Breaking News

નદી કિનારે સફેદ કપડામાંથી રડવાનો વિચિત્ર અવાજ આવતા દારૂડીયો નજીક ગયો, આંખો પહોળી કરીને જોયું તો દેખાયું એવું કે પીધેલા ને પણ ઉતરી ગયું…!

અમુક ઘટના એટલી બધી વિચિત્રની અજુગતી હોય છે કે, જેને જોઈને આપણી આંખોને પણ બે ઘડી વિશ્વાસ આવતો નથી. તો અમુક ઘટનાને તો જોતાની સાથે જ આપણે પણ ચોકી જઈએ છીએ અને વિચારમાં મુકાઈ જઈએ કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું હશે. અત્યારે કંઈક એવી જ ઘટના દારૂડિયા વ્યક્તિ સાથે બની છે..

દારૂનું વ્યસન કરનારા ઘણા બધા વ્યક્તિ શહેરની અંદર આમથી આમ મન ફાવે તેવી જિંદગી જીવતા હોય છે. તેઓને અસલ જિંદગીની કોઈ પણ ભાન રહેતી નથી. પરંતુ અત્યારે એક દારૂડિયાને કારણે ખૂબ જ મોટું અને સારું કામ થઈ ગયું છે. જેમાં એક નવજાત બાળકીનો જીવ પણ બચી ગયો છે..

નદીના કિનારા પાસેથી એક દારૂડિયો યુવક પસાર થઈ રહ્યો હતો, તેણે જોયું તો નદીના કિનારે સફેદ કલરના કપડામાંથી રડવાનો વિચિત્ર અવાજ આવતો હતો. આ વાત સાંભળીને તેનામાં કદાચ માનવતા જાગી હશે. એટલે તે તરત જ નદીના કિનારા પાસે નજીક ગયો અને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા..

તેણે આ સફેદ કપડાની અંદર એક નવજાત તાજી જન્મેલી બાળકીને જોઈ હતી. જેને જન્મતા વેંત જ તેના મા-બાપે ફેંકી દીધું હોય તેવું લાગી રહ્યું હતું. તેણે પીધેલો દારૂ પણ તેને ઉતરી ગયો અને તરત જ તે આસપાસ રહેલા અન્ય લોકોને ત્યાં બોલાવી લાવ્યો અને કહ્યું કે, અહીં સફેદ કપડાની અંદર એક નવજાત બાળકી મળી આવી છે..

આપણે તેની મદદ કરવી જોઈએ કેટલાક લોકોએ તો મદદ કરવાની ના પણ પાડી દીધી હતી. પરંતુ માનવ પ્રેમી વ્યક્તિઓ ત્યાં આવી પહોંચી અને સફેદ કપડામાં વીંટાળેલી આ બાળકીને બહાર કાઢી હતી. ત્યારબાદ તેની હાલત ખૂબ જ નાજુક હોવાને કારણે તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી..

આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જ્યારે આ બાળકીને હોસ્પિટલે લઈ આવવામાં આવી ત્યારે ડોક્ટરે તપાસ કરવાની સાથે જણાવ્યું કે, જો આ બાળકીને હોસ્પિટલ લાવવામાં થોડુંક મોડું થઈ જાત તો કદાચ એનો જીવ પણ જતો રહેતો કારણ કે બાળકીને જન્મતા વેત જ ફેંકી દેવામાં આવી છે..

આ સાથે સાથે તે સંપૂર્ણ રીતે તંદુરસ્ત નથી અને ખુલ્લા તડકાની અંદર તે ઘણા સમયથી પડી રહેલી હોવાથી તેના શરીરમાં અતિશય પ્રમાણમાં તાવ ચડી ગયો છે. પરંતુ તેને તાત્કાલિક સારવાર મળી ગઈ એટલા માટે હવે તેનો જીવ બચી ગયો છે. ઘટનાની જાણકારી પોલીસને પણ પહોંચાડવામાં આવી હતી…

કારણ કે, આ બાળકીના મા-બાપ કોણ છે..? અને તેને શા માટે અહીંને ફેંકીને ચાલ્યા ગયા છે. તેની કોઈ વ્યક્તિને ખબર હતી નહીં, પોલીસે ટિમો બનાવીને ઘટનાની તપાસ તો શરૂ કરી દીધી છે. આ દારૂડિયા યુવકને નજીક બોલાવીને સૌ કોઈ લોકો તેને પૂછવા લાગ્યા હતા કે, તને કેવી રીતે ખબર પડી કે આ બાળકી અહીંયા પહેલેથી જ પડેલી છે..

ત્યારે તેણે જણાવ્યું કે, તેના પરિવારજનો એ તેને દારૂનો નશો કરતો હોવાને કારણે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને તે રખડતો રખડતો અહીં આવી પહોંચ્યો ત્યારે અચાનક જ તેને રડવાનો અવાજ સંભળાયો હતો અને આ અવાજ સાંભળીને તે જ્યારે અહીં આવી પહોંચ્યો ત્યારે તેણે આ બાળકીને જોઈ હતી..

અને આ દ્રશ્ય જોતા જ તેનું દિલ દ્રવ્ય ઉઠ્યું અને તરત જ તેને માનવતા ખાતર આસપાસના લોકોને ઘટનાની આ જાણકારી આપી હતી. અને આ બાળકીનો જીવ બચી ગયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈ લોકો દારૂડિયા યુવકની આ કામગીરીથી પ્રભાવિત થયા છે. અને તેને પણ સારી સલાહ અને શિખામણ આપતા જણાવ્યું કે દારૂ જેવી કુટેવ અને વ્યસનો ને છોડી દેવા જોઈએ એને રાજી ખુશીથી પરિવારજનો સાથે જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *