Breaking News

મમ્મી, ‘હું સ્કુલે જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલી લાડકી દીકરી સાથે થયું એવું કે માં-બાપ ઉભા રોડે દોડતા થયા, વાલીઓ ખાસ વાંચજો…

ઘરની બહેન દીકરીઓ સાથે આજકાલ ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે. મહિલા અને દીકરીઓ સાથે અપહરણ અને છેડતીની ઘટનાઓ વધવાને કારણે તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. મહિલા અને દીકરીઓ આજકાલ પોતાના ઘરેથી એકલા બહાર નીકળવામાં પણ ડરી રહી છે. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.

ક્યારે કોણ વિશ્વાસઘાત કરી જાય તે કહી શકાતું નથી. માસુમ દિકરી સાથે હાલમાં જ એક કરુણ ઘટના બની હતી. જેને કારણે તેમના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. આ ઘટના કુસલીપાડા ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. ગામમાં પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના 3 સંતાનો રહેતા હતા.

જેમાં બે દીકરા અને એક દીકરી હતી. બે દીકરા મોટા હતા અને દીકરી નાની હતી. પરિવારમાં બે ભાઈઓને એકની એક જ બહેન હતી. જેને કારણે પરિવારમાં દીકરી લાડ પ્યારથી મોટી થતી હતી. દીકરીને પરિવારના લોકો વાંચી-લખીને કંઈક બનાવવા માગતા હતા. દીકરીએ પરિવારમાં સૌની લાડકી હોવાને કારણે તેને પરિવારના લોકો ખૂબ જ વહાલ કરી રહ્યા હતા.

દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. દીકરીની ઉંમર 15 વર્ષની હતી. દીકરીનું નામ દીપિકા હતું અને તેના પિતાનું નામ જીતમલ કટારા હતું. દીકરીએ ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરી બીજા ગામની શાળામાં અભ્યાસ માટે જતી હતી. તે દરરોજ પોતાની બહેનપણીઓ સાથે જાલિમપુરામાં આવેલી શાળામાં જતી હતી.

સવારના સમયે તે શાળાએ જવા નીકળતી અને શાળાના છૂટવાનો ટાઈમ થતા પોતાના ઘરે પરત આવતી હતી. તે રોજે અઢી કિલોમીટર દૂર શાળાએ જતી હતી અને પરત આવતી હતી. ઘરથી અઢી કિલોમીટર દૂર શાળા હોવાને કારણે તે પોતાના ગામની દીકરીઓ સાથે જતી હતી. એક દિવસ દીકરી દરરોજની જેમ શાળાએ જવા નીકળી હતી.

દીકરીએ તેમની માતાને કહ્યું, ‘હું શાળાએ જાવ છું, તેમ કહીને નીકળી હતી’ દીકરી સાથે રસ્તામાં જ બન્યું એવું કે દીકરી શાળાએ પહોંચી ન હતી અને સાંજે શાળાનો છૂટવાનો ટાઈમ થઈ જતા તે ઘરે આવી ન હતી. જેના કારણે પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા. દીકરીની માતા દીકરીને શોધવા માટે શાળાએ પહોંચી ત્યારે દીકરી આ દિવસે શાળાએ પહોંચી ન હતી. તેની જાણ થઈ જેના કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

દરેક જગ્યાએ દીકરીને શોધવામાં આવી હતી પરંતુ દીકરીની કોઈપણ જાણ થઈ નહી. જેર ચોટી પોલીસ સ્ટેશનમાં દીકરીના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાતા જ પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી હતી. દીકરીને શોધતા સમયે જાણવા મળ્યું હતું કે તેની પાછળ બે યુવકો બાઇક લઈને ગયા હતા.

આ બંને યુવકોના નામ અતુલ અને તેની સાથે બીજો કોઈ સાથીદાર હતો. આ બંને યુવકો સલ્લોપટના રહેવાસી હતા. જેમાંથી અતુલને દીકરીના પિતા ઓળખી રહ્યા હતા તેને કારણે પોલીસને અતુલનો ફોન નંબર આપવામાં આવ્યો હતો. પોલીસ અતુલનો મોબાઇલ લોકેશનને આધારે તેને શોધવાની તપાસ હાથ ધરી હતી.

પરિવારને આ બંને યુવકોએ દીકરીના અપહરણ કર્યાની આશંકા હતી અને પરિવારનું બીજા કોઈ સભ્ય પણ આ અપહરણમાં મળેલા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. તેને કોઈની સાથે દુશ્મનવર પણ ન હતી અને પોતાની દીકરી અચાનક આવી રીતે ગુમ થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવું દુઃખ આવી પડ્યું હતું.

દીકરી સાથે શું બન્યું હશે તેમ જાણીને તેની માતા ખૂબ જ રડી રહી હતી. આજકાલિક દીકરીઓ પોતાના ઘરેથી એકલી બહાર જવામાં પણ ડરી ગઈ છે. તેની સાથે ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. જેને કારણે પરિવારની દરેક દીકરીઓએ જાળવીને રહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *