દેવામાં આવી હતી. પરંતુ સદનસીબે જ્યારે યુવકે પોતાના મોઢાની અંદર આ કોળિયો મુકવા જતો હતો..

ત્યારે તેને જાણ થઈ જતા તે બચી ગયો છે. તેને તરત જ આ ઘટનાને લઈને ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. ટેકનોલોજીના સમયની અંદર ડગલેને પગલે ખૂબ જ સાવચેતીઓ પણ રાખવી પડે છે, આ ઘટનાથી સૌ કોઈ લોકોએ ચેતી જઈને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરીને મંગાવેલા ભોજનનો કોળીયો મોઢામાં મુકતા પહેલા શો વખત વિચાર કરી લેવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *