આજના સમયમાં માણસો રસ્તા ઉપરથી જતા હોય ત્યારે તેનો વાંક હોય કે ન હોય પરંતુ તેને કોઈ પણ નાની અમથી વાતને લઈને પણ મારામારી અને બોલાચાલી કરીને તેના પર હુમલો કરી નાખે છે. તેથી લોકોને આજના સમયમાં ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. તેમજ કળિયુગ ચાલતો હોવાથી માણસો સાથે પ્રેમ પૂર્વક વાતચીત કરવી જોઈએ.
એક એવી ઘટના બની છે તેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામની છે. જેમાં દેવલી ગામમાં રહેતા એક પરિવાર ના પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. પિતાનું નામ દેવાભાઈ બચુભાઈ વાઘેલા છે. અને પુત્રનું નામ મુકેશભાઈ દેવાભાઈ વાઘેલા છે. આ બંને પિતા અને પુત્ર કોઈ કામ હોવાને કારણે બીજા ગામે બાઈક લઈને સવાર ના સમયે પોતાના દેવલી ગામેથી જતા હતા.
ત્યારબાદ તેઓ વેળાવદર ની પાસે આવેલી શેત્રુંજી નદીના પુલ વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે પર થતા ત્યારે તે સમયે અજાણ્યા બે શખ્સ આવીને ગાડી લઈને આવ્યા હતા. ત્યારે પિતા અને પુત્ર જતા હતા ત્યારે તેમનો પાછળ પીછો કરતા હતા. અચાનક જ લોકોની અવર-જવરથી ઓછી થઈ હતી ત્યારે અજાણ્યા શખ્સે પિતા અને પુત્ર ઉપર તેની પાસે શ.સ્ત્ર થી ફાયરિંગ કર્યું હતું.
આ પિતા અને પુત્ર પોતાના જીવ બચાવવા માટે ગાડી લઈને ઝડપથી ચલાવીને શેત્રુંજી નદીના કિનારે તરફ ગયા હતા પરંતુ આ હુમલો કરનાર તેમની પાછળ પાછળ ફાયરિંગ કરતા ગયા હતા. અને અચાનક જ તેના ફાયરિંગમાં પિતા -પુત્ર માથા અને પગના ભાગે ગો.ળી મારી દીધી હતી. ત્યારબાદ આ ઘટના થતા તેમની આસપાસના લોકો આવી જતાં તે અજાણ્યા શખ્સ ને લીધે ભાગી ગયા હતા.
આ પિતા- પુત્ર અને માથાના ભાગે અને પગના ભાગે ગોળી વાગતા તેઓ ઘટના સ્થળે જ બેહોશ થઈ ગયા હતા. ત્યાર બાદ આજુબાજુના લોકો ત્યાંથી નીકળતા હતા તેમાંથી કોઈ વ્યક્તિ આ પિતા અને પુત્ર તળાજાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાંથી તેમની ભાવનગર સરટી હોસ્પિટલમાં દાખલ કરાયા અને તેની સારવાર આપી હતી.
પુત્ર મુકેશનું સારવાર દરમિયાન મોત થયું હતું અને પિતાની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ તેમના પરિવારના લોકોને આ ઘટના અંગેની જાણ કરાઈ હતી તેઓ પણ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને પરિવારના લોકોએ આ તળાજા પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસે આ હત્યારાને શોધી રહ્યા છે અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે પોલીસે આ ઘટના અંગેની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]