Breaking News

મમ્મી, “હું ન્યુ યરની પાર્ટીમાં જાઉં છું” કહીને ઘરેથી નીકળેલા જુવાન દીકરા સાથે થયું એવું કે માં-બાપને આવ્યો મોઢા ફાડીને રોવાનો વારો.. વાંચો..!

આજકાલના યુવાન વર્ગના લોકોમાં પાર્ટી કરવાનો શોખ દિન પ્રતિ દિન ખૂબ જ વધવા લાગ્યું છે. બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ નવી ચીજ વસ્તુ ખરીદવાની ખુશીમાં આપવામાં આવતી પાર્ટી હોય, દરેક પાર્ટીઓમાં આજકાલના યુવક યુવતીઓ મન મૂકીને ડાન્સ કરે છે. અને મિત્રો સાથે મોજ મજા પણ કરે છે..

પરંતુ માતા પિતા તેમના બાળકોને પાર્ટીનું નામ સાંભળતાની સાથે જ હંમેશા તેમને સાવચેત કરે છે. અને દરેક સમજી વિચારીને ભરીને તેમને ચેતવતા હોય છે કે જ્યારે પણ તમે લોકો બહાર જાવ છો, ત્યારે જીવને જોખમ રહે તેવી કોઈપણ ગતિવિધિઓ કરવી જોઈએ નહીં. તેમજ મા બાપે આપેલા સંસ્કારો મુજબ વર્તન કરવું જોઈએ અને ઘરે સમયસર પરત આવી જવું જોઈએ..

પરંતુ અત્યારે ઘરેથી નવા વર્ષની પાર્ટીમાં જાવું છું, કહીને નીકળેલો એક દીકરો એવી હાલતમાં તેના માતા પિતાને મળ્યો છે કે જેને જોતાની સાથે જ મા બાપની હાલત ગંભીર થઈ ગઈ હતી. આ ઘટના દેવનગર વિસ્તારની છે. અહીં રહેતો 22 વર્ષનો આકાશ તેના માતા પિતાને પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યો હતો..

તેણે તેની માતા અને પિતા બંનેને જણાવ્યું હતું કે, હું મારા મિત્રોની સાથે 31સ્ટની પાર્ટીની અંદર મોજ મજા કરવા માટે જાવ છું અને ઘરે સમયસર પરત આવી જઈશ. રાતના મોડા સમય સુધી પણ તે ઘરે ન આવતા તેના માતા પિતા તેને શોધવા માટે નીકળ્યા હતા અને તેના દોસ્તોને પણ ફોન કરીને પૂછપરછ કરવામાં આવી રહી હતી..

પરંતુ તેની સાથે ગયેલા એક પણ દોસ્તએ તે ક્યાં છે અને કઈ હાલતમાં છે..? તેનો અતો પતો દેખાડ્યો હતો નહીં. જ્યારે તેના ઘરથી થોડી દૂર તેના મા બાપ તેને શોધવા માટે નીકળ્યા ત્યારે 22 વરસનો આકાશ મૃત હાલતમાં તેમની ઘર પાસેથી મળી આવ્યો હતો. પોતાના દીકરાને હાલતમાં જોતાની સાથે જ મા-બાપ મોટા ફાડીને રડવા લાગ્યા હતા..

આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા આકાશનું મૃત્યુ થઈ ગયું હોવાથી આ ઘટનાને લઈને તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી દીધી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને આકાશના મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવા માટે મોકલી આપ્યો છે..

તેનું મૃત્યુ કેવી રીતે થયું છે, તે જાણકારી આ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. આ ઉપરાંત તે ઘરથી થોડી દૂર મળી આવ્યો હતો. ત્યાંના સીસીટીવી ફૂટેજને પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આકાશના પિતાનું કહેવું છે કે, થોડા સમય પહેલાં તેમને સાથી મિત્રોમાંથી કોઈ એક વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો. અને આ યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..

કદાચ આ વ્યક્તિએ જ તેમના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ એ શંકાસ્પદ વ્યક્તિઓને નોંધીને તેમને પૂછપરછની કામગીરી શરૂ કરી છે. આકાશને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિઓને છોડી મૂકવામાં આવશે નહીં તેને કડકમાં કડક સજા થશે તેવી ખાતરી પોલીસે આકાશના પરિવારજનોને આપી છે.

આકાશની માતાએ આકાશને પાર્ટીમાં જવાની ના પાડી હતી. પરંતુ તેનો જુવાન દીકરો જીદે ચડી ગયો હતો કે, તે તેના મિત્રો સાથે ન્યૂયરની પાર્ટીમાં જવા માટે ઈચ્છે છે. એટલા માટે આકાશની માતાએ અંતે પોતાની દિકરાની ઈચ્છા જોઈને તેને પાર્ટીમાં જવાની હા પાડી હતી. હાલ આકાશની માતાની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે..

તે અવાર નવાર બોલવા લાગી છે કે, કદાચ તેણે તેના દીકરાને પાર્ટીમાં જવાની ના પાડી હોત તો આજે તેનો દીકરો જીવતો હોત. પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે. તો સોસાયટી વિસ્તારમાં પણ ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે. આ ઘટનાથી સૌ કોઈ લોકો દુખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *