Breaking News

નાના બાળકથી માંડીને વડીલોએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની નોકરી-ધંધા મૂકીને સેવા કરવાને લઈને કહ્યું એવું કે જે દરેકે જાણી લેવું જોઈએ..!

ગુજરાતના અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. કહેવાય છે કે, અહીં મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કોઈને કોઈ સારો ગુણ જરૂર શીખીને જાય છે. અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે..

બીજાના સુખમાં જ આપણું સુખ છે. આ સૂત્રને અનેક હરિભક્તોએ પોતાના જીવનમાં વાગોળે લીધું છે. આ ભવ્ય શતાબ્દી મહોત્સવની અંદર દરેક કલાકૃતિઓને ઉભી કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો સેવા કરવા માટે પહોંચી ગયા હતા. દરેક હરિભક્તોને મેનેજમેન્ટ મુજબ જુદી-જુદી જગ્યા ઉપર સેવાઓ સોંપી દેવામાં આવી હતી..

આ સેવાકીય કામકાજની અંદર મોટાભાગના લોકો પોતાની હજારો થી લાખો રૂપિયાની નોકરી ધંધા મૂકીને શતાબ્દી મહોત્સવની અંદર સેવા કરવા માટે હરિભક્તો આવી પહોંચ્યા હતા. કદાચ તમને આશ્ચર્ય થશે કે, આ સેવામાં એવું તો શું જોડાયેલું છે કે લોકો પોતાનો કામ ધંધો મૂકીને પણ અહીં સેવા કરવા માટે આવી પહોંચ્યા છે..

તો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ “ન ભૂતો ન ભવિષ્યતિ” સમાન છે. એટલે કે આજે દિન સુધી ક્યારેય પણ આ પ્રકારનો મહોત્સવ ઉજવાયો નથી અને આવનારા સમયમાં પણ આવો ભવ્યથી અતિ ભવ્ય મહોત્સવ ઉજવાશે નહીં, એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે..

આવડું મોટું આયોજન જો હરિભક્તોનો સાથ સહકાર ન હોય તો ક્યારેય પણ શક્ય બનતું નથી. આ ઉપરાંત દરેક હરિભક્તો કે જેવો સેવાકીય કાર્યો માટે અમદાવાદ હાજર થયા હતા. તેમનામાં પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા તેમજ તેમના જીવન ચરિત્રોમાંથી શીખેલા ગુણો અનુસાર જ્યારે પણ ધાર્મિક કામો શરૂ થાય છે..

ત્યારે તેમાં અચૂક હાજરી આપવી જોઈએ અને દરેક કામોની અંદર સહભાગી થવું જોઈએ આવા આદેશોની રાહ ઉપર દરેક લોકો ચાલવા લાગ્યા હતા. જેને કારણે આજે આ મહોત્સવ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. કહેવાઈ છે કે મોટી મોટી મેનેજમેન્ટ કંપનીઓને ટક્કર આપે એ પ્રકારનું મેનેજમેન્ટ અહી હરિભક્તોના સાથ સહકારથી થઈ રહ્યું છે. જે દરેક માટે ખુબ મોટી શિખામણ છે.

શતાબ્દી મહોત્સવની અંદર 13 વરસના નાના બાળકથી માંડીને 80 વર્ષના વડીલ સહીત સૌ કોઈ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ સવારથી લઈને સાંજના સમય સુધી અહીં સેવા કરે છે, તો તેમને શરીરમાં થાક લાગતો નથી કે શું..? ત્યારે તેઓએ કહ્યું હતું કે, સેવાના કાર્યોમાં ક્યારેય પણ થાક લાગતો નથી..

કારણ કે સેવાકીય કાર્યોની અંદર ભગવાન દરેક વ્યક્તિને આત્મબળ આપે છે. આ હાથમાં બળના જોર ઉપર દરેક વ્યક્તિ સેવાકીય કાર્યો પણ કરે છે. પછી તે નાનો બાળક હોય તો પણ ભલે, અને વડીલ વ્યક્તિ હોય તો પણ ભલે, 17 વર્ષની એક વિદ્યાર્થીએ કહ્યું કે, આ ઉત્સવ ની અંદર સેવા કરવી એ મારું સ્વપ્ન હતું…

અહીં સેવા કરવા માટે હું આવ્યો એ પહેલાને મારો અડધો કોર્સ પૂર્ણ કરી દીધો હતો અને મારી સાથે કુલ 60 વિદ્યાર્થીઓ અહીં સેવા કરવા માટે આવ્યા છે. જે અડધો દિવસ સેવા કરે છે. જ્યારે સાંજના પાંચ કલાક તેઓ અભ્યાસમાં ધ્યાન આપે છે. જ્યારે ધોરણ આઠમાં ભણતા એક વિદ્યાર્થીએ કહ્યું કે, હું અહીં બનાવેલી બાલનગરીની અંદર 35 દિવસ સેવા આપવાનો છું..

દિવસ દરમિયાન છ કલાકની સેવા કર્યા બાદ હું અભ્યાસ કરું છું. અને શિક્ષકો મને ભણાવે પણ છે. તો ત્યાં રહેલી એક મહિલા શિક્ષિકાએ જણાવ્યું કે, તે આ શતાબ્દી મહોત્સવની અંદર એક અઠવાડિયા માટે સેવા બજાવવા માટે આવ્યા છે. તેઓએ શાળાની અંદર એક અઠવાડિયા ની રજા મૂકી છે..

અને ત્યારબાદ તેઓ અહીં સેવાકીય કાર્યોમાં જોડાઈ ગયા છે. સૌ કોઈ લોકોનું કહેવું હતું કે પ્રભુ સેવાના કામ કરવા માટે કોઈ પણ પ્રકારનો થાક લાગતો નથી અને આ સેવાકીય કામ કરવાથી દરેક વ્યક્તિના મગજ પણ શાંત રહે છે. સૌ કોઈ લોકોનું કહેવું છે કે, પ્રમુખસ્વામી મહારાજના દરેક શબ્દો તેમને જીવનમાં કોઈને કોઈ રીતે પ્રેરણા રૂપ સમાન સાબિત થયા છે..

દરેક લોકો પોતપોતાની સ્કિલને મહારાજના આ કાર્યની અંદર સમર્પિત કરવા માટે આવી પહોંચ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની લાગણી આસ્થા અને શ્રદ્ધાથી સૌ કોઈ લોકો સેવાકીય કામ કરી રહ્યા છે. અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ને સફળતા અપાવી દીધી છે..

આ મહોત્સવમાં સેવા કરવા માટે મોટા મોટા ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વિદ્યાર્થીઓ, શિક્ષિકા-શિક્ષકો, સરકારી અધિકારીઓ સહિત ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા દરેક વ્યક્તિઓ પણ આવી પહોંચ્યા છે. જેમાં મોટાભાગે રત્ન કલાકારોનો પણ સમાવેશ થઈ રહ્યો છે.

હકીકતમાં અમદાવાદની અંદર ઉજવાયેલ રહેલો આ શતાબ્દી મહોત્સવ દરેક લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થયો છે. ત્યાં મુલાકાત કરનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ નવી ચીજ વસ્તુઓ જરૂર શીખીને આવે છે. એટલા માટે દરેક લોકોએ એક વખત આ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *