Breaking News

મમ્મી, હું મિત્રો સાથે પાર્ટી કરવા જાઉં છું કહીને જુવાનીયો યુવક ઘરેથી નીકળ્યો, 10 મિનીટમાં જ એવા સમાચાર આવ્યા કે માં-બાપ ચક્કર ખાઈ ગયા..!

ઘણી બધી વાર માતા-પિતા માટે અમુક નિર્ણયો ખૂબ જ મુશ્કેલરૂપ બની જતા હોય છે, કારણ કે તેમનો અંતર આત્મા કંઈક જુદો જવાબ આપતો હોય છે, જ્યારે પરિસ્થિતિ તેમના માટે કંઈક જુદી જ ઊભી થઈ જતી હોય છે. હાલ એક માતા પિતા માટે એવી જ સ્થિતિ ઊભી થઈ જવા પામી હતી કે..

જ્યારે એકના એક લાડકવાયા દીકરાએ તેના માતા પિતાને નવા વર્ષની પાર્ટીની ઉજવણી કરવા માટે તેના મિત્રો સાથે જવાની મંજૂરી માંગી હતી, જો માતા-પિતા તેના બાળકને મંજૂરી ન આપે તો તે નારાજ થઈ જશે અને તેના મિત્રો સાથે તે ક્યારેય પણ મજાક મસ્તી કે આનંદ કરી શકશે નહીં તેવો વિચાર આવ્યો હતો..

અને બીજી ક્ષણે તેને એવો વિચાર આવ્યો કે, કદાચ તેઓ તેમના બાળકને આ પાર્ટીની અંદર જવાની પરવાનગી આપશે તો તેમનો બાળક સુરક્ષિત રહેશે કે નહીં તેની પણ તેમણે ચિંતા થતી હતી. ઘણી બધી વાર માતા-પિતા તેમના બાળકોના નિર્ણયોને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ જતા હોય છે..

અત્યારે એક માતા પિતા માટે તો આફતોના આભ ફાટી નીકળ્યો છે, આ ઘટના ડિમ્પલ પાર્કમાં રહેતા અશ્વિનભાઈ નામના વ્યક્તિ સાથે બની છે. અશ્વિનભાઈ તેમની પત્ની સરોજબેન તેમજ તેમનો એકનો એક લાડકવાયો દીકરો રોહિતની સાથે રાજી ખુશીથી જીવન જીવી રહ્યા હતા..

અશ્વિનભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા, જ્યારે તેમની પત્ની સરોજબેન પોતાના જ ઘરે બાળકોને ટ્યુશન આપીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો 20 વર્ષનો દીકરો રોહિત અભ્યાસ કરી રહ્યો હતો અને તે નવા વર્ષની ઉજવણીની પાર્ટી કરવા માટે તેના સોસાયટીના અન્ય મિત્રોની સાથે ઘરથી થોડી દૂર જવા માટે તેના માતા-પિતા પાસે પરવાનગી માંગવા લાગ્યો હતો..

સરોજ બહેને સૌપ્રથમ પરવાનગી આપવાની મનાઈ ફરમાવી દીધી હતી, પરંતુ રોહિત રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તેના અન્ય મિત્રો પણ આ પાર્ટીની અંદર જઈ રહ્યા છે. અને તેને પણ જવાની ખૂબ જ ઈચ્છા છે. જો તે નહીં જાય તો તેના મિત્રો પણ આ પાર્ટી કેન્સલ કરી દેવાનું જણાવી રહ્યા છે..

જ્યારે સરોજબેન તેના દીકરાને મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, આ પાર્ટીની અંદર તેઓએ તેમના દીકરાને મંજૂરી આપી દેવી જોઈએ એમ વિચારીને તેણે તેના દીકરાને કઠણ કાળજે આ પાર્ટીમાં જવા માટે મંજૂરી આપી હતી. તેમજ આ વાત વિશે તેઓએ અશ્વિનભાઈને પણ વાતચીત કરી હતી..

અશ્વિનભાઈએ પણ પોતાના દીકરાની ખુશી માટે તેને આ પાર્ટીની અંદર જવા માટે મંજૂરી આપી હતી, પરંતુ ઘણી બધી બાબતોની સાવચેતી રાખવા માટે પણ જણાવ્યું હતું. સાંજના આઠ વાગ્યા આસપાસ રોહિત તેના સોસાયટીના મિત્ર પ્રીતમ, દુર્ગેશ, હિરેન અને મિતુલની સાથે નીકળી પડ્યો હતો..

રોહિતના ઘરેથી નીકળ્યા માત્ર 10 મિનિટની અંદર જ રોહિતના ઘરે એવા સમાચાર આવી ગયા હતા કે, આ સમાચાર સાંભળતાની સાથે જ રોહિતના માતા-પિતા તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. રોહિતની માતા સરોજબેનને તો હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી, હકીકતમાં 10 મિનિટની અંદર જ સોસાયટીના કેટલાક રહીશો રોહિતના ઘર પાસે આવી પહોંચ્યા..

અને કહેવા લાગ્યા કે, તમારા દીકરાને અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને ભલભલા લોકોના મગજ શાંત બેસી ગયા હતા કારણ કે, જે દીકરો માત્ર 10 મિનિટ પહેલા જ તેના ઘરેથી નીકળ્યો હતો. તે દીકરાના દસ મિનિટ બાદ મૃત્યુના સમાચાર તેના ઘર સુધી પહોંચ્યા હતા..

આ સમાચારના આઘાતને રોહિતના માતા-પિતા સહન કરી શક્યા નહીં, રોહિતના પિતા વારંવાર દરેક લોકોને પૂછવા લાગ્યા હતા કે રોહિતને શું થયું છે અને તે કઈ હાલતમાં છે, ત્યારે સોસાયટીના રહીશોએ કહ્યું કે તે સોસાયટીના અન્ય મિત્રોની સાથે પાર્ટી કરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સોસાયટીની થોડે દૂર જ એક કાર ચાલકની અરફેટે આવી જતા રોહિત ઘટના સ્થળે જ ફંગોળાઈને નીચે પડતા તેનું મૃત્યુ થઈ ગયું છે..

જ્યારે તેની સાથે દુર્ગેશ અને મિતુલને પણ ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચી છે, મિતુલની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. તે પણ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે. જ્યારે રોહિતનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે બાકીના સભ્યોનો આબાદ રીતે બચાવ થયો છે, આ કાળમુખા અકસ્માતને લઈને રોહિતને તેનો જીવ ગુમાવવો પડ્યો હતો..

જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે રોહિતની માતા રડતા-રડતા કહેવા લાગી કે, તેની ઈચ્છા ન હતી કે તે રોહિતને પાર્ટીમાં જવાની પરવાનગી આપે છતાં પણ તેના દીકરાની ખુશી માટે તેણે પોતાના મનને મનાવી લીધું અને પોતાના દીકરાને પાર્ટીમાં જવાની પરવાનગી આપી હતી..

કદાચ એ વખતે તેને પરવાનગી આપી ન હોત તો આજે તેમના દીકરો તેમની સામે હસતો ખેલતો હોત, પરંતુ તેને પાર્ટીમાં જવાની પરવાનગી આપી અને તેના દીકરાને કાળમુખો અકસ્માત નડી જતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. અશ્વિનભાઈ અને સરજબેનને તેમનો એકનો એક લાડકવાયો દીકરો ખોવાની નોબત આવી પડી હતી..

ઘટનાના સમાચાર અશ્વિનભાઈના માતા પિતા તેમજ તેમના કુટુંબના અન્ય સભ્યો સુધી પહોંચે ત્યારે દરેક લોકોની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી કારણ કે, એકનો એક લાડકવાયો દીકરો ખોવાનો ગમ જાણીતા દરેક લોકોને હતો, જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય છે..

ત્યારે દરેક માતા-પિતા ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા જતા હોય છે અને આવી પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની પણ પછી ખબર રહેતી હોતી નથી. દરેક માતા પિતાએ તેમના બાળકોને સારી સલાહ શિખામણ આપવી જોઈએ તેમજ લોકોએ પણ ડ્રાઇવિંગ પ્રત્યે પોતાની જાગૃતતા રાખીને બેફામ રીતે ગાડી ચલાવવાની બદલે..

ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરી દરેક લોકોને સાથ અને સહકાર આપવો જોઈએ કારણ કે, બે ફામ રીતે ગાડી ચલાવવાને કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. આવા ઘણા બધા દાખલાઓ આપણે રોજબરોજની જિંદગીની અંદર જોતા રહીએ છીએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …