Breaking News

નીચે ઉભેલા દીકરાને જવાબ દેવા મહિલા ત્રીજા માળની ગેલેરીમાં બહાર આવી, પગ લપસતા જ દીકરાની સામે નીચે પટકાતા માથું ફાટી ગયું.. ઓમ શાંતિ..!

દીન પ્રતિ દિન આપણે ઘણા બધા કામકાજ કરીએ છીએ, પરંતુ એ કામોને કેવી રીતે સરળ બનાવી શકાય તેના વિશે આપણું મગજ હંમેશા સતત અને સતત વિચારતુ રહે છે. જે વ્યક્તિ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ ભૂલી જાય છે, ત્યારે નીચેથી તેમના પરિવારના સભ્યોને બુમ મારે છે..

અને તેઓ કોઈ નાનકડી ચીજ વસ્તુ તેમના ઘરેથી જ ઉપરથી નીચે ફેંકીને જે તે વ્યક્તિ સુધી પહોંચાડી દે છે. અને કામ સરળ બની જતું હોય છે. જેથી કરીને દાદર ચઢીને ઉપર આવવું પડે નહીં, પરંતુ આ ઘટના અત્યારે ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ ગઈ છે. લાડપુરા વિસ્તારની અંદર 34 વર્ષની રૂકસાર નામની એક મહિલા સાથે ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. રૂકસારનો દીકરો શાળાએ જતો હતો..

એ વખતે તે તેની શાળાનો આઈકાર્ડ ઘરે જ ભૂલી ગયો હતો, એટલા માટે 11 વર્ષનો દીકરો ચિંતન નીચે ઉભો ઉભો તેની માતાને બૂમ પાડીને બોલાવી રહ્યો હતો. દીકરાની બુમ સાંભળતાની સાથે જ માતા ત્રીજા માળની ગેલેરીમાંથી બહાર આવી હતી. ત્યારે ચિંતને નીચે ઉભા ઉભા જણાવ્યું કે, તે તેની શાળાનો આઈકાર્ડ ભૂલી ગયો છે..

ત્યારે રુક્સારે સાથે જણાવ્યું કે, તું બે મિનિટ ઉભો રહે.. હું હમણાં જ આઈકાર્ડ ઉપરથી નીચે ફેંકું છું. અને એ આઈકાર્ડને લઈને તું સ્કૂલે જતો રહેજે. ચિંતન તેની માતાની રાહ જોતો રહ્યો, જ્યારે તેની માતા આઇ કાર્ડ લઈને તેને નીચે ફેંકી રહી હતી. એવામાં તેનો પગ લપસી જવાને કારણે તે ત્રીજા માળાથી નીચે પટકાઈ હતી અને તેનું માથું ફાટી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..

જ્યારે તે ઉપરથી નીચે પડી ગઈ ત્યારે તેની અંતિમ ચીખો સાંભળીને સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. તો માત્ર 11 વર્ષના ચિંતન માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, કારણ કે તેણે તેની નજરની સામે તેની માતાને ઉપરથી નીચે પડી જતા જોઈ હતી તે તાત્કાલિક ધોરણે તેની માતાને આ હાલતમાં જોઈને રડવા લાગ્યો હતો…

જો તમે જ તેમને એપાર્ટમેન્ટના ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા, આ ઘટનાની જાણકારી ચિંતનના પિતા ઇસ્માઈલ ભાઈને પણ આપવામાં આવી હતી. તેઓ પણ તરત જ અહીં આવી પહોંચ્યા પરંતુ રૂકસારનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયેલું હોવાથી હવે તેને હોસ્પિટલે પણ લઈ જવાનો કોઈ પણ અર્થ રહ્યો હતો નહીં..

આવી ઘણી બધી વાર ઘટનાઓ સામે આવે છે કે, સહેજ અમથો પગ લપસતાની સાથે જ મહિલાઓને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડે છે. અત્યારે ગેલેરીમાંથી કોઈ ચીજ વસ્તુ ફેકતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના દરેક પરિવારના સભ્યો વિશે આ ઘટનાની જાણકારી પહોંચાડવી જોઈએ..

કારણ કે, આજે આ ઘટના રૂકસાર નામની આ મહિલા સાથે બની છે. તો આવતીકાલે કમનસીબે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ બની શકે છે. એટલા માટે આપણે ડગલેને પગલે સાવચેત થઈને દરેક લોકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ. બિચારો ચિંતન માત્ર 11 વર્ષની ઉંમરમાં જ તેની નજર સામે તેની માતાને મૃત હાલતમાં જોતા ભાંગી પડ્યો હતો..

તે હંમેશા મમ્મી.. મમ્મી… કહીને રડવા લાગ્યો હતો. આસપાસના પડોશીઓએ ચિંતનને સંભાળીઓ હતો. તો બીજી બાજુ ઈસ્માઈલભાઈના પરિવારજનો માટે પણ દુઃખની આ આફત આવી પડી હતી, જ્યારે વધુ તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે ત્રીજા માળની ગેલેરીની અંદર રૂકસાર કપડાં ધોઇ રહી હતી..

અને ત્યાં સાબુવાળું પાણી હોવાને કારણે તેનો પગ લપસી ગયો હતો. આ સાથે સાથે ગેલેરીમાં લોખંડની જાળી ન હોવાને કારણે તે સહેલાઈથી નીચે પટકાઈ ગઈ હતી. જ્યારે જ્યારે આવી અકસ્માત ભરી ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાણીને દરેક લોકોએ ખૂબ જ ચેતી જવું જોઈએ આ ઉપરાંત આપણા અન્ય સગા સંબંધીઓ સુધી પણ આ ઘટનાની જાણકારી પહોંચાડવી જોઈએ..

જેથી કરીને દરેક લોકો તેમની જિંદગીની અંદર સાવચેત રહીને જીવન જીવે અને આવી દુઃખદ ઘટનાઓ બનતા પહેલા જ અટકી જાય. આ ઘટના સામે આવ્યા બાદ તેમના પરિવારના દરેક લોકો ઊંડા શોકમાં ડૂબી ગયા છે. ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો છે. આવનારા સમયમાં રુકસારન દરેક સપનાને તેનો પતી પૂર્ણ કરે એ પહેલા જ તેનું મોત થઇ જતા આફતોના આભ ફાટી નીકળ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *