Breaking News

નહેરમાં ગણપતી વિસર્જન કરવા આવેલો 21 વર્ષનો જુવાનીયો ડૂબવા લાગ્યો, ઘણા પ્રયાસો કર્યા અને અંતે થયું એવું કે ભગવાન પણ કાળને રોકી ન શક્યા..!

ગણેશ ઉત્સવની ઉજવણીઓ જોરશોરથી દરેક જગ્યાએ ચાલી રહી છે. ગણેશ વિસર્જન દરમિયાન જુદા જુદા તાલુકાઓમાંથી ખૂબ જ મોટા અણબનાવો પણ સામે આવ્યા છે. શહેરના તંત્રે પહેલાથી ગાઈડલાઈન્સ રજુ કરીને વિસર્જનની તૈયારીઓ શરુ કરી હતી જેથી કરીને કોઈ અણબનાવ સામે ન આવે છતાં પણ માઠો બનાવ સમી આવતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

જેમાં સુત્રી જિલ્લાના નારીપત્ગાત ગામ પાસેથી ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે. ગણેશ ચતુર્થીના પવિત્ર ઉત્સવમાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ તેમની પૂજા અર્ચના આરતીની સાથે સાથે સૌ ગણેશ ભક્તોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળે છે. પરંતુ જ્યારે બાપા નું વિસર્જન કરવામાં આવે ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી થતા હોય છે..

કારણ કે હવે ગણપતિ બાપા તેમને મૂકીને જઈ રહ્યા હોય છે. સુત્રી જિલ્લાના મોટી કોલોની પાસે એક મોટી નહેર આવેલી છે. આ નહેર પાસે સવારના સમયે પરેશ બાબુભાઈ નામનો 21 વર્ષનો યુવક ગણેશ વિસર્જન કરવા માટે ગયો હતો. ત્યારે અચાનક જ તે આ નહેરમાં ડૂબવા લાગ્યો હતો..

શરૂઆતમાં તો તેણે પોતાને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પરતું તાજેતરના વરસાદના કારણે નહેરના પાણીમાં ભારે વહેણ હોવાને કારણે તે પોતાના શરીરને વહેતું બચાવી શક્યો નહી અને અંતે તે તણાવા અને ડૂબવા લાગ્યો હતો. આ મોટી ઘટના બની ત્યારે ફાયર ઓફિસરની ટીમોને જાણ કરવામાં આવી હતી.

તાત્કાલિક ઓફિસરોની ટીમ ઘટના સ્થળે હાજર થઈ અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગણેશ વિસર્જન વખતે કોઇપણ નાગરિકોના જીવને જોખમ ન રહે એટલા માટે તંત્રએ એક સામટો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે છતાં પણ ગામડામાંથી નીકળતી નહેરમાં ગણેશ વિસર્જન કરવાની ચાહ ધરાવતા પરેશ નામના જુવાનીયા યુવકે ખુબ જ મોટું સાહસ ખેડ્યું અને પરિણામ ખુબ જ માઠું સાબિત થઈ જવા પામ્યું છે..

રેસ્ક્યુની ટીમે ઘણી મહેનત મથામણ કરી અને અંતે આ નહેરના ઘટના સ્થળેથી અંદાજે પાંચ કિલોમીટર દૂર આવેલા નાનીઝોટ ગામ પાસેથી આ યુવકની લાશ મળી આવી હતી. જ્યારે આ યુવકના પરિવારજનોને જાણ થઈ કે, તેમનો લાડકો દીકરો ગણેશ વિસર્જન દરમિયાન નહેરમાં ડૂબી ગયો છે. અને તેની લાશ પાંચ કિલોમીટર દૂરથી મળી આવી છે..

ત્યારે તેમના માટે આફતોના આભ ફાટી નીકળ્યા હતા. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા આ ઉપરાંત પોલીસ ટીમને પણ જાણ કરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ અગાઉ પણ દશામાના વ્રત દરમ્યાન દશામાની મૂર્તિ પધરાવા ગયેલા યુવકનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો..

અને હવે વધુ એક બનાવો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. નહેરમાં વહેતું પાણીનો પ્રવાહ ખૂબ જ તે જ હોવાને કારણે જ્યારે પરેશ નહેરમાં ડૂબવા લાગ્યો ત્યારે તે સાથે સાથે તણાવ પણ લાગ્યો હતો અને તે આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા નાનીઝોટ ગામ પાસેથી પસાર થતી. આ નહેર કાંઠે પહોંચી ગયો હતો. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં તેનું મૃતદેહ મળી આવ્યો હતો..

ગણેશ વિસર્જન વખતે દરેક ભક્તોમાં ખુબ જ નિરાશા હોઈ છે કારણ કે ગણપતી બાપ્પા સૌ કોઈની વચ્ચેથી વિદાય લેતા હોઈ છે, નાના બાળકોને તો ગણપતી બાપ્પા પ્રત્યે ખુબ જ લગાઉં બંધાઈ ગયેલો હોવાથી તેઓને સૌથી વધારે દુખ થતું હોઈ છે પરતું અત્યારે એક માં-બાપને માથે તેમનો જુવાનજોધ દીકરો ખોવાનું દુખ આવી પહોચ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *