Breaking News

નહેરમાં દશા માં ની મૂર્તિ વિસર્જન કરવા જતા યુવક-યુવતી ડૂબી ગયા, ફાયર બ્રિગેડે શોધખોળ કરતા મળી આવ્યા મૃતદેહો..!

છેલ્લા કેટલાક દિવસોથી દશામાના વ્રત ચાલી રહ્યા હતા. જેમાં ભક્તો પોતાના ઘરે દશામાની મૂર્તિ ની સ્થાપના કરે છે. પૂજા અર્ચના કર્યા બાદ અંતિમ દિવસે દશામાની મૂર્તિને પધારવામાં આવતી હોય છે. મીનાવાડા ખાતે આવેલા દશામાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા..

આજે સવારે સૌ કોઈ લોકો દશામાની મૂર્તિને પધારવા માટે નદી સરોવર કે તળાવમાં જતા હોય છે. અંકિતભાઈ મહેશભાઈ પરમાર અને તેમની સાથે એક યુવતી પણ દશા માં ની મૂર્તિ પધરાવા માટે મોટી નહેર ગયા હતા. આણંદના સંદેશર ગામે પાસેથી પસાર થતી મોટી નહેરમાં મોડી રાત્રે ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે..

આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી ગયો છે. રાત્રીના દશામાંની મૂર્તિ વિસર્જન કરતા સમયે બે વ્યક્તિઓ સાથે ખુબ મોટો અણબનાવ બની ગયો છે. તેઓ પાણીમાં ડૂબી જવાને કારણે મોત પામ્યા છે. જેને કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ બની ગયું છે. મૂર્તિ વિસર્જન કરી પોતાના ઘરે પરત ન આવતા બે વ્યક્તિઓ માટે ગામના સરપંચ દ્વારા આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

કે અમારા ગામના 2 યુવક-યુવતી મૂર્તિ વિસર્જનની ઘટના બાદ ગાયબ છે. આણંદના ફાયર કર્મચારીઓ નરેન્દ્રભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર ફાયર ટીમ આવે એ પહેલા જ ત્યાંના સ્થાનિક તરવૈયાઓ આ બન્ને યુવક-યુવતીને શોધવા માટે નહેરમાં ડૂબકી લગાવી દીધી હતી. જેમાં તેઓને માત્ર યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો..

જેને કરમસદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરાઈ હતી.જ્યારે યુવકના મૃતદેહ શોધવા ફાયર ટીમના તરવૈયાઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી જે બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.. સંદેશર ગામના સ્થાનિકો દ્વારા મૃતક યુવક અંકિતભાઈ મહેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું.

આ કામગીરીમાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર બ્રિગેડના જવાનો સહદેવ સિંહ રાઠોડ, ખતુભાઈ ચરપોટ, પ્રવિણસિંહ રાઠોડ, હિતેશ વસાવા, નરેદ્ર પંડ્યા, તુરંત જઇ નહેર માંથી મૃતદેહ કાઢી આપેલ હતો. આ બનાવને પગલે ભારે શોકના દ્રશ્યો સર્જાયા છે. આ અગાઉ પણ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામનો એક યુવક મૂર્તિ પધરાવતી વેળાએ પગ લપસતા ડૂબી ગયો અને મોતને ભેટ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *