Breaking News

નોકરી કરવા વિદેશ ગયેલા વિદ્યાર્થીએ બારોબાર બીજા લગ્ન કરી લેતા 2 દીકરા સાથેનો પરિવાર વિખાઈ ગયો, મહિલાની હાલત જોઈ દયા આવી જશે..!

જીવનમાં પૈસા કમાવા માટે સવારેમાં ઉઠતાની સાથે જ રાત્રે ત્યાં સુધી નવા નવા વિચારો પણ કરવા પડતા હોય છે, તેમજ તનતોડ મહેનત પણ કરવી પડે છે. નોકરી ધંધો કરવા માટે ઘણી બધી વાર ઘર મૂકીને થોડે દૂર જવા માટે પણ દરેક વ્યક્તિને સક્ષમ રહેવું પડે છે, પરંતુ ઘર મૂકીને જે કોઈ વ્યક્તિ દૂર જતા હોય તેઓએ ક્યારે પણ તેમના ઘરના વ્યક્તિઓને ભૂલી જવા જોઈએ નહીં..

અત્યારે એક ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જે દરેક મા બાપે સાંભળી લેવો જોઈએ. અત્યારે વિદેશ જવાનો ચલણ ખૂબ જ ચાલી રહ્યું છે, આજકાલના ઘણા બધા યુવાધન વિદેશ જવાના રવાડે ચડી ગયા છે, તેમના માટે ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે. આજથી સાત વર્ષ પહેલા વિદેશ ભણવા માટે ગયેલા એક વિદ્યાર્થીએ એવું કારનામું કરી નાખ્યું છે કે..

વતનમાં રહેતો તેનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો, હકીકતમાં ભુપતભાઈ નામના વ્યક્તિએ તેમના દીકરા પ્રીતમને આજથી સાત વર્ષ પહેલા અભ્યાસ માટે વિદેશ મોકલ્યો હતો, જ્યારે પ્રિતમની લગ્નની ઉંમર થઈ ત્યારે ભુપતભાઈ તેના દીકરાને બધાને બોલાવી લીધો હતો, અને ત્યારબાદ તેના લગ્ન પણ કરાવી નાખ્યા હતા..

લગ્ન પૂર્ણ થયા બાદ પ્રીતમ તેની પત્ની રાધિકાને સાથે લઈને વિદેશ ચાલ્યો ગયો અને ત્યાં તેમના બે દીકરા સાથેનો પરિવાર પણ ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યો હતો, ત્યારબાદ તેમને બે વર્ષ માટે અહીં વતનમાં આવવાની ફરજ પડી હતી કારણ કે, પ્રીતમની નોકરી ભારતમાં લાગી ગઈ હતી..

એટલા માટે સમગ્ર પરિવાર વધારે રહેવા માટે આવી ગયો હતો અને ત્યારબાદ ફરી પાછો પ્રીતમ એકલો જ વિદેશમાં નોકરી કરવા માટે ચાલ્યો ગયો હતો. એ વખતે તેણે એવડો મોટો કાંડ કરી નાખ્યો કે, તેના વતનમાં રહેતા તેના બંને દીકરા તેમજ તેની પત્ની સાથેનો સમગ્ર પરિવાર વેર વિખેર થઈ ગયો હતો..

અને આ ઘટના અને જાણ્યા બાદ દરેક લોકોના રૂવાડા બેઠા થઈ ગયા હતા કે, આ બિચારી મહિલાની હાલત જોઈ દરેક લોકોને દયા આવી જતી હતી. જ્યારે પ્રીતમ બીજી વખત વિદેશમાં નોકરી કરવા માટે ગયો ત્યારે તે તેની પત્ની તેમજ તેના બંને દીકરાને વતનમાં મૂકીને ગયો હતો..

વતનમાં રહેલી તેની પત્ની અવારનવાર પ્રીતમને ફોન કરીને સારા સમાચાર તેમજ વાતચીતો પણ કરતી હતી, ધીમે ધીમે પ્રીતમે તેની પત્નીને ફોન કરવાનું બંધ કરી દીધું અને તેની સાથે કોઈ પણ બહાના બાજી બતાવીને વાતચીત કરવાનું ટાળતો હતો. આ ઉપરાંત તેણે બંને દીકરા સાથે પણ બોલવાનું બંધ કરી દીધું હતું..

પ્રીતમ જ્યારથી વિદેશમાં નોકરી કરવા માટે ગયો હતો, ત્યારથી જ તેનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું. હવે તે તેના મા બાપને પણ વ્યવસ્થિત રીતે બોલાવતો ન હોવાને કારણે દરેક લોકો મંજણમાં મુકાઈ ગયા કે, પ્રીતમને એવું તો શું થયું છે કે, તે દરેક લોકો સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યો છે..

જ્યારે અન્ય કેટલાક મિત્રોને પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, પ્રીતમે વિદેશમાં બારોબાર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે અજાણી મહિલા સાથે નવું લગ્નજીવન વિકસાવીને તેની સાથે એક નાનકડો બાળક પણ વસવાટ કરી રહ્યો છે. જ્યારે આ સમાચાર વતનએ રહેલી રાધિકા અને તેના બંને દીકરા તેમજ પ્રીતમના મા-બાપે સાંભળ્યા ત્યારે તેમના તો હોશ છૂટી ગયા હતા..

રાધિકા તો રડી રડીને બેહાલ થઈ ગઈ કે, તેના પતિએ તેને દગો આપ્યો છે. વિદેશમાં જઈને તેમણે બીજા લગ્ન કરી લીધા અને તેમનો પહેલો પરિવાર અહીં ખૂબ જ દુઃખી થયો છે, પ્રીતમ એકનો એક દીકરો હોવાને કારણે તેના ગરીબ અને વડીલ માતા પિતા પણ તેના દીકરાની કમાણી ઉપર ઘરડું જીવન વિતાવી રહ્યા હતા..

પ્રીતમે નવા લગ્ન કરતાં જ તેણે વતનએ રહેલા તેના માતા પિતા અને તેની પત્નીને પણ ઘર ખર્ચ માટેના રૂપિયા મોકલવાનું બંધ કરી દેતા બિચારો પરિવાર રોડ ઉપર આવી ગયો હતો, રાધિકા ખૂબ જ મોટી મુંજવણમાં મુકાઈ ગઈ કે, તે હવે તેના બંને દીકરાને કેવી રીતે ભણાવી ગણાવીને મોટા કરશે કારણ કે, તેના પતિએ તો બીજા લગ્ન કરી લીધા હતા..

અને હવે તે ક્યારેય વતનએ નહીં આવે તેવું જણાવી દીધું હતું, જ્યારે જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *