Breaking News

નસીબ નો ખેલ ! અચાનક જ કોલ આવ્યો કે 25 લાખની લોટરી લાગી છે, પછી જે થયું એ જાણીને તમને વિશ્વાસ નહી આવે..!

તમે રોજની જેમ પોતાના અને પરિવારના દરેક સપના પુરા કરવા માટે તનતોડ મહેનત કરીને  પોતાનું કામ કરી રહ્યા હોવ અને અચાનક જ કોલ આવે કે તમને 25 લાખની લોટરી લાગી ગઈ છે. તો શું કરશો? લગભગ તમારી ખુશી નો પા નહી રહે , તમે ચારે કોર ઊછળ કુદ કરવા લાગશો.. આવું જ અમદાવાદના એક યુવક સાથે થયું હતું…

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રેહતો મુકેશ લાલવાનીને અચનાક જ એક કોલ આવ્યો હતો કે તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. આ સાંભળતા જ મુકેશ ભાઈ ખુશીના માર્યા ઉછળ કુદ કરવા લાગ્યા હતા. તેની ખુશી નો કોઈ પાર રહ્યો નોહતો. તેણે આ વાત ઘરના સભ્યોને પણ જણાવી દીધી હશે.

આ કોલ તેમને દિલ્હીથી આવ્યો હતો. કોલમાં કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ રૂપે રાણા રતનસિંહ કહ્યું હતું. તે JIO KBC માંથી બોલે છે તેવું કહ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુકેશભાઈ તમને JIO KBC તરફથી 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. તમે લક્કી મેમ્બર બની ગયા છો. તમારે આ લોટરીના પૈસા મેળવવા માટેની પ્રોસેસ તમારા મોબાઈલમાંથી કરવી પડશે.

મકેશભાઈ એ 25 લાખ આવતા હોઈ તો એક નાનકડી પ્રોસેસ કરી નાખીએ એમ વિચારીને રાણા રતનસિંહ નામના યુવકની વાતો માનવા લાગ્યા હતા. તેઓને એવી તો શું ખબર કે 25 લાખના બહાને મારી સાથે સ્કીમ થઈ જશે. લોટરીવાળા એ કહ્યું કે 25 લાખની લોટરીના ટેક્સ માટે તમારે 3 હાજર રૂપિયા ગુગલ પે મારફતે ભરવા પડશે.

મુકેશભાઈ એ તરત જ આ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ લોટરી ટ્રાન્સફરના બહાને જુદા-જુદા કુલ 1 લાખને 46 હજાર રૂપિયા લોટરીવાળા એ મુકેશભાઈ પાસેથી મેળવી લીધા હતા. અને પૈસા આવી જતા મોબાઈળ સ્વીચ ઓફ કરી દીધો હતો. આ ઘટના થતા જ મુકેશભાઈને કૈક ખોટું થયું છે તેવી શંકા ગઈ અને તેઓએ પોલીસની મદદ લીધી છે.

આમ અજાણ્યા યુવક સાથે વાતચિત કરીને આટલી મોટી રકમ તેને મોકલી દેવી એ કેટલું યોગ્ય. દરેક નાગરિકે આવા સ્કેમ કરનાર લોકોથી દુર રેહવું જોઈએ. કોઈ અજાણ્યા યુવક નો કોલ આવે તો તરત જ કાપી નાખવો જોઈએ. આવા ઠગાઈ કરનાર લોકોને સાઈબર ક્રાઈમની ટીમ પકડે છે. તેઓ અનેક નત નવીન સિક્યુરીટી વિકસાવીને બેઠેલા હોઈ છે તેથી તેઓને પકડવા પણ મુશ્કેલ હોઈ છે.

છતાં પણ આપડો સાઈબર ક્રાઈમ વિભાગ તેમને ધરતી ફાડીને પણ ગોતી કાઢે છે અને સજા ભેગો કરી દે છે. ઓનલાઈન ઠગાઈના ઘણા કિસ્સાઓ જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. હમણા જ મેઘાણી નગરના એક વેપારી સાથે પણ છેતરપીંડી થઈ હતી. OLX પર પ્રિન્ટર વેચવા બાબતે એક યુવકે વેપારી પાસે એક કોડ મોકલીને તેમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તેમજ 10 હજાર રૂપિયા પણ ઉઠાવી લીધા હતા. મેઘાણીનગરમાં બ્રિજેશ પરિખ તેના પરિવાર સાથે રહે છે. તેમનો ધંધો બંધ થતાં તેમણે ર્ંન્ઠ પર પ્રિન્ટર વેચવા માટે મૂક્યુ હતુ. બાદમાં બાપુનગરના બબલુકુમારે ર્ંન્ઠ પર જાહેરાત જોઇને બ્રિજેશને ફોન કર્યો હતો. બાદમાં રૃ. ૧૦ હજારમાં પ્રિન્ટરનો સોદો થયો હતો.

બીજા દિવસે ફરીથી બબલુકુમારે ફોન કરીને બ્રિજેશને કહ્યુ કે, હું તમારા પેટીએમમાં એક રૃપિયો મોકલું છું જો તમારામાં આવી જાય તો પછી હું બાકીનું પેમેન્ટ કરી આપું છે.ત્યારબાદ બબલુકુમારે બ્રિજેશને વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલીને કહ્યુ કે, આના પર ક્લિક કરશો તો તમારામાં રૃપિયા ૧૦ હજાર આવી જશે. જેથી બ્રિજેશે ક્લિક કરતા ટુકડે ટુકડે બેંક એકાઉન્ટમાંથી રૃ. ૧૦ હજાર ઉપડી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *