Breaking News

નામચીન હોસ્ટેલના શાકમાંથી મરેલી ગરોળી નીકળતા જ થાળીઓના ઘા થયા, આ હોસ્ટેલમાં બાળકોને મોકલતા પહેલા વાલીઓ ચેતજો..!

ખાવા-પીવાની ચીજ વસ્તુઓની અંદર જો સહેજ અમથી પણ ચૂક દેખાડવામાં આવે તો તેને ક્યારેય પણ સહન કરવામાં આવતી નથી. કારણ કે, ગમે તેવી ચીજ વસ્તુ ખાવાની કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળી જતું હોય છે. અને ગંભીર બીમારી થવાના પણ ચાન્સ વધી જાય છે. આ સાથે સાથે વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનીંગની સ્થિતિ શરૂ થઈ જતી હોય છે..

અને ઘણી બધા કિસ્સાઓમાં ફૂડ પોઈઝનીંગના કારણે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા બનાવો પણ આપણે સાંભળી ચૂક્યા છીએ, છતાં પણ અમુક જગ્યાએ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. અત્યારે બાળકોના જીવ સાથે ચેડા થઈ ગયા હોય તે પ્રકારની એક ઘટના રાજસ્થાનના અજમેરથી સામે આવી છે..

અહીં કેન્દ્રિય વિશ્વવિદ્યાલય માં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તેની જ હોસ્ટેલમાં રહીને પોતાનું કરિયર બનાવી રહ્યા છે, પરંતુ તેમને બરાબર ખાવા પીવાની ચીજ વસ્તુ પૂરી પાડવામાં આવતી ન હોય તેવી ઘણી બધી ફરિયાદો પાછળના સમયમાં નોંધાઈ ચૂકી હતી. છતાં પણ આ બાબતના નિવેદાને લઈને કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો નહીં..

અહી આવેલી ગર્લ્સ હોસ્ટેલની અંદર અવાર નવાર ખાવાની ચીજ વસ્તુમાંથી એવા જીવજંતુ કે જીવાંતો મળી આવે છે, જેને જોતાની સાથે જ વિદ્યાર્થીઓ વિરોધ કરવા લાગે છે. પરંતુ તેમના વિરોધને સાંભળવા માટે કોઈપણ વ્યક્તિ કાન ધરતું નથી, આજથી ત્રણ દિવસ પહેલા આ હોસ્ટેલના ભોજનાલયની અંદર શાકમાંથી કીડો નીકળ્યો હતો..

અને હવે કીડાની સાથે સાથે મરેલી ગરોળી પણ નીકળી છે, આ દ્રશ્ય જોતા જ શાકનો કોળિયો મોઢામાં મુકતાના લોકોને ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને ઉબકાઓ પણ આવવા લાગ્યા હતા, આવી ચીતરી ચડાવી દેતી ચીજવસ્તુએ લોકોના મનમાં ગુસ્સો પણ પેદા કરી દીધો હતો, આ મરેલી ગરોળીને જોતાની સાથે થાળીઓના ઘા પણ થઈ ગયા..

અને વિદ્યાર્થીઓ એટલા બધા ગુસ્સે ભરાયા કે, તેમને યુનિવર્સિટીના પ્રશાસનના સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી નાખી હતી. આ બાબતને લઈને એબીવીપીના અધિકારીઓએ ઘણી બધી વાર પ્રશાસનને સમસ્યા વિશે જણાવ્યું હતું. પરંતુ તેમની વાતમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવતું હતું નહીં..

ત્રણ દિવસ પહેલા જ્યારે ખાવાની થાળીની અંદર રહેલા શાકમાંથી કીડો મળી આવ્યો હતો, ત્યારે વિદ્યાર્થીએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી દીધો હતો. છતાં પણ આ વિશ્વવિદ્યાલયની અંદર કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં અને આ ઘટનાના ત્રણ દિવસ પછી તરત જ ખાવાના શાકની અંદરથી મરેલી ગરોળી મળી આવતા ભારે હોબાળો મચાઇ ગયો હતો..

મરેલી ગરોળી જોઈને વિદ્યાર્થીઓએ ખાવાનું બંધ કરી દીધું અને તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા અને કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને સંચાલિત કરનાર મેનેજરે પણ પત્ર લખીને સૌ કોઈ લોકોની માફી માંગી છે કે, આગળ જતા આવી ઘટના ક્યારેય પણ નહીં બને પરંતુ જે જગ્યાએ આપણે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હોય નહીં..

તેવી જગ્યાએ ક્યારેય પણ આપણે બાળકોને ભણવા માટે મૂકવા જોઈએ નહીં આવી નાની નાની બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું હવેના સમયમાં જરૂરી બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *