Breaking News

નવરાત્રી-દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં થયા મોટા કડાકા, આટલો નીચો ભાવ તમે ક્યારેય નહી જોયો હોઈ… જાણી લ્યો તાજા ભાવ..!

પરિવારનું જીવન ગુજરાન કેવી રીતે ચાલશે તેની ઉપાદી ઘરના પુરુષો કરતાં હોય છે, પરંતુ ઘર વપરાશની ચીજ વસ્તુઓને કેવી રીતે સસ્તા ભાવે ખરીદી શકાય તેમ જ ઘર ખર્ચ ઓછો કરીને વધુથી વધુ પૈસાને બચાવી શકાય તેની તમામ જવાબદારી ઘરની મહિલાઓ ઉપર હોય છે, ઘરની રસોઈથી માંડીને ઘરકામના દરેક પગલાંઓ સુધી મહિલાઓ જવાબદાર છે..

અત્યારે મોટા ભાગની મહિલાઓનો એક પ્રશ્ન હોય છે કે, દિવસ દરમિયાન વધતી જતી મોંઘવારીએ સામાન્ય વ્યક્તિઓનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે, અમુક ચીજ વસ્તુઓના ભાવ આટલી બધી આસમાનની ઊંચાઈ હોય અડકી ગયા છે કે, તેને ખરીદતા પહેલા પણ સામાન્ય વ્યક્તિઓને બે વખત વિચાર કરવો પડે છે..

તો કેટલાક લોકો તો એ વસ્તુઓ વગર જ પોતાનું જીવન ગુજરાન ચલાવી લેવાનું પણ હવે શીખી ગયા છે, છેલ્લા કેટલાક સમયથી આ ભાવ વધારાની સામે દરેક મહિલાઓ ખૂબ જ નારાજ હતી. પરંતુ જેમ જેમ તહેવારોનો સમય નજીક આવતો ગયો છે, તેમ તેમ હવે એક રાહતના સમાચાર આવ્યા છે..

હાલ સીંગતેલના ડબ્બાના ભાવની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, છેલ્લા બે અઠવાડિયાથી સતત ઘટાડો થતાં મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે, સિંગતેલનો ડબ્બો એક સમયે 3200ને પાર પહોંચી ગયો હતો અને હવે ધીમે-ધીમે ભાવ ઘટતાની સાથે અત્યારે સીંગતેલના નવા ડબ્બાના ભાવ 2650 થી 2700 રૂપિયા સુધીના નોંધાયા છે..

જે લોકો સીંગતેલ નો વપરાશ ખાવા પીવાની ચીજ વસ્તુમાં કરી રહ્યા છે, તેમના માટે આ રાહતના સમાચાર છે, ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ અત્યારના દરેક મંડીઓની અંદર મગફળીના નવા પાકની આવક શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. નવા પાકની આવક આવતાની સાથે જ મિલોની અંદર પણ મગફળીનું મબલક પ્રમાણમાં તેલ નીકળી રહ્યું છે..

ઉત્પાદન વધવાને કારણે ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, અત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, ગોંડલ, ધોરાજી અને જામનગર સહિત ઘણા બધા માર્કેટયાર્ડની અંદર રોજબરોજ ખૂબ જ મોટા જથ્થામાં મગફળીની નવી આવક દેખાઈ આવી છે. આ સાથે સાથે સીઝનમાં સારો વરસાદ નોંધાયો તેમજ કેટલાક ખેડૂતોએ પાકનો લાભ લીધો હતો..

જેના કારણે મગફળીનો પાક એકંદરે સારોની નીવડ્યો છે. મબલક પ્રમાણમાં પાકનું ઉત્પાદન થવાને કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આવનારા સમયની અંદર ભાવની અંદર ઓછામાં ઓછા 100 રૂપિયાનો ઘટાડો થશે તેવી શક્યતાઓ મગફળી ખરીદતા વેપારીઓએ વ્યક્ત કરી છે..

વેપારીઓનું કહેવું છે કે, અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી થઈ રહી છે. જેમાંથી મોટાભાગની મગફળી ઓઇલ રિફાઇનરીની અંદર તેલ નીકળવા માટે જઈ રહી છે, તેલનું મબલ્લ પ્રમાણમાં પ્રોડક્શન નીકળવાને કારણે બજારની અંદર આવનારા સમયમાં હજુ પણ થોડો ભાવ ઘટશે તેવી આશંકાઓ તેઓએ વ્યક્ત કરી છે..

આ અગાઉ પણ બે અઠવાડિયા પહેલા સિંગતેલના ભાવની અંદર 70 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને ત્યારબાદ અનુક્રમે 15,20 અને 35 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને હવે એક સાથે કુલ 120 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 2650 થી 2700 રૂપિયા સુધી પહોંચી ગયા છે, આ સાથે સાથે સનફ્લાવર અને કપાસિયા તેલમાં પણ નોંધનીય ઘટાડો દેખાઈ રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *