પરિવારમાં દખાઓને કારણે ઘણી બધી વાર એવો બનાવ બની જતો હોય છે જેના કારણે પરિવારના અન્ય સભ્યો પણ મોઢા ફાડીને જોતા જ રહી જાય છે. આવા જ પ્રકારનો એક કિસ્સો હાલ રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવ્યો છે. આસામ રાજ્યના બે ભાઈઓ રાજસ્થાનમાં ખૂબ મોટો વેપાર ધરાવતા હતા..
ઉદ્યોગપતિ પરિવારમાં નાના મોટા ઝઘડાઓ ચાલવાએ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. આ બંને ભાઈઓ મોટાભાઈનું નામ તપનદાસ છે. જ્યારે નાના ભાઇનું નામ ઉત્તમ દાસ છે. મોટાભાઈ તપનદાસનું નાનાભાઈ ઉત્તમદાસની પત્ની સાથે અફેર ચાલતું હતું. તેઓ બંને વચ્ચે પ્રેમ સબંધ જોડાયેલો હતા..
તેઓ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને વારંવાર રંગીન પળો પણ વીતાવતા હતા. ધંધામાં સૌથી વધુ મગજ નાનાભાઈ ઉત્તમદાસ ચાલતું હતું. અને તે પોતે પાંચ કરોડના ટર્નઓવર વાળી કંપનીનો માલિક બની ગયો હતો. આ બાબત મોટાભાઈ તો ખુબ જ ખૂંચતી જ હતી. તેણે તેની નાનાભાઈની પત્ની એટલે કે તેની પ્રેમિકાની સાથે મળીને ઉત્તમ દાસને રસ્તામાંથી સાફ કરી નાંખવાનો પ્લાન બનાવી નાખ્યો હતો..
અને તેણે ત્રિપુરાના પ્રદીપ દાસ નામના એક વ્યક્તિને તેના નાના ભાઈની સોપારી બાર લાખ રૂપિયા આપી દીધી હતી. સોપારી મળતાની સાથે જ ઉત્તમ દાસ ની કંપનીમાં મોટાભાગનું કામકાજ સંભાળતા રાકેશને આ બાબતની જાણ કરવામાં આવી હતી. અને એક દિવસ રાકેશે કોઈ કારણસર ઉત્તમ દાસને આસામથી ઉદયપુર બોલાવ્યો હતો.
જ્યાં તેને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. અને તેની લાશને નદીના કાંઠે ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો તેની લાશને લઈને પોતાના ગામમાં ગયા હતા અને ત્યાં તેનું કોરોના ના કારણે મૃત્યુ થયું છે તેવું જણાવ્યું હતું..
પરંતુ તેનું ડેથ સર્ટીફિકેટ મેળવવા માટે ખૂબ જ મથામણ કરવી પડી હતી. કારણ કે કોરોનાનો સમય હોવાથી એ વખતે ડેથ સર્ટીફીકેટ સરળતાથી મળી શકતું હતું નહીં. સર્ટિફિકેટ ન મળે તો તમામ સંપત્તિ નાના ભાઈ ની પત્ની ને મળી શકે તેમ હતી નહીં. એટલા માટે તેઓ ડુબલીકેટ સર્ટીફીકેટ બનાવવા માટે ઉદયપુરના ઓફિસરોની મદદથી ધક્કા ખાઈ રહ્યા હતા..
તેવામાં પોલીસને જાણ થઇ ગઇ હતી અને બે વર્ષ બાદ આ કેસમાં પોલીસે ઉકેલી કાઢયો છે. સર્ટીફીકેટ બનાવરાવા આવેલી ઉત્તમ દાસ ની પત્નીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઉદ્યોગપતિ તપનદાસની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને તેની સાથે આ હત્યામાં જોડાયેલા અન્ય પાંચ વ્યક્તિઓને પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રેમ સંબંધ માં એટલા બધા પાગલ થઇ ગયા હતા કે અંતે તેઓએ પોતાના સગા ભાઈ નો જીવ લઈ લીધો છે. હવે તેઓને આ પૈસાથી મોજ-મજા કરવાને બદલે જેલના સળિયા પાછળ કાળી હવા ખાવાનો વારો આવ્યો છે. તેઓનો પરિવાર ખુબ જ નામચીન હતો. તેમજ તેઓના બિઝનેસ પણ ખૂબ મોટો હોવાથી ખૂબ મોટી ઓળખાણ કરાવતા હતા..
એવા પરિવારમાં આ પ્રકારની હાલની પ્રવૃત્તિ થતાની સાથે જ તેઓએ માન સન્માન ગુમાવી દીધું છે. આ બાબતને લઇને લોકોના પરસેવા છૂટી ગયા છે. અને વિચારવા પર મજબૂર બન્યા છે કે જો આવા પરિવારમાં આ પ્રકારની ઘટના બનતી હોય તો સામાન્ય પરિવારમાં લોકો વચ્ચે રહેલો મનમેળ ખૂબ જ સારો કહેવાય.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]