નાના બાળકોની શાળા ચાલુ કરવા અંગે સરકારનો મોટો નિર્ણય.. વાલીઓ ખાસ વાંચે..!

કોરોનાના કેસોમાં અત્યારે તો ઘણી રાહત જોવા મળી છે. પરતું નવી સરકાર બન્યા બાદ થયેલા મેળાવડા અને નવરાત્રીના પવિત્ર તહેવારના ગયા બાદ જ ખબર પડશે કે કોરોનાની ત્રીજી લહેર અંગે કેવીક વાચાઓ વંચાઈ છે. અત્યારે તો ગુજરાતમાં કોરોનાના કેસો ધીમે ધીમે સાવ ઘટવા લાગ્યા છે તો બીજી બાજુ સુરતમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે.

સરકારે બાળકોના શિક્ષણને ધ્યાનમાં લઈને 5 કરતા મોટા ધોરણોની શાળાઓ પણ શરુ અકરવી દીધી છે જે રાબેતા મુજબ ચાલે પણ છે. પરતું દિવાળીના લાંબા વેકેશન બાદ રાજ્ય સરકાર હવે ધોરણ 1 થી 5 ના વર્સ્ગો શરુ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.

ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ દિવાળી બાદ ફરીથી શરૂ કરવાની તૈયારીઓ ચાલે છે. ત્યારે આ કામગીરીને પગલે બાળકોને માટે ફરીથી સ્કૂલ વાન, બસ શરૂ કરવા માટેની મંજૂરી પણ અપાઇ શકે છે. આ માટે આરોગ્યની ખાસ ગાઈડલાઈનને તૈયાર કરીને વાહનો શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. જેમાં ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની વિચારણા કરાઈ હતી. જો ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તો ફરીથી કોરોના માથું ન ઉંચકે તે માટે દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવાની વિચારણા પણ કરવામાં આવી રહી છે.

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં આરોગ્યની SOP આધીન વાહનો શરૂ કરવાની મંજૂરી અપાઈ શકે છે. જોકે આ મંજુરીઓ આપતા પહેલા કોરોનાની ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કારણકે સુરતમાં અત્યારે મોટી સંખ્યામાં કેસો આવવા લાગ્યા છે.

કોઈ એક સંક્રમિત વ્યક્તિ આખા બિલ્ડીંગ કે સોસાયટી કે વર્ગખંડને સંક્રમિત કરી શકે છે. તેથી નાના બાળકોની શાળા ખોલવા અંગે સરકાર ખુબ જ ધ્યાન પૂર્વક નિર્ણય લેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment