Breaking News

નવરાત્રીના રંગમાં રંગાયા અમેરિકાના ભુરીયા, તેમના ગરબા જોઈને પેટી પકડીને હસવા લાગશો.. જુવો વિડીયો..!

નવરાત્રીએ માતાજીની આરધના સાથે જોડાયેલો તહેવાર છે. ગુજરાતીઓ નો સૌથી પ્રિય અને આખા વિશ્વમાં ગુજરાતીઓનું નામ રોશન કરનાર આ તહેવારની બોલબોલા હવે તો વિદેશમાં પણ થવા લાગી છે. વિદેશી ભુરીયાઓ પણ હવે ભારતીય સંસ્કૃતિમાં રસ દાખવવા લાગ્યા છે..

અત્યારે ગુજરાતમાં ગુજ્જુઓ પાછળના બે વર્ષ નવરાત્રી નોહતી થઈ તેનું સાટુ આ વર્ષે વાળવા માટે સાંજે દાંડિયા લઈને મેદાનમાં ઉતરી જાય છે ત્યારે વિદેશમાં પણ ભુરીયાઓ ગરબાના તાલે ઘૂમતા હોઈ તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો..!

ગરબાનો ક્રેઝ ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ વિદેશી લોકોને પણ છે. વિદેશમાં રહેતા ભારતીય લોકોની સાથે સાથે કેટલાક ફિરંગીઓ પણ ગરબાની તાલે નાચતા જોવા મળે છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને પણ મજા આવી જશે અને તમે પણ તમારા પગ થિરકાવવા લાગશો.

આ વિડીયોમાં અમેરીકાના ડાન્સિંગ ડેડ Ricky Pond ને તો તમે સૌ ઓળખતા જ હશો. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તે ઘણા બોલીવૂડ સોન્ગ પર ડાન્સ વીડિયો બનાવીને અપલોડ કરી ચૂક્યા છે. તેમની લોકપ્રિયતા એટલી બધી છે કે વીડિયો અપલોડ કરતા જ તેના પર લાખો વ્યૂઝ આવી જાય છે.

હાલમાં લવયાત્રી ફિલ્મના સોન્ગ છોગાડા તારા પર બાળકો સાથે ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા છે. રિકી પોન્ડ અને તેમની સાથેના બાળકોએ આ નવા વીડિયોમાં દરેક સ્ટેપ્સનું સંપૂર્ણ રીતે સંકલન કર્યું છે. પોન્ડ અને બાળકો પરંપરાગત ભારતીય પોશાક પહેરીને ગરબા રમી રહ્યા છે. આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યૂઝ છે.

 

View this post on Instagram

 

A post shared by Ricky Pond (@ricky.pond)

સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયો પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. લોકો રિકીના આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો હવે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થતા સમય નથી લાગતો. આ પહેલો વીડિયો નથી કે જેને લોકોએ આટલો પસંદ કર્યો હોય. રિકી જ્યારે પણ કોઇ વીડિયો પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *