Breaking News

નિર્દય માતાએ 2 મહિનાની દીકરીને ‘બિલાડી લઇ ગઈ’ તેમ કહીને કાળાકામોથી બચવા કર્યું એવું કે, જોઇને લોકોના મોઢા ફાટી ગયા..!!

સમાજમાં દીકરીઓ સાથે બનતા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. હજુ પણ ઘણા બધા લોકો પોતાની નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. ઘણા બધા પરિવારમાં હજુ પણ દીકરીઓને માન આપવામાં આવતું નથી. જેના કારણે દીકરીઓ પોતાના નિર્દોષ ગુમાવી રહી છે. આવી જ ઘટના હાલમાં ઝાંસીમાં આવેલા પુંચના નાઈ બસ્તી મોહલ્લામાં રહેતા નરેશભાઈની દીકરી સાથે બની હતી.

દીકરીની ઉંમર 2 મહિનાની હતી. નરેશભાઈ તેમના બાળકોને પત્ની સાથે રહેતા હતા. તેઓ પોતાની દુકાન ચલાવતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નરેશભાઈને બે બાળકો છે, જેમાં એક દીકરો અને દીકરી છે. દીકરો એક વર્ષનો છે તેમનું નામ રિયાઝ છે. અને દીકરી બે મહિનાની હતી. દીકરીનું નામ રિયા હતું.

નરેશભાઈની બીજી પત્ની તેમની સાથે રહેતી હતી અને બીજી પત્નીએ રિયાને જન્મ આપ્યો હતો. બીજી પત્નીનું નામ રીમાબેન હતું. પરિવારમાં દરેક લોકો ખૂબ જ ખુશીથી રહેતા હતા. દીકરીના જન્મ પછી તેમના પિતા ખૂબ જ ખુશ થયા હતા અને તેમને પોતાની ખુશીનો પાર રહ્યો ન હતો. તે દીકરીને ખૂબ જ લાડ લડાવતા હતા.

પરંતુ દીકરીના જન્મ પછી તે ખુશ ન હોય તેવું દેખાઈ રહ્યું હતું. રીમાની મોટી બહેન શકીલા તેમની સાથે રહેતી હતી. દીકરી નાની હોવાની કારણે તે પોતાની બહેનને મદદ કરાવવા માટે થોડા દિવસ બહેનના ઘરે રોકાઈ હતી. એક દિવસ રીમાએ પોતાના બંને બાળકોને બેડ પર સુવડાવ્યા હતા. રિયાની માલિશ કરીને તેને સુવડાવી હતી.

ત્યારબાદ રીમા બાથરૂમ જવા માટે પોતાના ઘરની બાજુમાં આવેલા નાળા પાસે ગઈ હતી. ઘરમાં બંને બાળકોને બેડ ઉપર સુવડાવીને રીમા ગઈ હતી અને તેમની મોટી બહેન શકીલા કોઈ કામ હોવાને કારણે માર્કેટ ગઈ હતી. તે સમયે રીમા બાથરૂમ જઈને ફરી પોતાના ઘરે રૂમમાં આવી ત્યારે તેમણે જોયું તો બેડ ઉપર રિયા દેખાઈ રહી ન હતી.

માસુમ દિકરી ન દેખાતા રીમા દોડી હતી અને તેમણે દરેક જગ્યાએ બાળકીને શોધી હતી. ત્યારબાદ તે બુમાબુમ કરવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તેમની બહેન પણ માર્કેટથી પાછી આવી ત્યારે દરેક લોકોએ બે મહિનાની રિયાની શોધવાની તપાસ ચાલુ કરી હતી.

પરંતુ રિયા કોઈ પણ જગ્યાએથી મળી નહીં જેના કારણે તેમના પિતા નરેશભાઈને આ વાતની જાણ કરવામાં આવી હતી. નરેશભાઈએ પોલીસને પોતાની બે મહિનાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે ઘટના સ્થળે પહોંચીને દરેક તપાસને હાથ ધરી હતી. પોલીસે રિયાની માતા રીમાની પૂછપરછ કરી હતી.

તે સમયે જણાવ્યું હતું કે તે બાથરૂમ માટે ઘરની બહાર આવેલા નાણા પાસે ગઈ હતી અને બંને બાળકોને બેડ ઉપર સુવડાવીને ગઈ હતી. પરંતુ દસ મિનિટ પછી જ્યારે તે પાછી આવી ત્યારે દીકરી ત્યાં ન હતી. બીજું એમ જણાવ્યું હતું કે રૂમમાં એક બિલાડી દેખાઈ રહી હતી. બેડ ઉપર દીકરીને સુવડાવી છે જેના કારણે બિલાડી ત્યાં પહોંચશે નહિ.

અને હું જ્યારે ફરી પાછી ઘરે આવી ત્યારે દીકરી દેખાઈ રહી નથી જેના કારણે મને લાગી રહ્યું છે કે બિલાડી દીકરીને લઈ ગઈ છે. ઘરની પાછળના ભાગમાં જંગલ આવેલું છે જેના કારણે પોલીસે વન વિભાગની ટીમ સાથે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરેક લોકો બાળકીને જંગલમાં શોધી રહ્યા હતા પરંતુ બાળકી કોઈપણ જગ્યાએથી મળી નહીં.

ત્યારબાદ બીજા દિવસે સવારના સમયે આડોસ પાડોશના લોકોને ઘરની બાજુમાં આવેલા નાળામાં એક બાળકીનો મૃતદેહ તરતો દેખાયો હતો. જેના કારણે દરેક લોકોએ બાળકીના પરિવારના લોકોને આ વાતની જાણ કરી ત્યારે પોલીસને પણ આ વાતની જાણ કરી હતી. નાળામાંથી બાળકીના મૃતદેહને બહાર કઢાવ્યો હતો.

તે સમયે પોલીસે જોયું તો આ બાળકી રિયા હતી. આ જોતાં જ રિયાના પિતા નરેશભાઈ પોતાનું ભાન ભૂલી ગયા હતા. તેમની બાળકી આવી હાલતમાં મળી આવતા તેમને ભાન રહ્યું નહીં. રીમાની માતા રડી રહી હતી પરંતુ પોલીસને માતા રીમા પર શંકા હતી. જેના કારણે એક પછી એક પરિવારના દરેક સભ્યોની પૂછપરછ કરી હતી.

પરંતુ રીમાની પૂછપરછ કરતા સમયે તે ડરેલી દેખાઈ રહી હતી અને તેમની કડક પૂછપરછ પોલીસે કરતા તેમને જણાવી દીધુ હતું કે, ‘મેં મારી દીકરીને જીવતી ગટરમાં ફેકી દીધી છે, મને બચાવો… મારાથી ભૂલ થઈ ગઈ છે’ આ સાંભળતા જ પ્રિયાના પિતા નરેશભાઈ ખૂબ જ ગુસ્સે થયા હતા. તેમણે પોતાની દીકરીને ગુમાવી હોવાની કારણે તેણે રીમા પર ગુસ્સો કર્યો હતો.

બે મહિના પહેલા દીકરીનો જન્મ થયો હતો જેના કારણે મારું મન ખૂબ જ ઉદાસ થઈ ગયું હતું. હું દીકરીને રાખવા માટે માંગતી ન હતી. જેના કારણે દીકરીને મારી સાથે બાથરૂમ લઈ જઈ નાળામાં ફેંકી દીધી હતી. જીવતી દીકરીને નાળામાં ફેંકી દેતા એક નિર્દય માતાએ પોતાનું કાળજા પર પથ્થર મૂકી દીધો હતો. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *