Breaking News

‘નીચે ઉતરીને બતાવ એટલે તારો ખેલ ખલાસ કરી નાખું’ કહીને માથાભારે ગુંડો બિચારા ગરીબ પરિવારને ધમકાવતો, તંત્રએ કર્યું એવું કે ગુંડાની હવા સુરસુરીયું થઈ ગઈ..!

ઘણા બધા લોકોને મગજની અંદર એવી બાબતો સવાર હોય છે કે, પોતે જ મોટા વ્યક્તિ છે અને તેમનું કહેલું દરેક વ્યક્તિએ માનવું પડશે પરંતુ દરેક વ્યક્તિને પોતાની રીતે સ્વતંત્ર જિંદગી જીવવાનો અધિકાર રહેલો છે. ક્યારે પણ કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના દબાણમાં આવીને જિંદગી જીવી શકતો નથી..

અત્યારે એક માથાભારે ગુંડો તેના ઉપરના માળે રહેતા ગરીબ પરિવારને એવી રીતે ધાક ધમકી અને દબાણ આપતો હતો કે, જેના વિશે જાણીને તમે પણ કહેવા લાગશો કે આ ગુંડાને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ અને તેને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. હકીકતમાં આ ગુંડો અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ ગરીબ પરિવારનો મકાન માલિક છે..

વિષ્ણુભાઈ અને તેમનો પરિવાર મુન્નાભાઈ નામના વ્યક્તિના મકાનમાં ભાડું આપીને રહેતા હતા, પરંતુ મુન્નાભાઈ છેલ્લા કેટલાક સમયથી વિષ્ણુભાઈ તેમજ તેમના પરિવારના દરેક સભ્યોને જુદી જુદી બાબતોને લઈને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. વિષ્ણુભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા કારણ કે, તેઓ રૂપિયા આપીને આ મકાનની અંદર ભાડેથી રહેતા હતા છતાં પણ..

મુન્નાભાઈ અવાર નવાર તેમને હેરાન પરેશાન કરવા માટે આવી પહોંચતા હતા. કોઈક વખત લાઈટ બિલની બાબતને લઈને તો કોઈક વખત દાદરમાં કચરો પોતુ કરવાની બાબતને લઈને મુન્નાભાઈ અવારનવાર તેના ઘરે આવી બેસતો અને મન ફાવે તેવા શબ્દોમાં બોલાચાલી કરતો હતો..

વિષ્ણુભાઈ ઘણી બધી વાર મુન્નાભાઈને જણાવ્યું કે, જુઓ તમારે ન પોસાય તો અમે મકાન ખાલી કરી નાખશું પરંતુ મહેરબાની કરીને અપ શબ્દો બોલવાનું રહેવા દેજો, પરંતુ મુન્નાભાઈ પરિવારને દબાવવાની કોશિશ કરી અને તેમની પાસેથી જુદી-જુદી બાબતોને લઈને પૈસા પડાવવાનું પણ નક્કી કરી નાખ્યું હતું..

એક વખત તો મુન્નાભાઈએ તેના ઉપરના માળે રહેતા ભાડુઆત વિષ્ણુભાઈને જણાવી દીધું કે, તું એક વખત નીચે ઉતરીને બતાવ એટલે હું તારો ખેલ ખલાસ કરી નાખું, વારંવાર તે લડાઈ ઝઘડો કરવાની અને ઢોરવાર મારવાની પણ ધમકીઓ આપતો હતો. આ માથાભારે ગુંડો એટલો બધો બેફામ બની ગયો હતો કે, સોસાયટીના લોકો પણ તેનાથી ડરી રહ્યા હતા..

સૌ કોઈ લોકો વિચારતા હતા કે, આ વ્યક્તિને કેવી રીતે મેથીપાક ચખાડવામાં આવે અને એક વખત વિષ્ણુભાઈ પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને ત્યાં જઈને તેઓએ જણાવ્યું કે, તેમના મકાન માલિક મુન્નાભાઈ તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે. અને તેમના પરિવારને પણ ખોટી રીતે બદનામ કરવાને કારણે તેઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે..

પોલીસના કેટલા અધિકારીઓનો સાથ સહકાર મેળવીને મુન્નાભાઈ સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી રહ્યા છે અને ઘણી બધી વાર તો મારવાની પણ કોશિશ કરી છે, તંત્ર અધિકારીઓ તાત્કાલિક ધોરણે અહીં હાજર થયા હતા અને આ ગુંડાને પકડી પાડીને તેની તમામ હવા કાઢી નાખી હતી..

મુન્નાભાઈ નામના માથાભારે ગુંડાની પોલીસ અધિકારીઓની સામે બોલતી બંધ થઈ ગઈ હતી. પોલીસે બરાબરની ઉઠક બેઠક પણ કરાવી અને ફરી ક્યારેય પણ કોઈ વ્યક્તિને હેરાન પરેશાન નહીં કરે તેવું જણાવી દીધું હતું અને ત્યારબાદ થી મુન્નાભાઈએ સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દીધું હતું..

દિન પ્રતિ દિન ઘણા બધા લોકો ખોટી રીતે દાદાગીરી અને ગુંડાગીરી કરવા લાગે છે, આવા વ્યક્તિઓને તંત્રનો કોઈપણ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક લોકોને તો મેથીપાક ચખાડીને હંમેશા માટે સીધા દૂર કરી દેવામાં આવતા હોય છે. પરંતુ અમુક લોકો તંત્રની વાતને પણ સમજતા નથી..

તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી પડતી હોય છે, હાલ આ ગરીબ પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, પરંતુ તંત્રના અધિકારીઓની મદદ અને કારણે મુન્નાભાઈ નામના માથાભારે ગુંડા તત્વોથી તેમને છૂટકારો મળી ગયો હતો. મુન્નાભાઈના બાજુના મકાનમાં રહેતા રહીશો પણ આ ગુંડા તત્વોથી ખૂબ જ ત્રાસી ચુક્યા હતા..

તેઓએ પણ વિષ્ણુભાઈની ફરિયાદમાં સાથ પુરાવ્યો હતો અને પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, આ ગુંડો તેના ઘરેથી કાળા કારનામાં પણ ચલાવી રહ્યો છે, ઘરની અંદર ઘણો બધો ગેરકાયદેસર સામાન પણ મળી આવ્યો હતો. આ તમામ સામાનને પકડી પાડવામાં આવ્યો છે અને મુન્ના ભાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી..

આ ઘટનાએ સમગ્ર સોસાયટીમાં ચકચાર મચાવી દીધો હતો, મુન્નાભાઈની ધરપકડ થતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ મુન્નાભાઈની પત્ની સોસાયટીના દરેક લોકોની સાથે લડાઈ ઝઘડો કરીને બેફામ શબ્દો બોલવા લાગી હતી, તેની સામે પણ સોસાયટીના લોકો ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *