પરિવારમાં દાદા-દાદીનો તેમના પૌત્ર કે પૌત્રી ઉપરનો પ્રેમ કંઈક જુદો જ હોય છે. દરેક વડીલોને એવી આશા અપેક્ષા હોય છે કે, તેઓ તેમના પૌત્ર કે પૌત્રીને તેમના હાથેથી ઉછેર કરી શકે અને તેમનામાં સંસ્કારોનું સારું વાવેતર કરી શકે પરંતુ અત્યારે એક દાદી સાથે એવી ઘટના બની ગઈ છે કે, જેમાં 75 વર્ષના દાદી ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે..
તો તેમના પૌત્રનો તો મૃત્યુ થઈ ગયું છે. બે માળના મકાનની અંદર આશુતોષભાઈ તેમના પરિવાર સાથે રહે છે. આશુતોષ ભાઈના માતા શાંતુબેન આશુતોષભાઈના દીકરા આરવને દરરોજ તેડીને રમાડતા હતા. દાદી અને પૌત્રની આ જોડી જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ હતા. શાંતુબેનને નાનકડા દીકરા આરવ ઉપર ખૂબ જ વધારે વહાલ હતો..
તેવો આખો દિવસ આરવનું ધ્યાન રાખતા અને નાનીથી નાની ચીજ વસ્તુઓમાં આરવની માતાનું પણ ધ્યાન દોરતા હતા. એક દિવસ તેઓ આરવને તેડીને દાદર ચડી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમનું બેલેન્સ બગડી ગયું અને પહેલા માળના દાદર થી તેઓ નીચે ગબડી ગયા હતા..
નીચે પડકાતાની સાથે જ તેમના પૌત્ર આરવનું માથું ફાટી ગયું હતું જ્યારે શાંતુ બેન ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. શાંતુબેન ના મોઢેથી ચીસો સાંભળીને તરત જ આશુતોષભાઈ દોડીને ત્યાં આવ્યા અને જોયું તો શાંતુબેન અને આરો બંને દાદર ઉપરથી નીચે પડી ગયા હતા. જેમાં આરવનું તો માથું ફાટી ગયું હતું…
આ ઘટના આટલી બધી હચમચાવી દેતી હતી કે, આરવની માતા તો દુઃખની આ ઘડી સહન કરી શકી નહીં, તેના પૌત્રને મૃત હાલતમાં જોતા જ તેના પણ ડોળ આધાર ચડી ગયા હતા અને તેનો શ્વાસ મુંઝાવા લાગ્યો હતો. આરવનના પિતા પણ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા હતા. આ પરિવાર ઉપર એવી આફત આવી પડી હતી..
જેમાં બિચારો નાનકડો દીકરો મૃત્યુ પામ્યો હતો, જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે તેમના સંબંધીઓ પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખની ઊંડી લાગણીઓમાં છવાઈ જતા હોય છે. દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, શાંતુબેન તરત જ સાજા થઈ જાય અને ભગવાન આશુતોષભાઈ અને તેમના પરિવારજનોને દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ આપે…
આ અગાઉ પણ નાના બાળકોના આકસ્મિક રીતે મૃત્યુ થવાના ઘણા બધા કિસ્સાઓ છાશવારે સામે આવી ગયા છે. જેમાં વધુ એક કિસ્સો ઉમેરાઈ જતા અત્યારે અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. બનાવ ખુબ જ દુઃખદાયી સાબિત થઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]