Breaking News

નર્મદા નદીમાં થયો ચમત્કાર, રામાયણની જેમ મહાકાય પથ્થર તરતો આવ્યો અને પછી જે થયું તે જોઈને ટાંટિયા કાંપવા લાગશે…

ઘોર કળિયુગમાં સામાન્ય રીતે ચમત્કાર જોવા મળતા નથી. પરતું  નર્મદા મૈયામાં જે ચમત્કાર જોવા મળ્યો છે, તે જોઈને એમ લાગ્યું કે આજે પણ રામાયણ કાળની આસ્થા અને શ્રધ્ધા હજુ પણ કાયમ છે. રામાયણ કાળમાં રાવણની લંકા સુધી પહોચવા માટે ભગવાન શ્રી રામે વાનર સેનાની મદદથી જે પથ્થરોનો સેતુ બનાવ્યો હતો. તેના પથ્થરો દરિયાના પાણીમાં તરતા હતા..

એવો જ એક પથ્થર આજે નર્મદા નદીમાં દેખાયો છે. રામ સેતુના પથ્થરોમાં તો સાક્ષાત ભગવાનનો હાથ હતો એટલે તે પાણીમાં તરતા હતા પરતું નર્મદા નદીમાં જે પથ્થર દેખાયો છે તે શું રામાયણ કાળ વખતનો હશે? તો ચાલો જાણીએ કે શું છે આ ચમત્કારિક પથ્થરની સાચી કહાની.. જે જાણીને તમે પણ દંગ રહી જશો..

નર્મદા જીલ્લાના કરજણ તાલુકામાં  દેરોલી ગામ છે. જે નર્મદા નદીના કાંઠે આવેલુ છે. ગામના લોકો અવાર-નવાર નદીમાં નાહવા માટે કે કપડા ધોવા માટે જતા હોઈ છે. પરતું એ દિવસે ગામના ત્રણ લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા ગયા હતા. તેઓ બરાબર નદીની વચ્ચો વચ પહોચ્યા ત્યાં તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી.

પેહલા તો આ અજાણી વસ્તુ જોઈને તેઓ ડરી ગયા કે આ શું હશે!! પછી તેમાંથી એક એ હિમ્મત દાખવીને ત્યાં નજીક જઈને જોવાનો પ્રયાસ કર્યો તો જોયુ કે એક પથ્થર તરી રહ્યો હતો. આ વાત અન્ય માછીમારોને જણાવી તો પેહલા તો તેઓએ મજાક સમજીને અવગણી હતી પરતું ત્યાર બાદ તેઓ પણ આ ચમત્કાર જોઈને ડઘાઈ ગયા હતા.

નર્મદા નદીમાંથી જે તરતો પથ્થર મળી આવ્યો છે. તે આશરે સાડા ચાર કિલો જેટલા વજનનો છે. તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. લોકોએ આ વાતને ચમત્કાર ગણવા લાગ્યા છે. તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં તેને જોવા માટે લોકો દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા.

રહસ્યમય અને ચમત્કારત્વ ધરાવતી વાતોને ફેલાતા વાર નથી લાગતી. આવી વાતો વાયુ વેગે પ્રસરવા લાગે છે. આ પથ્થરને જોઈને ગામના તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે આટલો વજનદાર પથ્થર પાણી પર કેવી રીતે તરી શકે છે? પથ્થરની ચકાસણી કરીને પણ જોઈ લીધું કે આ પથ્થર જ છે કે પ્લાસ્ટિકની કોઈ ચીજ છે.. પરતું હકીકતમાં તે પથ્થર જ છે.

આ પથ્થરને સૌ કોઈ પોતપોતાની રીતે ચકાસી જુવે છે કે આ પથ્થર ડૂબે છે કે કેમ? પરતું આખા ગામના લગભગ લોકોએ ચકાસણી કરી લીધી છે હજુ પણ કોઈ વ્યક્તિથી આ પથ્થર ડૂબ્યો નથી. એટલે આ પથ્થર રામાયણ કાળનો હશે તેમ માનીને લોકો તેને ચમત્કારિક અને ધાર્મિક પથ્થર માનવા લાગ્યા છે.

આ પથ્થરને માછીમારોએ ઉપાડીને ગામમાં લઈ આવ્યા છે અને આ પથ્થરને ગામના નર્મદા માતાજીના મંદિરે મૂકી દેવામાં આવ્યો છે. હાલ મોટી સંખ્યામં શ્રદ્ધાળુઓ પથ્થરને જોવા મંદિર આવી રહ્યાં છે. આ પથ્થરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર કહી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *