Breaking News

નરાધમે પડોશીની 7 વર્ષની દીકરીને ઉપાડી પીંખી નાખ્યા બાદ પતાવી દઈને ખેતરમાં દાટી દીધી, એક એક રુવાડું બેઠું કરી દેતી ઘટના..!

ઘણી બધી વખત એવી ઘટના બની જાય છે કે, આપણે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો હોય એ વ્યક્તિ જ આપણી સાથે દગો કરીને આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. આવા વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ અને માણસને ઓળખવાની કળા પણ દરેક વ્યક્તિએ શીખી લેવી જોઈએ..

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા એક પરિવાર સાથે અત્યારે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ છે. ગ્વાલિયરના રહીંયા વિસ્તારમાં એક પરિવાર રાજીખુશીથી જીવન જીવે છે. આ પરિવારજનોની આસપાસમાં રહેતા અન્ય એક વ્યક્તિના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. એટલા માટે તેમની કોલોની અંદર વધારે લોકોની ભીડ પણ સર્જાઈ ગઈ હતી..

એ વખતે પરિવારની સાત વર્ષની દીકરી દીપીકા અચાનક જ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેના માતા પિતાએ તેમની કોલોનીમાં યોજાયેલા લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેમની દીકરીને શોધવાની શરૂ કરી દીધી હતી. પરંતુ આસપાસ કોઈ પણ જગ્યાએથી સાત વર્ષની આ દીપિકાનો અતો પતો મળી આવ્યો નહીં..

એટલા માટે પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી કે, તેમની દીકરી ગુમ થઈ ગઈ છે. પોલીસે આ નીકળીને શોધવા માટે તપાસ પણ શરૂ કરી દીધી, પરંતુ ક્યાંયથી કોઈ હતો મળ્યો નહીં. જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા ત્યારે સાત વર્ષની દીપિકાના માતા પિતાએ જણાવ્યું કે, તેમને તેમના પડોશમાં રહેતા શેરૂ જાટવ નામના વ્યક્તિ ઉપર શંકા છે…

કારણ કે તેમની દીકરી છેલ્લે શેરુ જાટવ નામના વ્યક્તિ સાથે જોવા મળી હતી. જ્યારે શેરૂની પૂછપરછ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં તો તેને પોલીસને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું હતું. પરંતુ કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડયો અને તેને જણાવ્યું કે, જ્યારે તેમની કોલોનીની અંદર લગ્ન પ્રસંગમાં જાન આવી પહોંચી હતી..

ત્યારે લોકોની ભીડ ખૂબ જ વધી જવાને કારણે તેને સાત વર્ષની દીપિકા નામની આ પાડોશીની દીકરીને નજીકમાં જ આવેલા કમલસિંહ નામના વ્યક્તિના ખેતર પાસે લઈ ગયો હતો. ત્યાં જાડી જંગલ વિસ્તારમાં બાળકી સાથે તેને ન કરવાના કારનામા આચરી નાખ્યા હતા. બિચારી બાળકી તેના પડોશીની આ નરાધમ કરતુતોને સહન કરતી રહી હતી..

તેણે ઘણી બધી લડત પણ આપી પરંતુ તેના ઉપર તૂટી પડ્યો હતો, અને પોતાના ઈરાદા આચર્યા બાદ તેણે આ સાત વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને કમલસિંહના ખેતરની અંદર જ ખાડો ગાળીને તેની લાશને પણ ત્યાં દાટી દીધી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કોલોનીમાં પરત આવી ગયો હતો..

પોલીસે જ્યારે શેરૂ જાટવ નામના વ્યક્તિના મોઢેથી આ કહાની સાંભળી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. તો બીજી બાજુ સાત વર્ષની દીપિકાના માતા પિતા તો તેને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓ વિચારવા લાગે કે, તેમની દીકરી ઉપર એ સમયે શું વીતી હશે કે જ્યારે આ પડોશી નરાધમ તેમની દીકરીની લાજ લૂંટી રહ્યો હતો..

તેઓએ પોલીસને બે હાથ જોડીને નિવેદન આપતા જણાવ્યું કે, તેમની દીકરી સાથે ખૂબ જ મોટો અન્યાય થયો છે. અને તેનો જીવ પણ આ નરાધમે લઈ લીધો છે. આ નરાધમની કડક પૂછપરછ કરી વધારેમાં વધારે કડક સજા મળવી જોઈએ જેથી અન્ય કોઈ વ્યક્તિની દીકરીનો જીવ આવી રીતે ન જાય..

પોલીસે દીપિકાના માતા પિતાને વચન આપ્યું હતું કે, આ કાર્યવાહીની અંદર એકદમ કડકાઈ દેખાડવામાં આવશે. તેમજ ઘટના સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને છોડી મૂકવામાં આવશે નહીં, સાત વર્ષની દીકરીના મૃત્યુના આ કિસ્સાની અંદર સમગ્ર ગામના લોકો રોષે ભરાઈ ગયા છે..

લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી સૌ કોઈ લોકો માંગણી કરી રહ્યા છે. પોલીસના મોટા મોટા અધિકારીઓએ પણ જણાવી દીધું કે, આ વ્યક્તિને તેના ગુનાની સજા જરૂર આપવામાં આવશે અને સાત વર્ષની આ દીકરીને ન્યાય મળે તેવું દાખલો બેસાડવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *