Breaking News

ઓનલાઈન બનાવેલા મિત્રોની જાળમાં ફસાઈને યુવકે મજુરી કરીને કમાયેલા લાખો રૂપિયા વેડફી નાખ્યા, તમે પણ રાખજો આવી બાબતોનું ખાસ ધ્યાન..!

અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોને ભારે છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. આ છેતરપિંડીના મામલા થયા બાદ તેઓને ભાન થાય છે કે, તેમની સાથે ખૂબ જ ખોટું થયું છે. પરંતુ ત્યારબાદ પછતાવા સિવાય કોઈપણ વિકલ્પ બાકી રહેતો નથી. એવા ઘણા બધા મામલાઓ સામે આવી ચૂક્યા છે કે..

જેમાં સોશિયલ મીડિયાની ઓછી સમજણ ને કારણે સામેવાળા વ્યક્તિ વાતચીતોમાં ફોસલાવી જઈને તેમની પાસેથી અઢળક રૂપિયા પડાવી લે છે. અને ત્યારબાદ રફુ ચક્કર થઈ જતા હોય છે અને આજ સુધી તેમનો કોઈ પણ અતોપતો પણ મળતો હોતો નથી. આવા સમયે પોતાની દિવસ રાતની મહેનતની કમાણીના વેડફી નાખેલા પૈસા ખૂબ જ યાદ આવે છે..

પરંતુ ત્યારબાદ કશું થઈ શકતું નથી, એટલા માટે દરેક લોકોએ ચેતવું જોઈએ અને દરેક મિત્રો સુધી આ વાતને પહોંચાડીને તેમને પણ ચેતવવા જોઈએ અત્યારે રાજસ્થાનના જોધપુરથી એક મોટી મીલી ભગતનો મામલો સામે આવ્યો છે. અહીં સુરજ પ્રકાશ ગુર્જર નામનો એક વ્યક્તિ ભગતની કોઠી પાસે રહે છે.

આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિક્ટોરિયા ઓસ્ટીન નામની એક મહિલા સાથે વાતચીત કરતો હતો. શરૂઆતમાં મિત્રતા ખૂબ જ નાજુક હતી. પરંતુ ધીમે ધીમે તેઓ દરેક સોશિયલ મીડિયામાં વાતચીત કરવા લાગ્યા હતા. લાંબો સમય સુધી વાતચીત કર્યા બાદ એક વખત વિક્ટોરિયાએ સુરજ પ્રકાશને જણાવ્યું હતું કે, તેને મળવા માટે ભારત આવે છે..

આ માટે તેણે પ્લેનની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી અને આ ટિકિટ નો ફોટો પણ સુરજ પ્રકાશને દેખાડ્યો હતો. તેણે જણાવ્યું કે હું 14 તારીખના રોજ ભારત આવી રહી છું. ત્યાં આપણે જરૂર મળીશું. એક દિવસ અચાનક જ અજાણ્યા નંબર ઉપરથી સૂરજ પ્રકાશના ફોનમાં કોલ આવ્યો હતો કે, તમારી મિત્ર વિક્ટોરિયા ન્યુ દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી ચૂકી છે..

અને તે તેમની સાથે લંડન થી 5000 પાઉન્ડ પણ પોતાની સાથે લાવી છે. પરંતુ આમ રકમને ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરવા માટે એક સર્ટિફિકેટ બનાવવું પડશે. અત્યારે તેમનો તમામ સામાન, મોબાઈલ નંબર પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. કારણ કે એટલી મોટી રકમ તે પોતાની સાથે લાવી છે. જેને કાળું નાણું પણ ગણી શકાય છે..

જો આ રકમને ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો આ તમામ રૂપિયા જપ્ત કરી લેવામાં આવશે અને તમારા મિત્રને ધરપકડ કરી લેવામાં આવશે. આ સર્ટિફિકેટ બનાવવા માટે ઘણો બધો ખર્ચ પણ થશે અને આ ખર્ચના રૂપિયા તમારે અત્યારે એરપોર્ટની બ્રાન્ચ ઉપર જમા કરાવવા પડશે યુવકે જુદી-જુદી બેન્ક એકાઉન્ટમાં મળીને કુલ સાત લાખ 14 હજાર રૂપિયા તેમને જમા કરાવી દીધા હતા..

આ રૂપિયા જમા કરાવ્યા બાદ ફરી એક વખત ફોન આવ્યો હતો કે, આ રૂપિયા ખૂબ જ ઓછા પડે છે. અને આ કાળું નાણું જપ્ત કરી લેવામાં આવે એ પહેલા લંડનની કોર્ટમાંથી ઓનલાઇન ઓર્ડર પણ લાવવો પડશે. જેના માટે હજુ પણ રૂપિયાની જરૂર છે. અંદાજે 20 લાખ રૂપિયાની જરૂર હોવાનું કહ્યું હતું..

જ્યારે આ યુવકને જાણ થઈ કે તેની મિત્ર અહીં આવી તો પહોંચી છે. પરંતુ તેની પાછળ તેને ઘણો થોડો ખર્ચ કરવો પડી રહ્યો છે. ત્યારે તેણે આ વાતની જાણકારી તેના મિત્રને આપી હતી કે, તેની સાથે આ પ્રકારની ઘટના બની છે. ત્યારબાદ એરપોર્ટ ઉપર ફોન લગાવીને માહિતી પૂછવામાં આવી હતી કે, શું આ વાત હકીકતમાં સત્ય છે કે નહીં..?

ત્યારે એરપોર્ટ ઉપરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમારી સાથે કોઈ છેતરપિંડીનો મામલો સર્જાયો છે. કારણ કે અહીં કોઈ પણ આવી વ્યક્તિ આવી નથી અને એરપોર્ટ ઉપરથી ક્યારેય પણ આ પ્રકારના ફોન કોલ કરવામાં આવતા નથી. એટલા માટે દરેક લોકોએ ચેતીને રહેવું જોઈએ અત્યારે આ યુવકે મજૂરી કામ કરીને ભેગા કરેલા સાત લાખ રૂપિયા ખોવાનો વારો આવ્યો છે..

હકીકતમાં આવી કોઈ પણ મહિલા વિદેશથી ભારત આવી હતી નહીં અને આ યુવકને ખોટી રીતે ફોન કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા છે. આ બાબતને લઈને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પર ફરિયાદ નોંધીને આ મામલે જરૂરી તપાસ શરૂ કરી છે. દિન પ્રતિ દિન આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે..

જે દરેક વ્યક્તિ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. એટલા માટે અત્યારથી જ દરેક વ્યક્તિએ ખૂબ જ ચેતીને રહેવું જોઈએ અને ડગલેને પગલે પોતાની પૈસાની સાવચેતી રાખવી જોઈએ. આવી ઘટનાઓ જ્યારે પણ બને છે ત્યારે તેના ઉપર હસી મજાક કરવાને બદલે બીજા વ્યક્તિ સાથે આવી ઘટના ન બને એટલા માટે સાવચેત થવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *