Breaking News

નર્મદા નદીના પથ્થર પર ચડીને સેલ્ફી લેવા જતા પગ લપસ્યો અને ધસમસતુ પાણી જીવ તાણી ગયું, લગ્નજીવન શરુ થતા જ સંકેલાઈ ગયું..!

આજકાલ સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો કોઈપણ સ્થળે ફરવા માટે જતા હોય ત્યારે સેલ્ફી લેવાનું ભૂલતા હોતા નથી. સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુ મેળવવા માટે તેમજ પોતાને સાહસિક દર્શાવવા માટે ખતરનાક જગ્યાઓ એ સેલ્ફી લેતા હોય છે. ઘણીવાર સેલ્ફી ના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

આવા ઘણા કિસ્સાઓ આપણે અગાઉ પણ સાંભળેલા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ભેળાઘાટ ખાતે સામે આવ્યો છે. હાલમાં મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં અરવિંદભાઈ ના પત્ની હંસાબેન, તેમનો પુત્ર રાજ અને તેની થનાર પુત્રવધુ રિધ્ધિ પણ છે.

તેઓનું મૂળ વતન ગુજરાત રાજ્યમાં રહેલું કચ્છનું સામખિયાળી છે. તેઓ થોડા દિવસો પહેલા પોતાના પરિવાર સાથે મધ્યપ્રદેશના ભેળાઘાટ ખાતે ફરવા માટે ગયા હતા. ભેળાઘાટમાં ફરતા સમયે અરવિંદભાઈ ના પત્ની હંસાબેન અને તેની પુત્રવધુ રિધ્ધિ ગોપાલ હોટલ નજીક આવેલા એક જાહેર સ્થળ પાસે પસાર થતી નર્મદા નદીમાં રહેલા પથ્થર પર ચડીને મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા.

અચાનક જ તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા. જેને કારણે તેઓ નર્મદા નદીમાં પડી ગયા હતા. આ સમયે નર્મદા નદીમાં ખૂબ જ ઝડપથી પાણી વહી રહ્યું હતું જેના કારણે હંસાબેન અને રિધ્ધિ બંને પાણીમાં તણાઈ ગયા હતા. આસપાસના લોકોએ આ જોઈને બુમાબુમ કરી હતી. ઘણા લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પરંતુ નદીમાં પાણી ખૂબ જ ઝડપી હોવાને કારણે તેમનો બચાવ શક્ય બન્યો ન હતો. ત્યારબાદ સીઆરપીએફ ની ટીમ દ્વારા હંસાબેન ને કિનારે લવાયા હતા. પરંતુ તે દરમિયાન તેમનો શ્વાસ રોકાઈ ગયો હતો. જેથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે રિધ્ધિની મૃતદેહ નું ઘણા સમય સુધી કોઈપણ જાણ મળી ન હતી.

ત્યારબાદ નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરતાં રિદ્ધિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ તેમને પોતાના ઘરે મુંબઈ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા સંબંધીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. મુંબઈ લાવ્યા બાદ તેમની અંતિમવિધિ પૂર્ણ કરીને તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મુંબઈના સીએસપી પ્રિયંકા શુક્લા એ જણાવ્યું કે 53 વર્ષે અરવિંદ સોની દરજીકામ કરે છે. જ્યારે તેમનો દીકરો રાજ મુંબઈની એક બેંકમાં નોકરી કરે છે. ચાર મહિના પહેલા રાજના લગ્ન મુંબઈમાં રહેતી રિધ્ધિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ પરિવારમાં લગ્ન પહેલા જ બે વ્યક્તિને મૃત્યુ થતાં આખા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *