સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે પરતું ક્યાંક મુશળધાર વરસે છે તો ક્યાંક સાવ કેવા પુરતો વરસે છે. મતલબ રાજ્યમાં હજુ એક સરખું ચોમાસું રાગે પડ્યું નથી. હજુ એવી કોઈ સીસ્ટમ સક્રિય પણ નથી થઈ કે જેથી આખા રાજ્યમાં અમુક દિવસો સુધી એકદહ્રો વરસાદ વરસે અને નદી-ડેમોને નવા નીરથી છલકાવી નાખે.
અત્યારે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે વરસાદે બ્રેક મારી હતી ત્યાર બાદ શુક્રવારે કુલ 90 જેટલા તાલુકાઓ માં 1 થી 1.5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં 1.5 ઈંચ તેમજ મેઘરજ, અબડાસા અને ભાણવડમાં એક-એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
હાલ અત્યાર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં થઈને કુલ 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જયારે પ્રદેશ મુજબ ગણતરી કરીએ તો દક્ષીણ ગુજરાતમાં સૌથી વધારે 56 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હજી 2 દિવસ સુધી રાજ્યમાં હળવોથી માધ્યમ વરસાદ પડે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 6 અને 7 સપ્ટેમ્બરના દિવસે દક્ષીણ ગુજરાતને વરસાદ ધમરોળી નાખશે અને પવન સાથે ધોધમાર વરસાદ આવાનું ચલુ થશે. આવી આગાહી રાજ્યના હવામાન ખાતાએ કરી છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, ગીર-સોમનાથ, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી અને કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. જ્યારે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૃચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
6 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદના ડાકલા શરુ થઈ જશે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વાતાવરણએ એવો મોડ પકડયો છે કે આપણને જોતા એવું જ લાગે કે હમણે જ વરસાદ તૂટી પડશે પરતું વરસાદ યોગ્ય રીતે વરસતો નોહ્તો. પરતું 6 અને 7 તારીખે વરસાદ મન મૂકીને વરસશે. જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યો છે.
આ વર્ષે વરસાદ ઓછો થતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે અગવડતા પડી રહી છે. પરતું જો આ આગાહી મુજબ વરસાદ વરસી જશે તો પાણી ની બધી જ સમસ્યા દુર થઈ જશે. અત્યારે રાજ્યના તમામ ડેમોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે. ઉનાળામાં પીવાના પાણીના જથ્થાને રીઝર્વ રાખીને બાકીનો જથ્થો સિંચાઈ માટે આપી શકાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]