નજીવા 50 રૂપિયા માટે કારીગરોએ ભેગા મળીને શેઠ સાથે કરી નાખ્યું એવું કે જાણીને કારીગરો સાથે ધંધો કરતા શેઠિયાઓએ ચેતી જવું જોઈએ..!

દરેક ધંધામાં કારીગરોની ખાસ જરૂરિયાતો ઉભી થાય છે. આ કરીગરોને સગા દીકરાની જેમ જ સાચવવા પડે છે ત્યારે જઈને તેઓ ઈમાનદારી અને સાચી મહેનતથી કામ કરીને માલિકને ખુશ કરે છે. ગુજરાતના સુરતમાં ખૂબ મોટા-મોટા વ્યવસાય ચાલી રહ્યા છે. જેમાં મોટા ભાગના મેન્યુફેકચરીંગ યુનિટોમાં કારીગરોની ખુબ જ તાણ રહે છે..

સુરતમાં કારીગર તરીકે કામ કરતાં મોટાભાગના લોકો પરપ્રાંતીય છે. કારીગરોને સાચવવા દરેક માલિકની ફરજ બને છે. પરંતુ અમુક કારીગર લોકો માલિક માટે માથાનો દુખાવો બનીને સાબિત થતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આ બનાવ સામે આવતાની સાથે જ દરેક માલિકો કારીગર પ્રત્યે સજાગ થયા છે.

હકીકતમાં સુરતના કુબેરપાર્ક ઇન્ડસ્ટ્રીમાં આવેલી માનસરોવરની ગલી પાસે કુલદીપભાઈ એમ્બ્રોડરીના મશીન ચલાવે છે. તેઓ ઘણા સમયથી એમ્બ્રોડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે. પરંતુ તેમનો વ્યવસાય આ ઇન્ડસ્ટ્રીમાં રચાયેલો હોવાથી તેઓ સુરતમાં પરિવાર સાથે રહે છે.

તેમના એમ્બ્રોડરીના ખાતામાં પરિમલ નામનો કારીગર કામ કરતો હતો. એક દિવસ તેણે કુલદીપભાઈ પાસેથી 50 રૂપિયાની માંગ કરી હતી. તે વારંવાર કુલદીપભાઈ પાસે વાપરવાના પૈસાની માંગ કરતો હતો. એટલા માટે કુલદીપભાઈ આ વખતે તેને 50 રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી…

આ વાતને લઈને કારીગર પરિમલ ખુબ જ ગુસ્સે ભરાયો હતો. અને તેણે પોતાના મિત્ર સન્ની અને ગૌતમને ફોન કરીને બોલાવી લીધા હતા. ત્યારબાદ સન્ની, ગૌતમ અને પરિમલ ત્રણેએ મળીને એમ્બ્રોડરી મશીનના માલિક કુલદીપભાઇને લૂંટી લેવાનો પ્લાન બનાવી લીધો હતો. આ પ્લાન મુજબ તેઓ કુલદીપભાઈ પાસે ગયા હતા…

અને તેના પેટ ઉપર પગ મૂકીને તેને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સાથે સાથે એમ્બ્રોડરીના ખાતામાં રહેલા સોનુને પણ આ ત્રણેય યુવકોએ ધમકી આપી હતી. ત્યારબાદ તે કુલદીપભાઈ પાસેથી 48 હજાર રૂપિયા રોકડા પડાવીને તાત્કાલિક ધોરણે ઊભી પૂંછડીએ ભાગ્યા હતા..

એમ્બ્રોડરીના માલિક કુલદીપભાઇને માત્ર પચાસ રૂપિયા આપવાની ભૂલ 48 હજાર રૂપિયાની લૂંટ ભોગવીને પૂરી કરવી પડી હતી. આથી તેઓ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એટલા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણેય આરોપીઓને ગણતરીની મિનિટોમાં પકડી પાડયા હતા…

આરોપીની કડક તપાસ કરતા જાણવા મળી છે કે, આરોપીઓ અન્ય પણ ઘણા બધા ગુનામાં સંકડાયેલા છે. જેમાં પરિમલ નામનો આરોપી અન્ય સાત જેટલા ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે ગૌતમ તેમજ સન્ની પણ મારામારી અને ચોરી લૂંટફાટના કેસમાં અગાઉ પોલીસની ઝપટમાં આવી ચૂકયા છે. હાલ પોલીસ આ સમગ્ર આ મામલે વધુ તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment