Breaking News

નર્સિંગનો અભ્યાસ કરતી દીકરીએ પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ હોસ્ટેલની રૂમમાં જઈને ખાઈ લીધો ફાંસો, જાણો ફોન પર એવું તો શું કહ્યું કે…?!!

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીવયના યુવક-યુવતીઓ કોઈને કોઈ કારણોસર આપઘાત કરવા લાગ્યા છે. ભવિષ્યના ટેન્શનના કારણે તેમજ અત્યારના ભણતર અને પારિવારિક મેણા-ટોણા તેમજ માતા પિતાના સપના પુરા કરવા અંગે ઘણાં બાળકોને ખુબ જ ચિંતા રહેતી હોય તેમની સાથે સાથે ઘણા બાળકો પરિવારને મદદરૂપ બનવા માટે નોકરીઓ પણ કરતા હોય છે.

પરંતુ વિદ્યાર્થી ઉમરમાં બાળકોને કંઈકને કંઈક ચિંતાને કારણે અંતિમ આપઘાતનું પગલું ભરી લે છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર વિદ્યાર્થી ઉમરમાં આપઘાત કરવાનો કેસ સામે આવ્યો છે. હાલ બતાવી દે તેવો એક બનાવ રાજકોટ જિલ્લાના શાપર પાસે ભવાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાંથી સામે આવ્યો છે.

આ કોલેજમાં મેંદરડા અણિયારા ગામમાં રહેતી સ્વાતિ પાઘડાર અભ્યાસ કરે છે. સ્વાતી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તેની ઉંમર ૨૦ વર્ષની છે. ઘરેથી દૂર રહીને તે અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં રહેતી હતી. કોલેજમાં નિયમોનુસાર એક અઠવાડિયામાં દર રવિવારે ચાર વાગ્યા આસપાસ તેના પરિવાર સાથે અડધો કલાકમાં વાતચિત કરવાનો સમય આપવામાં આવતો હોય છે..

અને ત્યારબાદ તેને માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરવા માટે અનુમતિ આપવામાં આવતી નથી. સ્વાતીએ એ દિવસે તેના માતા-પિતા તેમજ કાકા કાકી સહિત પરિવારના તમામ લોકો સાથે વાતચીત કરી હતી. 4:30 વાગ્યે પરિવારજનો સાથે વાતચીત પૂર્ણ કરીને તે પોતાની હોસ્ટેલના રૂમમાં ચાલી ગઈ હતી.

અને ત્યાં તેણે પંખા સાથે ચુંદડી બાંધીને ફંદો તૈયાર કરી નાખ્યો હતો અને ત્યારબાદ ગયા ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની તેની સાથે રહેતી અન્ય એક વિદ્યાર્થીની રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેને જોયું કે સ્વાતી પંખાના હૂક સાથે લટકી રહી છે. આજે જોતાની સાથે જ તે જોર જોરથી ચીસાચીસ કરવા લાગી હતી..

અને ત્યારે ત્યાં જ ઢળી પડી હતી. તેવામાં હોટેલના તમામ સ્ટાફ હાજર થઇ ગયા હતા. સાથે કોલેજમાં સ્ટાફ પણ ત્યાં હાજર થયા હતા. અને શાપર પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક વિદ્યાર્થીની સ્વાતીનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો હતો..

તેમજ યુવતીની લાશને ફંદા પરથી નીચે ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. માત્ર 20 વર્ષની ઉંમરમાં દીકરી સ્વાતીને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે જીવ ગુમાવી દીધો છે. અને જીવનની તમામ માયા લીલા સંકેલી લીધી છે. આ બાબતને લઈને પોલીસે યુવતીના માતા-પિતા સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી..

તો સ્વાતીના માતા પિતાએ જણાવ્યું હતું કે સાથી એ જ્યારે છેલ્લે તે મને ફોન કર્યો હતો ત્યારે એકદમ બરાબર અવસ્થામા હતી. તેમજ ખૂબ જ ખુશ હતી. પરંતુ અચાનક જ તેનું શું થયું હશે કે તેના કારણે તેણે આપઘાત કરી લીધો છે. પરિવારની લાડકવાયી દીકરી સ્વાતીના મોતથી સમગ્ર પરિવારજનો શોકમગ્ન થયા છે.

પરિવાર પર આફટોના આભ ફાટી નીકળ્યા છે. ત્યારે સ્વાતિએ કયા કારણોસર આ પગલું ભર્યું છે. તે જાણવા માટે પરિવારજનોની સાથે સાથે પોલીસ પણ મથામણ કરી રહી છે. આ બાબતને લઈને અમે ગુજરાત પોસ્ટ માધ્યમથી વાલીઓને નમ્ર અપીલ કરવા જઈ રહ્યા છીએ. કે જો તમારા બાળકો ભણતરની બાબતને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હોય તો તેમને અવારનવાર સાંત્વના પાઠવતું રહેવું જોઈએ..

જેથી કરીને બાળકો ક્યારેય ન કરવાના પગલાં ન ભરે. તેમજ જો બાળકોને પરિક્ષામાં 5 કે 10 માર્ક્સ ઓછા આવે તો તેઓની જિંદગી ખરાબ થઇ જતી નથી. પરંતુ જો તેમને કોઈ બાબતોનું લાગી આવે તો તેઓ અણસમજને કારણે ન કરવાના પગલા ભરી બેસે છે. જેના કારણે તેમની જિંદગીની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોની જિંદગી પણ હંમેશા હંમેશા માટે ખરાબ થઈ જતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *