Breaking News

નાના ભાઈના હોસ્પિટલમાં મોતના માઠા સમાચાર મોટા ભાઈને આપવા આવેલા પાડોશીએ જોઈ લીધું એવું કે એક સાથે 2 ભાઈની અર્થી ઉઠી ગઈ..! વિચિત્ર કિસ્સો..

આધુનિક સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય છે, તે કહી શકાતું નથી. પરિવારમાં એકસાથે રહેતા પરિવારના લોકો જીવ  ગુમાવી રહ્યા હોય છે, ત્યારે તેઓ પર શું વીતે છે તે આપણે જાણી શકીએ છીએ. આવી જ એક દર્દનાક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના હરિયાણાના મહેન્દ્રગઢના બાવનિયા ગામમાં રહેતા પરિવાર સાથે બન્યો છે.

પરિવારમાં ત્રણ ભાઈઓ રહેતા હતા. જેમાં એક ભાઈ પરણીત હતો. પરિવારમાં રહેતા ત્રણેય ભાઈઓમાં મોટાભાઈનું નામ પ્રદીપ હતું. પ્રદીપની ઉંમર 38 વર્ષની હતી. અને બીજા ભાઈનું નામ મનોજકુમાર છે અને સૌથી નાના ભાઈનું નામ દેવેન્દ્ર હતું. દેવેન્દ્રની ઉંમર 34 વર્ષની હતી પરંતુ દેવેન્દ્રના લગ્ન થઈ ગયા હતા.

દેવેન્દ્રને એક દીકરો પણ છે. દીકરાનું નામ લકી દેવેન્દ્ર છે. લકીની ઉંમર 12 વર્ષની છે. મોટોભાઈ પ્રદીપ અપરણિત હતો. દેવેન્દ્રના લગ્ન થઈ ગયા હોવાને કારણે તેમની પત્ની બંને જેઠને સાચવતી હતી. ત્રણેય ભાઈઓ એક જ મકાનમાં ભેગા રહેતા હતા. ત્રણેય ભાઈઓના માતા-પિતાનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું છે.

જેના કારણે ત્રણેય ભાઈઓમાંથી મોટો ભાઈ ઘરે કામ કરતો હતો અને નાનો ભાઈ દેવેન્દ્ર હરિયાણાના રોડવેજમાં કંડકટર તરીકે પોતાની ફરજ બજાવતો હતો. એક દિવસ પરિવારના લોકો સાંજનું ભોજન કરીને પોત પોતાની જગ્યાએ સૂઈ રહ્યા હતા. તે સમયે મોટાભાઈ પ્રદીપ કુમાર પ્લોટમાં પશુઓ બાંધતા હતા. તે જગ્યા પર ખાટલામાં સુઈ રહ્યા હતા.

અને નાનો ભાઈ ઘરમાં સૂતો હતો. ત્યારે મોડી રાત્રે અચાનક જ દેવેન્દ્રને તબિયત બગડી હતી. દેવેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેના કારણે તેમણે પોતાની પત્નીને જગાડી હતી. પત્નીએ તેમના જેઠને  દેવેન્દ્રની તબિયત બગડી હોવાનું જણાવ્યું અને પરિવારના લોકો મળીને દેવેન્દ્રને મહેન્દ્રગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાં ડોક્ટરોએ તપાસ કરતા દેવેન્દ્રનું મૃત્યુ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરો દેવેન્દ્રને બચાવી શક્યા ન હતા અને દેવેન્દ્રનું આવું કરુણ મૃત્યુ થઈ જતા ઘરના લોકો આઘાતમાં આવી ગયા હતા. પ્રદીપકુમાર ઘર સાચવવા માટે ઘરે રહ્યા હતા અને તેઓ પોતાના ખાટલા પર સુઈ રહ્યા હતા. તે સમયે તેની પાસે ફોન ન હતો.

જેના કારણે નાનો ભાઈ મનોજ કુમારે પાડોશીને ફોન કર્યો હતો અને પ્રદીપને તેમના ભાઈના મૃત્યુની જાણ કરવા કહ્યું હતું. ત્યારે પાડોશીનો દીકરો પ્રદીપ કુમારના ઘરે પહોંચ્યો હતો. ત્યારે જોયું તો પ્રદીપ કુમાર ખાટલા પર સૂતો હતો. પાડોશીના દીકરાએ પ્રદીપ કુમારની જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ પણ બોલ્યા નહીં અને હલ્યા નહી.

તેના કારણે પાડોશીનો દીકરો પાછો ઘરે ગયો અને તેમના માતા-પિતાને કહ્યું કે, કાકા ઉઠી રહ્યા નથી. જેના કારણે પાડોશીના લોકોએ પ્રદીપ કુમાર પાસે આવીને જોયું તો પ્રદીપ કુમારનું પણ મોત થઈ ગયું હતું. એકસાથે બંને ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેના કારણે હોસ્પિટલ રહેલા તેમના વચલા ભાઈને પ્રદીપ કુમારના મૃત્યુની જાણ પાડોશીના લોકોએ કરી હતી.

મનોજકુમાર ખૂબ જ આઘાતમાં આવી ગયા, એકસાથે તેમના નાના અને મોટાભાઈએ જીવ ગુમાવ્યો હોવાને કારણે તેઓ નિરાધાર બની ગયા હતા, પરિવારમાં ખૂબ જ રોરોકળ થઈ રહી હતી અને ગામમાં પણ એકસાથે બે ભાઈઓના મૃત્યુના સમાચાર સાંભળીને લોકો ચોકી ઉઠ્યા હતા. એક ઘરમાંથી બે ભાઈઓની એક સાથે ચિંતા ઉઠી હોવાને કારણે ગામમાં હાહાકાર મચી ગયો હતો. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *