Breaking News

કોરોના પછી આ નવો નિપાહ વાયરસ – નિપાહ ના કારણે કેરળમાં 12 વર્ષના બાળકનું મોત – આજે જ જાણો આ સાવચેતીના પગલાઓ..

કોરોનાના સંકટમાંથી હજુ બહાર આવી નથી રહ્યા ત્યાં તો એક નવો વાયરસ આવી પડ્યો છે લોકોના જીવ લેવા. જી હા મિત્રો, આજે અમે એક ચોંકાવનારા ખુલાસા વિષે તમને જણાવવા જી રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે તો અસંખ્ય લોકોના મોત નીપજ્યા છે પરતું હવે આ નવા નિપાહ વાયરસે (Nipah Virus) પણ લોકોને મોતની દસ્તક આપવાની ચાલુ કરી દીધી છે.

મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસોમાં છેલ્લા 1 અઠવાડિયાથી આઘાતજનક ઉછાળો નોંધાયો છે. જે કોરોનાની ત્રીજી લહેરના સંકેતો આપતા હતા. આ સાથે જ ચોમાસાની સીઝનના કારણે દેશના દરેક જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શરદી, તાવ અને ઉઘરસ તેમજ ડેન્ગ્યું – મેલેરિયાના કેસો પણ વધ્યા છે

ઉત્તર પ્રદેશમાં તો તાવ અને ઝાડા-ઉલટીના કેસોએ ૫૦ કરતા વધારે લોકોન જીવ લીધો છે. ત્યાની દરેક હોસ્પિટલો કે જ્યાં 100 બેડ અવેલેબલ છે તે હોસ્પિટલોમાં પણ 300 જણા એડમિટ થયેલા છે. આવી સ્થિતિઓની વચ્ચે આરોગ્ય વિભાગ જેટલી બને તેટલા મેનેજમેન્ટથી પરિસ્થિતિને હેન્ડલ કરી રહી છે.

ત્યાં જ કેરળના કોઝિકોડ નામના જીલ્લામાં નિપાહ વાયરસને (Nipah Virus) કારણે 12 વર્ષના બાળક ના  મોતની ખબરે લોકોને ભયભીત કરી દીધા છે. નિપાહ વાયરસથી સંક્રમિત થયા બાદ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રવિવારે સવારે તેનું મોત થયું હતું. દેશમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણના કેસોમાં નિપાહ વાયરસનો ખતરો વધતો જણાય છે.

NIV પુણેની સંસ્થાએ નિપાહ વાયરસનો ટેસ્ટ કર્યો હતો તેમાં પોસિટીવ મળ્યો હતો. જે બાળકનું મોત થયું છે તે બાળકનિહાળત પેહલેથી જ ગંભીર હતી. જેનું આજે સવારે મોત થયું છે. આ નવા નિપાહ વાયરસ (Nipah Virus) ના સંક્રમણને ફેલાવતા અટકાવા માટે તેમજ તે કેવી રીતે ફેલાઈ છે તેના રીસર્ચ માટે મંત્રીઓ અને અધિકારીઓની બેઠક મળી હતી.

અધિકારીઓનું કેહવું એમ છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરતું તેનાથી ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. અધિકારીઓ મેડીકલ ટીમોને કામે લગાડી દીધી છે. તેઓ તેના ટેસ્ટીંગ અને રીસર્ચ પર પુરતું ધ્યાન આપશે. મૃત્યુ પામેલા 12 વર્ષના નાના બાળકને પેહલા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં ધકાહ્લ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.

નાના બાળકના આ વાયરસના લક્ષણો દેખાતા જ તેના પરિવાર તેમજ આડોશ-પડોશમાં રેહતા લોકો તેમજ આજુબાજુના ગામવાળાના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ છેલ્લા 12 દિવસથી જે લોકો સંપર્કમાં આવ્યા છે તે લોકોને શોધી શોધીને કવોરનટાઈન કરવામાં આવ્યા છે.

આ નિપાહ વાયરસ આજકાલનો નથી પરતું તેના કેસો આ આગાઉ ૨૦૧૮માં કેરળમાં જ જોવા મળ્યા હતા. આ વાયરસ સામાન્ય રીતે ચામાચીડીયાની લાળમાથી જ ફેલાઈ છે.

નિપાહ વાયરસના લક્ષણો ( Symptoms of Nipah virus ) : 

  • તાવ
  • માથાનો દુખાવો
  • ઉધરસ
  • સુકુ ગળું
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ઉલટી
  • ગંભીર લક્ષણો આવી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *