Breaking News

મુસાફરો ભરેલી બસમા આગ લાગતા જીવ બચાવવા તડપતા રહ્યા લોકો, બહાર ન નીકળી શકતા શરીર થયા બળીને ભડથું.. જુવો વિડીયો..!

આગના બનાવો સાથે સુરત હંમેશા ચર્ચામાં હોઈ છે. તક્ષશીલાનો કાળજું કંપાવે તેવો બનાવ હજુ ભુલાયો નથી ત્યાં ગઈ રાત્રે બીજો બનાવ એવો બન્યો છે કે જોઈને સૌ કોઈ લોકોના કાળજા બેસી ગયા છે. હકીકતમાં સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખાનગી બસ રાજધાનીમાં ભીષણ આગ લાગી હતી.

આગ લગતા જ તરત જ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવ સુરતના હીરાબાગ સર્કલ કે જે ખુબ ભીડવાળો વિસ્તાર છે ત્યાં બન્યો હતો. આગ લાગતા તરત જ લોકો પોત પોતાનો જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરવા લાગ્યા હતા. રાજધાની બસમાં ac હોવાથી કાચ ઉપરથી નીચે સુધી પેક હતા…

જેના પગલે લોકો કાચ તોડીને નીકળી શક્ય નહી. પરતું બસના પાછળના ભાગે ઈમરજન્સી દરવાજો હતો. એ ખોલીને બસમાં રહેલા મુસાફરો બહાર નીકળવા લાગ્યા હતા. એક સાથે બધા જ મુસાફરો બહાર નીકળતા હતા એટલે સૌ કોઈ લોકો બહાર નીકળી શક્યા નહી.. અને અંદર મહિલા અને નાની બાળકીઓ ફસાઈ ગયા હતા..

જોત જોતામાં જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કોઇપણ વ્યક્તિ તેઓને બચાવવા માટે પણ જઈ શકેતેમ નોહ્તો. આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી.

આગમાં દાઝી જતાં 2 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. યોગી ચોક પાસે મંગળવારે મોડી રાત્રે એક બસ ભાવનગર જવા નીકળી હતી. બસની પાછળ રાજધાની લખ્યુ હતું. આ બસ એસી હતી. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેસ્યા હતા. બસ યોગી ચોક પાસેથી પસાર થઈ રહી હતી તયારે તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.

બસ ડ્રાઈવરને આ વિશે જાણ થતા જ તેણે બસ ઉભી રાખી હતી. પરંતુ લક્ઝરી બસમાં એસીનું કોમ્પ્રેસર જોતજોતામાં ધડાકાભેર ફાટ્યુ હતુ અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ લાગતા જ બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવકતો બહાર નીકળી ગયો હતો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

આ દ્ર્શ્યો અત્યંત ચિતાજનક અને ડરામણા હતા. ત્યા એકઠા થયેલા લોકોએ નજરોનજર મહિલાને ભડભડ સળગતી જોઈ હતી. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી.

આગ આ કારણે લાગી હતી : બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ હતા, જેમાં શોર્ટસર્કિટ થયુ હતુ અને આગ લાગી હતી. જે બસના કોમ્પ્રેસર સુધી પહોંચી હતી, અને કોમ્પ્રેસર ફાટ્યુ હતું. બસમાં ફોમની ગાદી હતી, જેથી આગ વધુ વિકરાટ બની હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *