Breaking News

નકલી માતાજી બનીને રૂપિયા ડબલ કરી દેવાના બહાને ચાલતા હતા એવા ઢોંગ કે જાણીને પોલીસ થઈ દોડતી, તમે પણ વાંચીને ચેતજો..!

આજકાલ લોકો પૈસા કમાવવા માટે એવી એવી તરકીબો અપનાવી રહ્યા છે કે, જે સાંભળતાની સાથે જ ભલભલા લોકો માથું પકડી લેશે લોકો કોઈ પણ પ્રકારનું માન સન્માન કે ધર્મનું ધ્યાન રાખ્યા વગર મન ફાવે તેમ પ્રવૃત્તિઓ આચરતા હોય છે. રાજકોટ શહેરની બી ડિવિઝન પોલીસે લોકોની સાથે છેતરપિંડી કરનાર એક ટોળકીને પકડી પાડી છે..

આ ટોળકીની અસલી હકીકતો સાંભળીને સૌ કોઈ લોકો હેરાન થયા છે. આજથી થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ પોતાની સાથે ૧૧ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ નોધાતાની સાથે જ પોલીસ ખૂબ જ સક્રિય બની ગઈ અને રૂપિયા ડબલ કરી આપવાની આ ટોળકીને પકડી પાડવા માટે સક્રિય થઈ ગઈ હતી..

તેઓએ રાત દિવસ મહેનત કરીને આ ટોળકીને હાલ પકડી પાડી છે. અને તેની તમામ હકીકતોને લોકોની સામે મૂકી દીધી છે. હકીકતમાં ઢોળકી માતાજીના નામે ઢોંગ કરી રહ્યા હતા. અને માતાજીના નામે પૈસા કમાઈ રહ્યા હોવાનો વેપલો ચલાવતા હતા. હકીકતમાં આવા લોકો માતાજીની શ્રદ્ધા, આસ્થા, પૂજા અને આરાધનાનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિ આચરવા લાગ્યા છે..

જે બિલકુલ ખોટી બાબત છે. આવી પ્રવૃત્તિઓ કરીને તેઓ ભક્તો સાથે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છે. તેમજ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા હતા. પોલીસ એ સીસીટીવી કેમેરાની આધારે તેમજ બાતમી મળ્યા બાદ આજીડેમ ચોકડી પાસેથી એક કારની અંદર બેઠેલા તમામ ટોળકીને પકડી પાડી છે. જેમાં માતાજી બનનાર જીત્યા નામનો વ્યક્તિ તેમજ ઇમ્તિયાઝ, આકાશ, શાંતુજી, સલીમ, ભરત અને જીવભા નામના વ્યક્તિઓ સામેલ છે..

છેલ્લા ઘણા સમયથી તેઓ માતાજીના નામે ઢોંગ કરી રહ્યા હતા. આ ટોળકીની અંદર એક મહિલા આરોપી પણ સામેલ હતી. જેનું નામ લતા છે. અને તે પોતે માતાજી બનીને ઢોંગ કરતી હતી. જ્યારે બીજી બાજુ એક ટેક્સીમાં ડ્રાઇવર તરીકે આકાશ શર્મા તેમજ અન્ય પાંચ વ્યક્તિઓ એવા લોકોને પકડતા હતા કે, જે રૂપિયા ડબલ કરવાની લાલચમાં ફસાઈ જાઈ..

શિકારને પોતાની જાળમાં ફસાવ્યા બાદ તે ટોળકીના લોકો એવું કહેતા કે, તમને માતાજી પાસે મુલાકાત કરવી પડશે. અને માતાજી જે મુજબનું કહે તેવી વિધિ પણ કરવી પડશે જો આ વિધિ તમે કરાવી નાખશો તો તમારા પૈસા થોડા દિવસની અંદર ડબલ થઇ જશે. એવું કહી તેમને જાળમાં ફસાવતા હતા. અને ત્યારબાદ વિધિ માટે બે મીટર સફેદ કાપડ, અગરબત્તી, અઢીસો ગ્રામ ચવાણું, અઢીસો ગ્રામ પેંડા તેમજ બે થી ત્રણ કિલો ગુલાબના ફૂલની જરૂર પડશે..

આ સાથે સાથે પાણીની એક બોટલ અને એક સિગરેટનું પેકેટ પણ તૈયાર રાખવાનું જણાવતા હતા. ત્યારબાદ આનંદ શર્મા નામનો એક વ્યક્તિ પોતાની ટેક્સીમાં માતાજીને જાળમાં ફસાયેલા લોકોના ઘરે લઈ જતા હતા અને ત્યારબાદ વિધીઓ શરૂ કરતા હતા. રૂપિયા ડબલ કરવાની આ વિધિમાં સફેદ કપડું પાથરીને તેમાં ગુલાબના ફૂલ રાખતા તેમજ અગરબત્તી કરીને જેટલા રૂપિયા ડબલ કરવાના હોય એ તમામ રકમ આ રૂમાલની અંદર મૂકી દીધા..

બાદ તેને ચાંદલો પણ કરતા હતા. અને થોડા સમય બાદ એક વ્યક્તિને વાસણ લેવાનું કહી સૌ કોઈ લોકોને ઘરની બહાર જવાનું કહેતા હતા. સૌ કોઈ લોકો જ્યારે ઘરની બહાર જાય ત્યારે વાસણમાંથી ગુલાબ પત્રીને થોડી નોટો છૂટી મૂક્યા બાદ સફેદ કલરનું આ કપડુને ઢાંકી લેવામાં આવતું હતું..

અને આ કપડાને પાંચ થી છ દિવસ સુધી ખોલવાની મનાઈ કરવામાં આવી હતી. તેઓ કહેતા કે, હું જ્યારે ફોન કરું ત્યારબાદ તમે આ કપડાં ખોલશો નહીં તો તમારા રૂપિયા ભસ્મ થઈ જશે. ત્યારબાદ તેઓ પૈસા ફેરવીને રફુચક્કર થઈ જતા હતા. પોલીસે તપાસ કરતાં જણાવ્યું છે કે, આ ટોળકી અત્યાર સુધી કુલ 52 લાખ રૂપિયાની ચેતરપિંડી કરી છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, સુરત, વરાછા, થરાદ, મહેસાણા સહિતના વિસ્તારોમાં તેઓએ છેતરપિંડી હાજરી છે..

આ તમામ લોકો સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ હવે આ ટોળકી પોલીસના હાથે લાગી ગઈ છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા લોકોને પોતાની જાણમાં ફસાવીને શિકાર બનાવ્યા છે. આ તમામ લોકો કોણ હતા અને તેની કોની કોની કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે. આ તમામ બાબતોની જાણ મેળવવી રહી છે.

આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકોને વિનંતી કરવામાં આવી રહી છે, કે શોર્ટકટથી રૂપિયા કમાવાની લાલચમાં કોઈપણ વ્યક્તિ આવા લોકોની જાણમાં ફસાતા પહેલા 100 વખત વિચાર કરજો કારણ કે કોઈ પણ વ્યક્તિ રૂપિયા ડબલ કરી આપતો નથી. આ મહેનત કર્યા સિવાય આ જગતમાં પૈસા કમાવો ખૂબ જ અઘરા છે. એટલા માટે મહેનતની કમાણી કરવી જોઈએ અને સુખ શાંતિથી રહેવું જોઈએ.

હાલ પોલીસે આ ટોળકીને પકડી પાડીને બરાબરની કડક કાર્યવાહી શરૂ કરી છે. આવા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે તેઓ માતાજીની પૂજા અર્ચનાની સંભાળ રાખ્યા વગર માતાજીના નામે ધાર્મિક વિધિ કરાવી કેટલાય લોકોને લૂંટવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *