Breaking News

ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરતા વલસાડના પરિવારને અક્સમાત નડ્યો, કુલ 11 લોકોની હાલત ગંભીર.. વાંચો.!

લોકો ભગવાનના દર્શને તો હોશે હોશે જાય છે. પરંતુ પરત ફરતા અકસ્માત નડી જાય છે. દર્શને જઈને પરત ફરતા અકસ્માત બનવાના બનાવોમાં હજી એક કિસ્સો ઉમેરાઈ ગયો છે. હમણે થોડા જ દિવસ પહેલા મા અંબાનાં દર્શને ગયેલા પરિવારને પરત ફરતા અકસ્માત નડ્યો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા.

જ્યારે આજે સવારે વલસાડના એક પરિવારને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને પરત ફરતાં અકસ્માત નડ્યો છે. જેમાં કુલ 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓની હાલત ખુબ જ નાજુક છે. આશા રાખીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય..

વલસાડ જિલ્લામાં ભાજપના કિસાન મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રી તેમજ વલસાડના વકીલો અને પત્રકાર સહિતના પાંચ પરિવારો ના કુલ ૧૭ સભ્યો મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મંદિર દર્શનાર્થે ટ્રેન દ્વારા ગયા હતા.

તેઓ પંચમઢી થી ઓમકારેશ્વર મંદિર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. અને ત્યાંથી તેઓ ગુજરાત તરફ પરત ફરતા હતા ત્યારે તેઓને મધ્યપ્રદેશના દેવાસ ગામ નજીક એક ડંપર ચાલકે ટેમ્પો ટ્રાવેલર ને અડફેટે લીધી હતી. અને ડમ્પર ધડાકાભેર ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાયુ હતું.

બનાવ બનતા જ ત્યાંના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘાયલ લોકોને ટેમ્પો ટ્રાવેલર માંથી બહાર કાઢવા અંગે મદદ કરી હતી. તેમજ ઈજાગ્રસ્ત લોકોને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં પણ ખૂબ મદદ કરી હતી.

અકસ્માતમાં ભાજપ ના કિસાન મોરચાના પ્રમુખ તેમજ વલસાડ સુગર ફેક્ટરી અને સહકારી બેંકના ચેરમેન ના ભાણેજ કિસાન મોરચાના મહામંત્રી તેમજ વલસાડના એક એડવોકેટ તેમજ તેમનો પરિવાર અને પત્રકાર પણ સામેલ હતા.

અકસ્માતમાં નિમેષભાઈ પટેલ અને તેમની પત્ની જેતલ બેન પટેલ ને ખૂબ જ ગંભીર ઇજા થતા તેઓને ઈન્દોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ હિતેશભાઈ પટેલ તેમની પત્ની બીનાબેન તેમની પુત્રી બંસી તેમજ નિમેષભાઈ ના પુત્ર માનવ તેમજ વકીલ ચેતન પટેલ સહિત ૧૧ લોકોને નાની-નાની ઇજા થઇ હતી. જ્યારે ડ્રાઇવર રાહુલને ગંભીર ઈજા થઈ છે તેવું જાણવા મળ્યું છે.

આ બનાવ બનતા જ ઘટનાસ્થળે તરત જ પોલીસ પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી છે. ડમ્પર આટલી સ્પીડથી ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાયું કે ટેમ્પો ટ્રાવેલર ના દરવાજા તો સાવ કુચો બોલી ગયા હતા અને અંદર ઈજાગ્રસ્ત થયેલા લોકોને દરવાજા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *