Breaking News

નવરાત્રીમા ભૂલથી પણ ન ભૂલશો આ પાંચ વાતો, ઘરમાં હમેશાં રહેશે સુખ, શાંતિ અને સ્મૃદ્ધિ..

આ વખતે નવરાત્રી 7 ઓક્ટોબર શુક્રવારથી શરૂ થાય છે. આ નવ દિવસોમાં આપણે માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ. માતાજીનાં આશીર્વાદ મેળવવા માટે અનેક ઘરમાં અખંડ દિવો રાખવામાં આવે છે સાથે ભાવિ ભક્તો અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પવિત્ર નવ દિવસમાં આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

તો આવી ધ્યાન રાખવા જેટલી કેટલીક મહત્તવની વાતો કઇ છે તે જોઇએ. નવરાત્રીમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે. નવરાત્રી શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે. નવરાત્રીમાં માતાજીની મૂર્તિની સામે લાલ ફૂલ ચઢાવવા જોઈએ. આ દરમિયાન મનથી, વચનથી અને કર્મથી કોઇનું ખરાબ ન કરવું જોઇએ.

જો તમે વ્રત ના રાખ્યું હોય તો પણ શુદ્ધતાનું ધ્યાન રાખો જેથી શુભતા અને શુભત્વનું આગમન થઇ શકે. સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે. દિવસમાં એક કે બેવાર દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. જો તમે દુર્ગા સપ્તશતીના પાઠ ના કરી શકો તો તમારે કુંજિકાસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. કુંજિકાસ્ત્રોતના પાઠથી સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના પાઠનું ફળ મળે છે.

નવરાત્રીમાં સૂર્યોદય પહેલા ઉઠો અને સૂર્યાસ્ત પછી જ ઉંધો, એટલે કે દિવસે સૂવું નહીં. દેવીનું આહવાન, પૂજન, વિસર્જન અને પાઠ વગેરે સવારે કરવા જ શ્રેષ્ઠ હોય છે. સવારે માતાજીનું નામ લેશો તો સારું ફળ મળે છે. પૂજાસ્થાને ગાયના ધીથી માતાજીની અખંડ જ્યોત જરૂર લગાવવી જોઈએ.

નવરાત્રી દરમિયાન સાફ અને પવિત્ર કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ. નવરાત્રીમાં માતાજીને રોજે સ્વચ્છ પાણી અર્પણ કરવામાં આવે તો તે જલદી પ્રસન્ન થાય છે. પૂજાના સ્થાને ગંગાજળ અવશ્ય મુકવું જોઈએ. જેથી તમે રોજે આ જગ્યાને પવિત્ર કરી શકો. આ સાથે પોતાના ઘરને પણ સ્વચ્છ રાખો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *