Breaking News

નદીના કોતરની ઝાડીમાં લટકતો હાથ જોઈને લોકોનું ટોળું એકઠું થયું, ઝાડીમાં અંદર જઈને જોતા જ લોકોએ ઉભા રોડે દોટ મુકવી પડી… વાંચો..!

જ્યારે પણ આપણે કોઈ એવી ચીજ વસ્તુ જોઈ લઈએ છે કે, જેને જોતાની સાથે આપણા હોશ ઉડી જતા હોય છે. ફરી એક વખત સમગ્ર ગામ લોકોના તેમજ આસપાસ ઉભેલા સૌ કોઈ લોકોના હોશ ઊડી જાય તેવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના પરિધપુરમાંથી સામે આવ્યો છે. અહીં ફરીદપુર પાસેથી બહગુલ નામની નદી પસાર થાય છે..

ગામના લોકો આ નદીને પસાર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. જ્યારે સવારનો સમય કેટલાક લોકો આ નદી પાસેથી પસાર થતા હતા. ત્યારે તેઓએ નદીના જાડી જાખરાની અંદર એક લટકતો હાથ જોયો હતો. આ હાથ જોતાની સાથે જ તેમને કાળજા કંપની ઉઠ્યા હતા..

તો કેટલાક લોકોના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા અને વિચારવા લાગ્યા કે, આખરે આ જાડીની અંદર એવું તો શું છે કે, માણસનો હાથ લટકતી હાલતમાં દેખાઈ આવ્યો છે. શરૂઆતમાં તો તેની નજીક પણ જવાની કોઈપણ વ્યક્તિએ હિંમત કરી નહિ પરંતુ ગામના અન્ય બે વ્યક્તિ આવ્યા અને તેઓએ આ જાડી ઝાંખરાની અંદર ઉતરીને શું છે..?

તે જોવાની કોશિશ કરી હતી. જ્યારે તેઓ અંદર પ્રવેશે ત્યારે તેઓએ જોયું કે, નદીના કોતર વિસ્તારમાં આવેલી આ જાડી ઝાંખરાની અંદર એક વ્યક્તિનું મૃતદેહ છે. જેનો હાથ જાડીની બહાર આવી ગયેલો હોવાથી ત્યાં રહેલા લોકોને આ હાથ દેખાઈ ગયો હતો અને આ હાથની પાછળ છુપાયેલી લાશ પણ મળી આવી હતી.

ઘટનાની જાણકારી તેઓએ નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી. પોલીસ સ્ટેશનથી અધિકારી તો અહીં આવી પહોંચ્યા હતા અને શું થયું છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, આજથી પાંચ દિવસ પહેલા મોહનનાપરામાં એક પરિવારે તેમના પરિવારનો 35 વર્ષનો એક યુવક ગુમ થઈ ગયો છે..

તેવી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે કદાચ આ વ્યક્તિએ ગુમ થયેલો વ્યક્તિ જ હશે. તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ફરિયાદ કરનાર વ્યક્તિઓને તાબડતોબ આ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા અને લાશની ઓળખાણ કરવા માટે જણાવ્યું હતું. જેમાં તેઓએ ઓળખી લીધું કે, આ તેમના જ પરિવારનો સભ્યો છે..

જેની ઉંમર ૩૫ વર્ષની અને તેનું નામ વેદરામ હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા પાંચ દિવસથી પોતાના ઘરેથી ગાયબ હતો. પરંતુ છઠ્ઠા દિવસે અચાનક જ તેની લાશ આ નદીના જાડેજા આંકડામાંથી મળી આવતા અત્યારે પરિવારને માતમ છવાઈ ગયો છે. આ લાશ ચપ્પલ વેદરામની છે. જેના હાથ ઉપર તેની પત્નીનું નામ અનિતા તેમજ..

તેના શરીર ઉપર ઓમ નમઃ શિવાય, રાધે રાધે અને જય મહાકાલ તેમજ હર હર મહાદેવના ટેટુ ચિત્રાવેલા હતા. જાણકારી મુજબ માહિતી મળી છે કે જગપાલ વેદરામ નામનો યુવક છ ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો. આ ઉપરાંત જગપાલને તેના સુખી લગ્નજીવન દરમિયાન પાંચ બાળકો પણ છે..

અત્યારે જગપાલનું મૃત્યુ થઈ જતા પરિવાર રજળતી હાલતમાં આવી પડ્યો છે. તે સવારમાં ઘરેથી કોઈ પણ વ્યક્તિને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો અને પાંચ દિવસ સુધી ઘરે આવ્યો નહીં અને હવે ઘરે જપાલની લાશ આવી પહોંચી છે. જગપાલની પત્નીનું કેવું છે કે, જગપાલને કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની ન હતી..

છતાં પણ તેનું મોત કેવી રીતે થઈ શકે છે તે હજુ પણ તેની સમજની બહાર છે. આ ઉપરાંત તેણે આપઘાત કર્યો હશે કે, પછી તેને કોઈએ મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધો છે. તેની પણ હજુ કોઈ માહિતી મળી નથી. હાલ જગપાલની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *