Breaking News

નોકરી પર જવા ઘરેથી નીકળેલા યુવાનની લાશ ઘણા દિવસો બાદ કુવામાંથી મળતા આસપાસના વિસ્તારમાં મચી ગયો ખળભળાટ..!

જીવનમાં જ્યારે માણસ કંટાળી જાય છે. ત્યારે તેને એક સાચા મિત્રની જરૂર હોય છે કે, જે તેને આગળ ની રાહ ચીંધી શકે. તેમજ તેની જીવનમાં પડેલી મુશ્કેલીને સુલજાવા માટે કોઈ ઉપાય અથવા તો મદદ કરી શકે. મુશ્કેલીના સમયમાં જો માણસ એકલો પડી જાય છે તો તે શું કરી બેસે છે તે નક્કી હોતું નથી..

મોટાભાગના લોકો માનસિક ત્રાસથી પીડાઈને આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે. જે બિલકુલ ખોટું છે. હાલ ભાવનગરમાં એક અવાવરૂ કૂવામાંથી લાશ મળતા માહોલ શોકમગ્ન બન્યો છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રામકૃષ્ણનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં મુંધવા યોગેશ ઇશ્વરભાઇ નામના વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે..

આ પરિવાર મૂળ બોટાદ જિલ્લાનો વતની છે. પરંતુ કામ ધંધો ભાવનગરમાં હોવાને કારણે તેઓ ચિત્રા થી સીદસર તરફ જતા રોડ પર આવેલી રામકૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા હતા. યોગેશ ભાઈ પોતે એક ખાનગી ઓફિસમાં નોકરી કરતા હતા. તેઓ રોજ સવારે નોકરી પર જતા હતા.

એક દિવસ પણ તેઓ રોજ ની જેમ ઘરેથી કહ્યું હતું કે, ‘હું ઓફિસ જવા માટે નીકળું છું’ પરંતુ સાંજે લાંબા સમય સુધી તેઓ ઘરે ન આવ્યા હતા. એટલા માટે પરિવારજનો અને તેમની ચિંતા થવા લાગી હતી. તાત્કાલિક ધોરણે પરિવારજનોએ યોગેશભાઈના મિત્રોનો સંપર્ક કર્યો હતો..

પરંતુ મિત્રોએ પણ યોગેશભાઈની કોઈ પણ જાણ મળી નથી. એમ કહી દેતા પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. તેઓ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને યોગેશભાઈ લાંબા સમયથી ગુમ હોવાની ફરિયાદ નોંધાવી દીધી હતી. પરંતુ બે દિવસ બાદ રામકૃષ્ણ નગર સોસાયટી ની પાસે આવેલા એક કૂવામાં થી સોસાયટીના લોકોને ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી..

એટલા માટે તેઓએ ભેગા મળીને કુવા પાસે જઈને આ દુર્ગધ ક્યાંથી આવી રહી છે તે પાછળનું કારણ જાણવા માટે મથી રહ્યા હતા. તેઓએ કૂવામાં જઈને જોયું તો કૂવામાં એક અજાણ્યા યુવકની લાશ તરી રહી હતી. તેમજ તેની આસપાસ ઘણી બધી જીવાતો પણ દેખાઈ આવી હતી..

તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. સાથે સાથે ફાયર વિભાગના જવાનો પણ લાશને બહાર કાઢવા માટે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ લાશને કુવામાંથી મહામહેનતે બહાર કાઢીને પોલીસને સોંપી દીધી હતી. આ લાશ બીજા કોઈ વ્યક્તિ નહીં પરંતુ રામકૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા યોગેશ મુંધવાની હતી.

પોલીસે આ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી દીધી હતી. એમજ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બાબતની જાણ યોગેશભાઈના પરિવારજનોને કરતાની સાથે જ પરિવાર ભાંગી પડ્યો હતો. તેમજ વિચારવા પર મજબૂર બની ગયો હતો. કે આખરી યોગેશભાઈ ને એવું તો શું દુઃખ આવી પડ્યું છે..

કે જેના કારણે તેઓ આ પગલું ભર્યું હશે. પરંતુ હકીકતમાં યોગેશભાઇએ આત્મહત્યા કરી શકે પછી કોઈ વ્યક્તિએ તેને ધક્કો આપી દીધો છે. આ બાબતની હજી ખાતરી મળી નથી. આ બાબતને લઇને પોલીસ તપાસ કરી રહી છે. ખરેખર આ બનાવ બન્યા બાદ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *