Breaking News

મૂંગી યુવતીને તેનો ભાઈ સાંકળ સાથે બાંધીને મારતો હતો ઢોર માર, લોકોએ ભેગા મળીને પૂછપરછ કરી તો સામે આવ્યું એવું કારણ કે જાણીને બધાના હોશ ઉડી ગયા..!

દિવસે ને દિવસે મારપીટ, હેરાનગતિ અને છેતરપીંડીની ઘટનાઓ ખુબ જ વધારે પ્રમાણમાં બનવા લાગી છે. આવી ગુનાખોરીઓમાં અતિશય માત્રામાં વધારો નોંધાઈ રહ્યો છે. જે દરેક લોકો અને તંત્ર માટે મોટો પડકાર છે. અત્યારે સિરોહી-કીરત હાઈવે ઉપર ત્રિમૂર્તિ સ્કેવર પાસેથી એક અસ્થિર મગજની યુવતી મળી આવી હતી.

ત્યાંના આસપાસના લોકોએ આ યુવતીને જોતા જ સમજી ગયા હતા કે આ યુવતીની માનસિક સ્થિતિ બરાબર નથી. તેથી તેઓએ યુવતીની પૂછપરછ કરી હતી કે તેનું નામ શું છે અને ક્યાંથી આવે છે. પરતું પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ યુવતી બોલી શકતી નથી.  તેમજ ત્યારબાદ તેઓએ પોલીસને બોલાવી હતી.

પોલીસ જ્યારે ઘટના સ્થળ પર આવી ત્યારે આ યુવતી પોલીસ સાથે ઇશારામાં વાત કરતી હતી. પોલીસે યુવતીને પોતાના ઘરે જવા માટે કહ્યું હતું તો યુવતીઓ બે હાથ જોડીને પોલીસને પગે લાગવા માંડી અને ઈશારામાં કહ્યું કે હવે તેને ઘરે નથી જવું. આ યુવતીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેનું મગજ અસ્થિર હતું. તેમજ તેની પગ પાસે એક સાંકળ બાંધેલી હતી..

તેમજ તે બોલી પણ શકતી ન હતી. તેથી આ યુવતીનું પૂછપરછ કરીને તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવવી ખૂબ જ મુશ્કેલ હતી. આ યુવતીએ ઈશારામાં જણાવ્યું હતું કે, તેને ચાર દિવસથી જમવાનું મળ્યું નથી. અને તે જુદા-જુદા વિસ્તારોમાં રખડી રહી છે. આ શબ્દો સાંભળતા જ પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પોલીસે તાબડતોબ આ યુવતીને નજીકના હોસ્પિટલમાં તપાસ માટે ખસેડી હતી જ્યાં જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યાં વધારે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ યુવતીના સગાભાઇ મોહિત તેની સગી બહેનને ઘરમાં બાંધી રાખતો હતો. અને તેને ગડદાપાટાનો માર મારતો હતો..

રોજ માર સહન કરવાથી તેનું શરીર પણ સાવ નબળું પડી ગયું હતું. અંતે કંટાળીને શનિવારે ઘરેથી ભાગી છૂટી હતી. ઘરેથી ભાગ્યા બાદ તેની પાસે કોઈ પણ સુરક્ષિત સ્થાન નહોતું. તેથી તે જુદા-જુદા વિસ્તારોમાં ભટકયી હતી. પોલીસને આ સમગ્ર બાબતની જાણ થતા તેઓએ તરત જ યુવતીને નારી સુરક્ષા કેન્દ્રમાં મોકલી દીધી છે..

અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતીને ઢોર માર મારીને છાશવારે હેરાનગતી પહોચાડવાનું કામ તેનો ભાઈ શા માટે કરતો હશે ????? આ પ્રશ્ન સૌ કોઈ ના મગજ માં ગૂંચવાઈ રહ્યો છે. પરંતુ પોલીસ પણ આ બાબતે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. તેથી ટૂંક સમયમાં જ આ ઘટના પાછળનું ચોંકાવનારું તારણ સામે આવી જશે….

પરિવારનો કોઈ પણ સભ્યનું મગજ અસ્થિર થઈ જાય. અથવા તો કોઈપણ ગંભીર બીમારીમાં સપડાઈ જાય તો તેનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી ઘરના સભ્યોની રહે છે. પરંતુ આ કેસમાં ઘરના સભ્યોએ આ યુવતી સાથે ગેરવર્તન કરીને તેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાબતે યોગ્ય કહેવાય નહીં.

ખરેખર આ બાબત માનવતાને શરમમાં મૂકે તેવી છે. ઘરના સભ્યનું એટલે કે યુવતીના સગા ભાઈનું આ પ્રકારનું વર્તન જોઈને સૌ કોઈ લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દરેક ભાઈના દિલમાં પોતાની બહેન માટેનું સ્થાન ખુબ ઊંચું હોઈ છે. પરંતુ આ ઘટના કૈક અલગ જ પરિસ્થિતિમાં સર્જાઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *