Breaking News

મમ્મી, ‘હું હોળી જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા દીકરાની લાશ 10 મિનીટમાં જ ચોંટેલી મળતા જ ચારે કોર છવાયો, માતાની હાલત જોઈ રડી પડશો..!

પ્રતિદિન નાના બાળકો સાથે કોઈને કોઈ બનાવો બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અત્યારે હોળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. દરેક સોસાયટીઓમાં તેમજ ફાર્મમાં હોળી-ધૂળેટીની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે. બાળકો તો પાણી , પિચકારી અને ગુલાલ જોઈને ભાન ભૂલી રહ્યા છે..

તેવામાં દરેક લોકોના કાળજા ફાડી નાખે એવો બનાવ મધ્યપ્રદેશના ભોપાલ પાસેના કમલાપાર્ક વિસ્તાર પાસે વોર્ડ નંબર 25માંથી સામે આવી ગયો છે. અહી એક પરિવાર રાજી ખુશીથી જીવન જીવે છે. પરિવારનો સાત વર્ષનો દીકરો રોહિત પોતાના ઘરેથી સાંજેના સમયે હોળી જોવાના બહાને નીકળ્યો હતો..

રોહિતને હોળીના તહેવારમાં પાણીના ફુગ્ગા, પિચકારી અને કલરથી રમવું ખુબ જ ગમતું હતું, પરતું રોહિત પહેલેથી જ ખુબ તોફાની હોવાને કારણે તેની માતાએ તેને એકલા જવાની મંજુરી આપી નહી. પરતું તે વારંવાર કહેતો હતો કે, મમ્મી હું બગીચા પાસે આવેલા પ્રગટાવેલી હોળીના દર્શન કરવા માટે જાવ છું..

એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો અને માત્ર 10 મિનિટની અંદર જ પોતાના દીકરાને મૃત હાલતમાં જોતા માતા એકાએક ઢળી પડી હતી. અને તેણે જોર જોરથી પોક મૂકી દીધી હતી. આ માતાની હાલત જોઈને ભલભલા લોકોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. રોહિત ધોરણ એક માં અભ્યાસ કરતો હતો..

તે પોતાના ઘરેથી નીકળીને ઘર પાસે આવેલા બગીચા નજીક હોલિકા દહન જોવા માટે તેમજ દર્શન કરવા માટે જતો હતો. ત્યારે બગીચાના ગેટ પાસે રહેલા ઈલેક્ટ્રીક બોલમાં વાયરમાં તેમનો પગ અટવાઈ ગયો હતો. આ વાયરને અચાનક અડકતાની સાથે જ તેમાંથી એકાએક કરંટ નીકળ્યો હતો અને રોહિત આ ઈલેક્ટ્રીક પોલ સાથે ચોંટી ગયો હતો..

અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે ધીરેન્દ્ર પ્રસાદ નામના વ્યક્તિ પણ ત્યાં હાજર હતા. તેઓએ જણાવ્યું કે રોહિત અને તેમનો દીકરો બંને સાથે અહિયાં આવતા હતા. એવામાં અચાનક જ રોહિતનો પગ અર્થીંગ વાળા વાયરને સ્પર્શ થતા જ તેને અચાનક આચકો લાગ્યો હતો અને તેના શરીરમાં પંચર પડવા લાગ્યું હતું..

જેના કારણે તેનો જીવ જતો રહ્યો છે. સૌ કોઈ લોકોએ ડસ્ટબિનની મદદથી તેને વાયરથી જુદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પોલમાં કરંટ લાગતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેનો જીવ ન બચી શકતા સૌ કોઈ લોકોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. જ્યાં બનાવ હોલિકા દહનના કાર્યક્રમથી માત્ર 100 ફૂટની દુરી ઉપર છે..

આ બનાવ બનતાની સાથે જ ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો. કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ હોળીના તહેવાર પહેલા જ મોતના સમાચાર સામે આવી ગયા હતા. આ બનાવને લઈને આસપાસના તમામ રહેશો ખૂબ જ રોશે ભરાયા છે. અને તેઓએ વોર્ડના ઇન્ચાર્જનો પણ ઘેરો કરી લીધો હતો..

આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, આસપાસના ઘણા બધા પોલમાં કરંટ ફેલાય છે. અને આ બાબતની ફરિયાદ પણ તેઓએ ઘણી વખત કરી છે. પાર્કની લાઈટના વાયરો પણ તૂટી ગયા છે. તેમ છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ આજે આ કરંટને કારણે સાત વર્ષના એક દીકરાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે..

ત્યારે હવે તંત્ર શું કામગીરી કરે છે તેને લઈને સૌ કોઈ લોકો નજર રાખીને બેઠા છે. જ્યારે બાળકની માતાને જાણ કરવામાં આવી કે, તેમનો વહાલસોયો દીકરો રોહિત કરંટ લાગવાને કારણે મૃત્યુ પામ્યો છે. અને વીજ પોલ સાથે ચોંટી ગયો છે. ત્યારે તાબડતો દોડતી દોડતી બાળકની માતા ત્યાં આવી પહોંચી હતી..

અને રડી રડીને બોલવા લાગી કે, હું મારા દીકરાને નહોતી જવા દેવાની, કદાચ મે તેને ઠપકો આપ્યો હોત તો આજે તેનો જીવ બચી ગયો હોત. હે મારા દીકરા તું ઉભો થઈ જા, હું તારા વગર જીવીને હવે શું કરીશ, હું તારા માટે ઘણા બધા રમકડા પણ લાવી છું. પરંતુ હવે આ રમકડાનું હું શું કરીશ..

તેમ કહીને તે સતત રડવા લાગી. પરંતુ આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. અને આવતીકાલે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. દિન પ્રતિ દિન આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવવા લાગતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે, આ દીકરાનો જીવ જતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *