જો પરિવારનો કોઈપણ સભ્ય અવળા રવાડે ચડી જાય છે. તો તેને સીધી દિશામાં પાછી લાવવાની જવાબદારી પરિવારના અન્ય સભ્યો ઉપર રહેલી હોય છે. તેમજ પરિવારના મોભી ઉપર રહેલી હોય છે. પરંતુ પરિવારના મોભી જો અવળા રવાડે ચડેલા હોય તો તેને સમજાવો ખૂબ જ મુશ્કેલ બાબત છે..
હાલ એક પરિવારે પરિવારના મોભીને સમજાવવા જતા મામલો બગડ્યો છે. જેના કારણે વ્યક્તિએ આઘાત પણ કરી લીધો છે. હકીકતમાં આ મામલો રાજકોટ જિલ્લાના કોઠારિયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાનો છે. વિરેન્દ્રસિંહ વર્ષોથી રિક્ષા ચલાવવાનું કામકાજ કરતા હતા..
અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પતિ-પત્ની ની સાથે સાથે સંતાનમાં એક દીકરો અને એક નાનકડી દીકરી છે. વિરેન્દ્રસિંહ પરિવારની તમામ જવાબદારીઓ અને પોતાના ખભે ઉપાડતા હતા. પરંતુ તેઓની એક કુટેવ પરિવારને વારંવાર ખુચતી હતી. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની કુટેવ હતી..
એટલા માટે પરિવાર તેમને વારંવાર આ કુટેવ છોડી દેવાનું જણાવતા હતા. પરંતુ વિરેન્દ્રસિંહને દારૂ પીધા વગર ચાલતું હતું નહીં. એટલા માટે તેઓ પરિવારજનોની વાતને મનમાં લેતા હતા નહીં. પરંતુ એક દિવસ તેમની દીકરીએ તેમને જણાવ્યું કે પપ્પા તમે દારૂ પીવાનું મુકી દો..
એ સાંભળ્યા બાદ વિરેન્દ્રસિંહ મનમાં એવું તો શું વિચાર આવ્યા છે કે તેઓ ઘર છોડીને જતા રહ્યા હતા. આશરે ચાર દિવસ સુધી વિરેન્દ્રસિંહ કોઈપણ પ્રકારનો અતો પતો ન મળતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. થોડા દિવસ બાદ અમુક લોકોને આજી ડેમમાંથી ૧ તરતી લાશ મળી આવી હતી..
ત્યારબાદ તેઓએ આજીડેમ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને આ બાબતની જાણ કરતાની સાથે જ તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ લાશને બહાર કાઢી હતી તપાસ કરતાં જણાયું કે આજ વિરેન્દ્રસિંહની છે કે જેઓ છેલ્લા ચાર દિવસથી ગાયબ હતા..
આ લાશની હાલત ખુબ જ ખરાબ હતી. ચાર દિવસથી પાણીમાં રહેવાને કારણે લાશ એકદમ કોહવાઈ ગઈ હતી. આ બાબતની જાણ જ્યારે વિરેન્દ્રસિંહ પરિવારજનોને થઈ ત્યારે તેઓ શોકમગ્ન થઇ ગયા હતા. કારણ કે પરિવારજનો તેમની કુટેવને છોડાવીને તેમને સારા રસ્તે વાળવા માંગતા હતા.
પરંતુ વિરેન્દ્ર સિંહ ને તેમની દીકરીની વાત લાગી આવતાં તેઓએ આપઘાત કરી લીધો છે. આ બનાવ બનતાની સાથે જ જાડેજા પરિવાર માં સૌ કોઈ લોકો શોકમગ્ન થયા છે. વિરેન્દ્રસિંહ જાડેજા ની ઉમર ૪૨ વરસની છે. પરિવારમાં એકદમ ખુશાલ માહોલ ચાલતો હતો. એવામાં પરિવારજનોએ વિરેન્દ્રસિંહને સીધા રસ્તે વાળવા જતાં જ વિરેન્દ્રસિંહ ને માઠું લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]