Breaking News

નવરાત્રીમાં વરસાદની મોટી આગાહી : ખૈલેયાઓ ખાસ વાંચે – કઈ જગ્યાએ કેટલો પડશે વરસાદ .?

હાલમાં વરસાદ પડવાનું કારણ ચોમાસાની વિદાય વખતે ઘણી  વખત આવા ઝાપટાં પડતા હોય છે. અરબ સાગરની હવામાં હજુ પણ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે તેથી તે ભેજના કારણે ગુજરાતમાં નવરાત્રીના પાવાના પર્વની વચે જ વરસાદ લાવશે તેવું અનુમાન છે. કારણકે કે સામાન્ય ભેજ પણ વરસાદને ખેચી લાવે છે.

નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે  વરસાદ થાય. પરંતુ આ વરસાદ ચોમાસાની વિદાય વચ્ચે માવઠાં  જેવો ગણી શકાય. દર વર્ષે મેઘરાજા વિદાય લેતી વખતે ગાજવીજ વીજળીના કડાકા ધડાકા સાથે વરસતા હોઈ છે. તેવી જ રીતે આ વર્ષે પણ કડાકા સાથે જ વિદાય લેશે.

આખા રાજ્યમાં એક તરફ નવરાત્રીના તહેવારના આનંદ ખુબ હર્સોઉંલાસથી ચાલી રહ્યા છે. ખેલૈયાએ ગરબામાં માંડ માંડ મજા આવી જ છે કે તેઓ માટે માઠા સમાચાર આવી ચુક્યા છે. આ સમાચાર સાંભળતા જ તેઓની રમઝટ બંધ પણ થઈ શકે છે. કારણ કે હવામાન વિભાગે એવી આગાહી આપી છે કે જે સાંભળતા જ ગરબા રસિકોને આંચકો લાગ્યો છે.

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સિઝનનો મોટા ભાગનો વરસાદ ખાબકી ચુક્યો છે જો કે હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ જેથી વરસાદ પડવાની સંભાવનાઓ સેવી શકાય પરતું અગાઉ રાજ્યમાં ખાબકેલા વરસાદ બાદ વાતાવરણમાં હજુ પણ ભેજ જોવા મળી રહ્યો છે જેની અસરને કારણે નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સહિત ના અન્ય શહેરોમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સાથે સાથે સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં સિઝનનો લગભગ 96 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં થોડા ઘણા અંશે જ વરસાદની ઘટ જોવા મળી રહી છે એવામાં જો હવામાન વિભાગની આગાહી સાચી પડે તો બાકી રહેલી ઘટ પણ પૂરી થવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી, તે પૂર્વે રાજ્યના 25 જેટલા તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડીને 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જેમાં ગીર-સોમનાથના તલાલા તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લાઓમાં હળવા ઝાપટા પડ્યા હતા.

વલસાહ શહેરના તિથલ રોડ, અબ્રામા, મોગરાવાડી સહિતના વિસ્તારો ઉપરાંત રાજ્યભરમાં હાલ સોસાઈટીઓના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ શનિવારે મૂશળધાર વરસાદથી ગરબાના સ્થળો પણ પાણીથી તરબોળ થયા હતા. જો કે પાણી ઉતરી ગયા હતા અને જમીન ભીની અને કાદવ સર્જાતાં ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહમાં ઓટ આવી હોય તેવી લાગણી વ્યકત કરાઇ રહી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કામચોર મહિલાએ તેના 4 બાળકોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ભૂસકો લગાવી દીધો, કારણ જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

25593664738737b0d26dca99c375656a આધુનિક સમયમાં સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. મહિલાઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *