Breaking News

મુસાફરો ભરેલી બોટ પલટી જતા 51 લોકોના મોત, 69 લોકો લાપતા.. વાંચો વિગતે ..!

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ખાતે નદીમાં હોડી પલટી જવાના કારણે 100 કરતા પણ વધારે લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. પ્રાંતીય અધિકારીઓના કહેવા પ્રમાણે કોંગો નદીમાં બનેલી આ દુર્ઘટનાએ ઓછામાં ઓછા 100 લોકોનો ભોગ લીધો છે.

ઉત્તર પશ્ચિમી પ્રાંત મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મૈગબાડોએ 51 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાની અને 69 લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી આપી હતી. તે સિવાય 39 લોકો સુરક્ષિત બચી ગયા છે.

અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ કોંગો ખાતે હોડી પલટી જવાના કારણે 60 લોકોના મોત થયા હતા. હોડીમાં તેની ક્ષમતા કરતા વધારે સંખ્યામાં લોકો સવાર હોવાથી દુર્ઘટના બની હતી. દેશના માનવીય મામલાઓના મંત્રી સ્ટીવ મબિકાયીએ તે હોડી પર 700 લોકો સવાર હોવાની માહિતી આપી હતી.

કોંગો ખાતે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 20 લોકોની ભાળ નહોતી મળી. હોડીમાં ક્ષમતા કરતા વધારે સંખ્યામાં મુસાફરોને ભરવાના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે.

કોંગોમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. દેશભરના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાથી લોકો હોડી દ્વારા મુસાફરી કરવાને પ્રાધાન્ય આપતા હોય છે. કોંગોના લોકો માટે લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર વિકલ્પ કોંગો નદી છે. કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હોવાથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન નથી આપી શકતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાતમ આઠમે ફરવા ગયેલા પરિવારની કારને ડમ્પરે કચડી નાખતા 5 લોકો કાળનો કોળીયો બન્યા, કાળજા ધ્રુજાવતો કિસ્સો..!

રજાનો સમય આવતાની સાથે દરેક લોકો પરિવાર સાથે સમય વિતાવવા માટે જુદી-જુદી જગ્યાએ જતા રહેતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *