ગાય માતાને સૌ કોઈ લોકો પૂજતા હોય છે. પરંતુ અમુક ઇસમો અવારનવાર ગાય માતા જેવા મૂંગા જીવોને હેરાન ગતિ પહોંચાડતા હોય છે. ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં આવેલા રાત્રિના સમયે પાંચથી છ ગાયોનું ટોળું બેઠું હતું. એ સમય દરમિયાન દારૂનો નશો કરીને આવેલા એક ઇસમે ગાયોની પાછળ ટ્રેક્ટર દોડાવ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ જાણવા મળ્યું છે કે, દહેગામની ફ્લોરા સોસાયટી પાસે એક ગ્રાઉન્ડ આવેલું છે. જ્યાં રાત્રિના સમય પર ચારથી પાંચ ગાયો બેસીને આરામ કરી રહી હતી. આ સોસાયટીના થોડા ઘણા રહીશો પણ આ ગ્રાઉન્ડમાં પોતાના મિત્રો સાથે બેઠા હતા. એ સમય દરમિયાન એક શખ્સ ટ્રેક્ટર લઈને આ ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો હતો અને જોરજોરથી ટ્રેક્ટરનો અવાજ કરી રહ્યો હતો..
શરૂઆતમાં તો આ ગ્રાઉન્ડમાં બેઠેલા કોઈ પણ લોકોએ ટ્રેક્ટર તરફ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ ધીમે ધીમે આ શખ્શે ટ્રેક્ટરને ફૂલ ગતિએ ગોળ દોડાવવાનું શરૂ કરી દીધું હતું. અને ગાયોના ટોળાની પાછળ ટ્રેક્ટર દોડાવવા લાગ્યો હતો. આ જોતાની સાથે જ ગ્રાઉન્ડમાં બેઠેલા રહીશો તેને રોકવા માટે મથામણ કરતા હતા. અને ગાયોને બચાવવા માટે જરૂરી રસ્તો અપનાવતા હતા..
એવામાં ચારથી પાંચ ગયો ગ્રાઉન્ડની બહાર નીકળી ગઈ હતી. પરંતુ એક ગાય .ગ.ર્ભ.વ.તી. હોવાને કારણે વજન વધારે હતો. એટલા માટે દોડી શકતી હતી નહીં. અને ટ્રેક્ટર ચલાવનાર શખ્સે ગાય પર ટ્રેકટર ચડાવી દીધું હતું. ટક્કર લાગતાની સાથે ગાય નીચે પડી ગઈ હતી. અને તરફડીયા મારવા લાગી હતી.
આ બનાવ બનતા જ ગ્રાઉન્ડમાં બેઠેલા સૌ કોઈ લોકો તેની પાસે પહોંચ્યા હતા. પરંતુ ગાય તરફડિયાં મારીને મોતને ભેટી ગઈ હતી. ટ્રેક્ટર ચાલક અને રહીશ લોકોએ નીચે ઉતાર્યો હતો અને તપાસ કરી તો જણાયું કે આ યુવક નશામાં એકદમ ધુત હતો. રહીશો લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી લીધી હતી..
એવામાં તો ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સોસાયટીના લોકોએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ટ્રેકટરચાલકની તરફેણમાં ભાજપના અમુક આગેવાનો પહોંચી ગયા હતા. એટલા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવતી હતી નહીં.
બીજા દિવસે સવારે અમુક લોકો ગ્રાઉન્ડ પર આવ્યા હતા અને ફરિયાદ દાખલ નહીં થાય તેમજ ગાયનો પોસ્ટમોર્ટમ કરવું પડશે. તેમ કહીને એક ટ્રાયલ ની અંદર એક ભાઈને લઈ ગયા હતા. આ ગાયને કઈ જગ્યા પર લઈ જવામાં આવી છે. તેની કોઇ જાણકારી મળી નથી. પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું છે કે ગાયોની પાછળ ટ્રેક્ટર લઈને ઝડપે દોડનાર વ્યક્તિનું ખેતર આ ગ્રાઉન્ડ ની બાજુમાં આવેલું છે..
પરંતુ રાજકીય આગેવાનોની ઓળખાણના કારણે તેની વિરુદ્ધ ગાયની હત્યાની કલમો નહીં પરંતુ સામાન્ય કલમ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હકીકતમાં મૂંગા જીવો સાથ ખુબ જ ખોટું થઇ રહ્યું છે. આશા રાખીએ કે આવા લોકોની તાત્કલિક ધરપકડ કરવામાં આવે અને જરૂરી સજા મળે જેથી કરીને બીજી વાર આ પ્રકારની હરકત કોઈ વ્યક્તિ ન કરે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]