Breaking News

નહેર પાસેથી વાસ આવતા ખેડૂતે તપાસ કરી, તરતા કોથળાને કાંઠે લાવીને ખોલતા જ દેખાયું એવું કે વછૂટી ગયા કમકમીયા..!

હું જ્યારે પણ કોઈ વ્યક્તિ અજુગતી ચીજ વસ્તુઓને જુએ છે, ત્યારે થોડા દિવસો માટે તો તેમની ઉંઘ અને સુખ ચેન છીનવાઈ જતા હોય છે. કારણ કે મગજ હંમેશા ત્યાં ને ત્યાં જ ભટકેલું રહે છે. અને વિચારવા પર મજબૂર બનાવી દે છે કે, આખરે એ ચીજ વસ્તુ શું હતી. અને કયા કારણોસર આ ઘટના બની હશે વગેરે વગેરે જેવી ચીજ વસ્તુઓ વિચારીને જે તે વ્યક્તિ હેરાન પરેશાન થઈ જતા હોય છે..

આવી જ કંઈક મગજની પથારી એક ખેડૂતની ફરી ગઈ હતી. આ બનાવ રાજીધરા ગામનો છે. આ ગામનો એક ખેડૂત રોજની જેમ પોતાના 20 વીઘાના ખેતરમાં ખેતી કામ કરવા માટે જતા હતા. તેમના ખેતરની બાજુએથી એક નહેર પસાર થાય છે. આ નહેરના કાઠે કાંઠે ચાલીને તેઓ ખેતરે જતા હતા.

એવામાં અચાનક જ તેમના ખેતરની થોડે દૂર નહેર પાસેથી ખૂબ જ ખરાબ વાસ આવતી હતી. આ જોઈને શરૂઆતમાં તેઓને લાગ્યું કે કોઈ જનાવર મરી ગયું હશે, જેની આ વાસ આવી રહી છે. પરંતુ કંઈક અજીબ પ્રકારની જ વાસ આવતાની સાથે તેઓ તાત્કાલિક નહેર કાંઠે દોડી ગયા અને નીચે ઉતરીને જોયું તો નહેરના પાણીમાં એક કોથળો તરતો હતો.

અને કોથળાની આસપાસ કાગડા પણ ઉડી રહ્યા હતા. તેઓએ લાકડીની મદદથી આ કોથળાને કાંઠે લાવ્યા હતા અને ત્યારબાદ કોથળાને ખોલીને જોયું અને એ દ્રશ્ય જોતાની સાથે જ તેમના કમકમીયા વછૂટી ગયા હતા. તેઓ ફરી પાછા પોતાના ખેતરે પહોંચ્યા અને મજૂર સહિત આસપાસના અન્ય ખેતરના માલિકોને પણ આ નહેર કાંઠે બોલાવીને લાવ્યા હતા..

ત્યારબાદ સૌ કોઈ લોકોએ આ દ્રશ્ય જોયું અને દ્રશ્ય જોતાની સાથે સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. કારણકે કોથળાની અંદર એક મૃત યુવતીની લાશ મળી આવી હતી. આ જોતા જ લોકો વિચારમાં પડી ગયા કે, આ યુવતી કોણ હશે, તેમજ શા માટે તેની લાશને નહેરના પાણીમાં ફેંકી દેવામાં આવી છે..

તેઓએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને જણાવ્યું કે, નહેરના કાંઠેથી એક યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની ઉંમર અંદાજે 13 થી 15 વર્ષ હોવાનો સામે આવ્યું છે. એટલી નાની ઉંમરમાં એવું તો શું બન્યું હશે કે જેને કારણે આજે આ યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ ચલાવવાની સાથે જ જણાયું કે આ યુવતી પોતાના ઘરેથી છેલ્લા સાત દિવસથી ગુમ હતી. જેની લાશ આજે મળી આવી છે. તેમના પરિવારજનોને પણ આ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે, તેમની દીકરી તેના સાથે ભણતા એક યુવક મિત્રને મળવા માટે નહેર કાંઠે ગઈ હતી..

પરંતુ ત્યારબાદ તેઓ ઘરે પરત ફરી નથી. તેની ખૂબ જ શરૂ કરી ત્યારબાદ પણ તેનો કોઈ હતો ન મળતા અંતે તેઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. છતાં પણ તપાસ દરમિયાન તેની કોઈપણ ભાળ મળી નહીં, પરિવારજનો છેલ્લા પાંચ દિવસથી ભૂખ્યા તરસ્યા તેમની દીકરીની શોધખોળમાં લાગી પડ્યા હતા..

પરંતુ કોઈ પણ જગ્યાએથી ભાળ ન મળતા તેઓ ખૂબ જ દુઃખી થયા હતા. અને અંતે તેની ભાળ તો મળી ગઈ છે. પરંતુ તેમની દીકરી મૃત હાલતમાં મળી આવી છે. આ દીકરી એની માતા તો તેની દીકરીને મૃત હાલતમાં જોઈને તેને ત્યાં જ રડી પડી હતી. તો તેના પીતા પણ માથે હાથ દઈને રડવા લાગ્યા હતા..

પોલીસે હાલ વધુ એક ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઘટનાની જાણકારી આસપાસના ગામોમાં પણ પ્રસરી ગઈ હતી. સૌ કોઈ લોકો આ નહેર કાંઠે આ દ્રશ્ય જોવા માટે આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ આ કોથળાને ખોલનાર ખેડૂતનું કહેવું છે કે, આજે આ ઘટનાના બે દિવસ વીતી ચૂક્યા છે. પરંતુ આ બંને દિવસમાં તેમની ઊંઘ અને ચેન છીનવાઈ ગઈ છે. કારણ કે તેઓએ ખૂબ જ ચોંકાવનારું દ્રશ્ય જોઈ લીધું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *