Breaking News

બટુક મોરારીની જેમ આ વ્યક્તિએ આપી નરેન્દ્ર મોદીને પતાવી દેવાની ધમકી, કહ્યું હું તેને ગાળો પણ આપી શકુ છું..!

આજકાલ રાજનીતિ ખુબ જ જુદા લેવલ પર થઈ રહી છે. કોઇપણ વ્યક્તિ નામના મેળવવાની રેસમાં આગળ નીકળી જાય તો ખોટી રીતે બદનામ કરીને ચુપ ચાપ બેસારી દેવાના કિસ્સાઓ પણ આપડે સાંભળ્યા જ છે. પરતું હવે તો એક નેતા બીજા નેતાઓ સામે એવા પ્રહારો કરવા લાગ્યા છે કે જેની ન પૂછો વાત..

પદ અને નામનાની પરવાહ કર્યા વગર એકબીજા પર ગાળો ગાળા કરવી અને વિવાદવાળા નિવેદનો કરવા એ રાજકારણમાં સેહલી વાત બની ગઈ છે. હમણાં થોડા દિવસ પહેલા જ ગુજરાતના સિએમ ને બટુક મોરારી બાપુએ ધાક ધમકી ભર્યા નિવેદનો ભાંડયા હતા અને કહ્યું હતું કે હું તને રાજ નહી કરવા દઉં..

મને બક્ષીસ મોકલાવી દેજે નહીતો તુ એક્સીદેન્ટમાં માર્યો જઈસ. આ પ્રકારની વાણી બોલ્યા બાદ બટુક મોરારી બાપુની ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે આવો જ એક કિસ્સો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે બન્યો છે. નરેન્દ્ર મોદીના નામ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેએ કડવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસના આ નેતાએ મોદીજી પર પ્રહાર કરતા કહ્યું હતું કે “હું મોદીને મા.રી શકું છું. અને તેને ગાળો પણ આપી શકું છું.” હવે તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતાએ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. કોંગ્રેસ નેતા પટોલેના આ પ્રકારના નિવેદન પછી ભાજપ પાર્ટી એ તેમની સામે હંગામો મચાવ્યો છે.

હકીકતમાં ભંડારા જિલ્લામાં પોતાની જ પાર્ટીના સમર્થકો સાથે વાત કરતા કરતા નાના પટોલેએ કહ્યું હતું કે, “હું જણાવું છું કે હું કેમ લડતો અને સંઘર્ષ કરતો રહ્યો છું? હું 30 વર્ષથી રાજકારણમાં છું. આ નેતા લોકો 5 વર્ષમાં પોતાની એક પેઢીનો ઉદ્ધાર કરી લે છે.

હું મોદીને મારી શકું છું અને તેને ગાળો પણ આપી શકું છું. તેથી મોદી મારી વિરુદ્ધ અહીં પ્રચાર માટે પણ આવ્યા ન હતા. મારા રૂપે તમારી સામે એક પ્રામાણિક લીડરશિપ છે. તેથી આ લોકો (વિપક્ષ) પોતાની રણનીતિ બનાવવા મને ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ કરે છે.”

આ નિવેદન પછી વિવાદ ઘણો વધી ગયો હતો અને તેથી કોંગ્રેસી નેતા નાના પટોલેએ પોતાના નિવેદનનું કોકડું વાળીને વાણીને વળાંક આપવાની કોશિશ કરી હતી. તેઓએ પાછળથી જણાવ્યું કે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નહી પરતું મારા મત વિસ્તારમાં લોકોએ મોદી નામના સ્થાનિક ગુંડા અંગે ફરિયાદ કરી હતી. હું તેના વિશે બોલી રહ્યો હતો.

આ વાતનો વીડિયો બનાવીને મારી વિરુદ્ધ ષડયંત્ર કરીને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.” પટોલેએ પોતાના બચાવમાં કહ્યું, “હું એક વખત ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે મેં ત્યાં જે પણ કંઈ કહ્યું, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે નહીં, પરંતુ સ્થાનિક મોદી નામના ગુંડા અંગે કહ્યું હતું.”

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *