Breaking News

નણંદે કહ્યું કે, ‘પિયરેથી 5 લાખ લેતી આવજે નકર જીવ ખાઈ જઈશ’ તો સાસુ-સસરા અને પતિ પરણીતા સાથે કરતા એવા કામ કે જે દરેકે જાણી લેવું જોઈએ..

ઘણી બધી પરણીત મહિલાઓ પોતાના સાસરીયા વાળાનું ખૂબ જ મોટું સહન કરતી હોય છે. તો કેટલાક સાસરીયા વાળા લોકો પણ પોતાના પુત્રની વહુની સત્તાધાર ગતિને કારણે ખૂબ જ કંટાળી જતા હોય છે. ઘરની પરણીતા તેમજ સાસરિયાના લોકો વચ્ચે જો સારો તાલમેળ હોય તો ક્યારેય પણ પરિવારમાં ઝઘડાઓ થતા નથી..

પરંતુ દિન પ્રત્યે દિન હવે ઝઘડાના કિસ્સાઓ ખૂબ જ વધવા લાગ્યા છે. અત્યારે હરિયાણાના પાણીપત શહેરના યમુનાએન્કલેવમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેને સાંભળીને તમે પણ કહી દેશો કે આખરે આ સાસરિયાવાળાઓને બરાબરનો મેથીપાક ચકાડવો જોઈએ.

યમુના એન્કલેવમાં પ્રભોતસિંહ નામની એક મહિલા તેના સાસરીમાં રહે છે. તેનો પતિ ગુરુગ્રામની એક કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરે છે. તેની સાથે તેના સાસુ સસરા તેમજ ત્રણ નણંદો પણ રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેની ત્રણેય નણંદો તેનો જીવ લઈ બેઠી છે. વારેવારે તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતી હતી..

તું શા માટે ઘરમાં ખર્ચ વધારે કરે છો, તું શા માટે રસોઈ સારી બનાવતી નથી. વગેરે વગેરે બાબતોને લઈને આ ત્રણેય નણંદ તેમજ સાસુ સસરા તેના પર ચડી બેસતા હતા. તેના લગ્ન થયાના ચાર વર્ષ વીતી ગયા છે. છતાં પણ તેઓ હંમેશા એકની એક વાતને લઈને તેને ટોણા મારતા હતા..

ત્રણેય નણંદો તેમજ સાસુ સસરા કહેતા કે, જ્યારે તારા લગ્ન થયા ત્યારે અમને આશા હતી કે, પૈસા અથવા તો મોટી ગાડી દહેજમાં મળશે પરંતુ તારા માતા પિતાએ અમને કશું આપ્યું નથી. એમ કહીને તેઓ આ પરણીતાને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતા હતા. જ્યારે પરણીતા એ પિયર એ જવા માટે જણાવ્યું હતું..

ત્રણેય નળંદો સહિત સાસુ સસરા કહેવા લાગ્યા કે જો તું તારા પિયરેથી પાંચ લાખ રૂપિયા રોકડા અને એક મોટી ગાડી નહીં લાવે તો તને ઘરમાં ઘૂસવા દેશું નહીં, પિયરેથી પાંચ લાખ રૂપિયા લેતી આવજે, નહિતર તારો જીવ ખાઈ જઈશું. કહીને તેને ન કહેવાના શબ્દો પણ કહ્યા હતા. આ ઉપરાંત તેનો પતિ પણ હવે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો..

અવારનવાર તે આ તમામ સભ્યો સાથે મળીને તેની મારપીટ કરવા લાગતો હતો. આ તમામ બાબતોથી કંટાળી જઈને એક દિવસ મહિલા તેના પીયરે ચાલી આવી અને પોતાના માતા પિતાને આ ઘટનાની જાણકારી આપી હતી. આ પરણીત મહિલા એ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી બજાવતી હતી..

આ ઉપરાંત 30 હજાર રૂપિયા દર મહિને કમાઈને પરિવારજનોને આપતી છતાં પણ પરિવારજનો તેને હેરાનગતિ પહોંચાડતા હતા. અને દરેક બાબતોમાં વિરોધ દર્શાવીને તેને ડરાવી ધમકાવી ઢોરમાં પણ મારતા હતા. આ બાબતને લઈને હાલ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના સાસરિયાવાળા લોકો દહેજની બાબતને લઈને તેની સાથે ખૂબ જ ગેરવર્તન કરે છે..

અને ત્યારબાદ તેને મારવા પણ ઉતરી પડે છે. જ્યારે જ્યારે સમાજમાંથી આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એકાએક શરમનો માહોલ સર્જાઇ જતો હોય છે. પરણીતાના માં-બાપ પણ પોતાની દીકરીની જિંદગી ખરાબ ન થાય એટલા માટે બધું સહન કરવા જણાવે છે પરતું પરણીતાએ કેસ કરીને સાસરીયાવાળાની અકલ ઠેકાણે લાવવા મથી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *