Breaking News

વિડીયો બનાવવા જતા 19 વર્ષના એકના એક દીકરાને મળ્યું મોત..! પરિવારજનોના આંખે અંધારા આવી ગયા..!

આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા ટ્રેન્ડ ચાલતા હોઈ છે. સમય સાથે કદમ મિલાવવા માટે આજનું યુવાધન શોર્ટ વિડીયોમાં ભેજું લગાવી રહ્યું છે. શોર્ટ વિડીયો એટલે કે ટીકટોક જેવા રીલ્સ બનાવીને લોકોને મનોરંજન પૂરું પડતા હોઈ છે. આ માટે તેઓ ઘણી મહેનત પણ કરતા હોઈ છે..

આજે સુરતમાં આ શોર્ટ વિડીયો બનાવતા જ એક દીકરાએ જીવ ગુમાવ્યો છે. 19 વર્ષનો દીકરો મોતને ભેટતા જ પરિવાર પર આફતોના વાદળો ઘેરાઈને આવ્યા છે. આ ઘટના સુરતના સિટી લાઈટવિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર પાસેના કેનાલ પરના વોક-વે પર બની છે.

તેઓ દિવસે શોર્ટ વિડીયો બનાવવા માટે ગયા હતા. એ દરમિયાન જેવો તેણે મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો કે તરત જ પ્રથમ જમીન પર પડી ગયો હતો. શરૂઆતમાં તો એમ લાગ્યું કે તેને ચક્કર આવતા હશે અથવા તો મજાક કરતો હશે.. પરતું તે મજાકના મુડમાં નહી પરતું હકીકતમાં બેભાન થઈ ચુક્યો હતો…

તેને જોઈને તેના મિત્રો હેબતાઈ ગયા હતા અને તેઓ તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાન થઈને પડ્યો હતો. રસ્તાની સામે ઉભેલી PCR વાનની મદદથી તેઓએ 108ને કોલ કરી પ્રથમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતાં. ત્યાં તબીબોએ ઘણા પ્રયાસો કર્યા પરતું તેઓ પ્રથમને બચાવી શક્યા ન હતા.

19 વર્ષના પ્રથમનુ રહસ્યમય રીતે મોત થયુ છે. જેમાં શોર્ટ રીલ્સ વીડિયો બનાવવા જતાં મોત મળ્યું છે. દીકરાનું નામ પ્રથમ મુરલીધર વાઘણી છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો છે. પ્રથમનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. છેલ્લો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુકવાના હતા.

પ્રથમના પિતા સાડીના વેપારી હતા. તેઓએ જણાવ્યું હતું કે તેમના દીકરા પ્રથમને શોર્ટ વીડિયો બનાવવો ખુબ જ ગમતો હતો. તે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો. મિત્ર સાથે વાત કરતા તેણે જણાવ્યું હતુ કે પ્રથમને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાનો ખૂબ શોખ હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *