રોજ રોજ ગુનાખોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ કળિયુગના સમયમાં માનવતાના દર્શન કરાવતો એક કિસ્સો ધોરાજી માંથી સામે આવ્યો છે. આ બનાવ સામે આવતાની સાથે જ કોઈ લોકો ઈમાનદારી દાખવનાર યુવકની ખૂબ જ શાબાશી આપી રહ્યા છે. અને ચારેબાજુ તેના વખાણ કરી રહ્યા છે.
હકીકતમાં ધોરાજીમાં રાધિકા પાણીપુરી સેન્ટર નામની લારી ચલાવનાર તેમજ નાસ્તો વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા યુવકે માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ સાબિત કર્યું છે. તે જેતપુર રોડ ઉપર પોતાની લારી રાખીને નાસ્તા નો ધંધો કરતો હતો. આ યુવકનું નામ દીપક ભાઈ પ્રજાપતિ છે..
તેમની લારી ઉપર એક દિવસ જામકંડોરણા ગામનો પરિવાર નાસ્તો કરવા માટે આવ્યો હતો. વાતો કરતા કરતા પરિવારના એક સભ્યને પોતાનું પાકીટ લારી ઉપર મુક્યું હતું. એ પાકીટની અંદર ત્રણ સોનાની વીંટી તેમજ એક સોનાનો સેટ અને મોબાઇલ ની સાથે સાથે ઘણા બધા રોકડ રૂપિયા પણ હતા..
નાસ્તો કરવામાં પરિવાર એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે, નાસ્તો કરીને જતી વખતે આ પાકીટ લારી પરથી લેવાનું ભુલાઈ ગયું હતું. અને પરિવાર પોતાના ઘરે જામકંડોરણા પહોંચી ગયો હતો. નાસ્તાની લારી ચલાવતા દીપક પ્રજાપતિને આ પાકીટ ઉપર નજર પડતાની સાથે જ અંદાજ આવી ગયો કે નક્કી આ પાકીટ જામકંડોરણાના પરિવારનું છે..
એટલા માટે તેઓએ આ પાકીટને સાચવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું હતું. ત્યારબાદ તેઓએ જામકંડોરણાના પરિવારનો કોન્ટેક કરવા ની કોશિશ કરી હતી. બીજી બાજુ પરિવારજનોને પણ પોતાના ઘરે પહોંચ્યા બાદ ચિંતા થવા લાગી હતી કે આખરે પાકીટ કઈ જગ્યા પર ભુલાઈ ગયું હશે..?
તેઓ અન્ય કોઈ બાબત વિચારે એ પહેલાં નાસ્તાની લારી ચલાવતા દીપકભાઈ પ્રજાપતિએ આ પાકીટ ના અસલી માલિક મોહિત ભાઈ મકવાણાને શોધી લીધા હતા. અને તેઓની ખાતરી કરીને તેમજ અમુક પ્રશ્નોના જવાબ પૂછીને તેઓને આ પાકીટ સોંપી દીધું હતું. ખરેખર ઘોર કળિયુગ ના સમયમાં આ પ્રકારની માનવતા અને ઈમાનદારી ના દ્રશ્ય ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે..
દીપકભાઈ પ્રજાપતિ નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમની આ ઈમાનદારી અને માનવતા જોઈને ભગવાન એક દિવસ તેમને જરૂર સફળતાના દરેક પગલાને ચડાવશે. મોહિતભાઈ મકવાણાએ દીપક પ્રજાપતિનો ખૂબ જ આભાર માન્યો હતો..
કારણકે આ પાકીટની અંદર અંદાજે બે થી ત્રણ લાખ રૂપિયાનો કિંમતી ચીજવસ્તુઓ હતી. છતાં પણ દીપકભાઈનું મન ડગમગ્યુ હતું નહીં અને તેઓએ તેમની અંદર રહેલી ઈમાનદારી દેખાડી હતી અને પરિવારને આ પાકીટ સોંપ્યું હતું. જામકંડોરણાના આ પરિવારજનોએ દીપકભાઈ નું વિશેષ સન્માન કર્યું હતું અને તેમની પ્રામાણિકતાને બિરદાવી હતી.
આગળ પણ પાટણના એક રિક્ષા ચાલકને રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા એક વડીલના કીમતી દાગીના ની થેલી ભૂલી જતાં તેઓને પરત આપી હતી. આ રિક્ષાચાલકે વડીલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધું હતું. બે દિવસની મહેનત બાદ રિક્ષા ચાલકે આ વડીલને શોધ્યા હતા. અને તેઓના હાથે સોનાના દાગીના ભરેલી થેલીને પરત કરી હતી. હકીકતમાં માનવતા અને ઈમાનદારી ના આવા શ્રેષ્ઠ દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]