Breaking News

નવરાત્રીમા માં અંબે ને પ્રસન્ન કરવા અર્પણ કરો આ ફળ, પછી અટકેલા કામ ઝડપી પુરા થશે..

મા આદિશક્તિના પવિત્ર નવરાત્રીના દિવસો હાલ ચાલી રહ્યા છે. દરેક જગ્યાએ મા અંબેની પૂજા અર્ચના થઇ રહી છે. કોરોના વાયરસમાં પણ માતાજીની ભક્તિ લોકો પૂરી શ્રદ્ધાથી કરી રહ્યા છે. નવરાત્રીમાં જો તમે પણ ઘરે રહીને માતાજીની પૂજા કરતા હોવ તો પૂજા વિધિને લઇને આ ખાસ વાતની જાણકારી તમને હોવી જોઇએ.

દરેક માઇ ભક્ત ઇચ્છે છે કે નવરાત્રીમાં મા અંબે તેના પર પ્રસન્ન થાય અને માના આશીર્વાદ તેના પરિવારને મળે. જો કે તે વાત પણ એટલી સાચી છે કે મા ભવાની તો ભક્તની ભાવનાની ભુખી છે. સાચા મનથી કરેલી દરેક પ્રાર્થના મા સાંભળે છે. તેમ છતાં શાસ્ત્રોમાં માતાજી નવે નવ દિવસ કેવા ફળો અર્પિત કરવા જોઇએ તે અંગે જાણકારી આપી છે.

જે અંગે માઇ ભક્તોને જાણકારી હોવી જોઇએ. તો તમે પણ વાંચો કે નવે નવ દિવસ માતાજીને કેવા કેવા ફળો ચડાવવામાં આવે છે. જો યથાશક્તિ તમારા માટે આ શક્ય હોય તો તમે પણ આ વાતનું અનુસરણ માતાજીની પૂજા વખતે કરી શકો છો

પહેલા દિવસે મા શૈલપુત્રીને દાડમનું ફળ ચડાવવું જોઇએ. કહેવાય છે કે માતાજીને આ ફળ પ્રિય છે. વળી આ સીઝનમાં દાડમ પણ સારા મળે છે. બીજા દિવસે મા બ્રહ્મચારીણીને સફરજનનો ભોગ ચડાવવામાં આવે છે. ત્રીજી દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેવાં લાલ સફરજન કે 3 કેળા ભોગ તરીકે અર્પણ કરવા જોઇએ.

ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા થાય છે. આ દિવસે માતાજીને નાસપતિ એટલે કે જમરૂખનો ભોગ લગાવવામાં આવે છે. યાદ રાખો કે માતાજીને હંમેશા એકી સંખ્યા એટલે કે 1, 3 કે 5 એ ક્રમમાં ભોગ ચડાવવો જોઇએ.

પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે ત્યારે માતાજીને મીઠી દ્રાક્ષ ચડાવવી જોઇએ. ષષ્ઠીના દિવસે મા કાત્યાયનીને જામફળની પ્રસાદી આપવામાં આવે છે.

સપ્તમીમાં કાલરાત્રીની પૂજામાં માતાજી સાત ચીકુ ચડાવવા જોઇએ. અને તેનાથી સપ્તમીની પૂજા કરવી જોઇએ. અષ્ઠમીમાં મહાગૌરીને સીતાફળનો પ્રસાદ ચડાવવો જોઇએ. નવમીના રોજ માં સિદ્ધિદાત્રીની પૂજા માટે 9 સંતરાનો પ્રસાદ ચડાવવો જોઇએ. ધ્યાન રાખો કે સંતરા મીઠા હોવા જોઇએ

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *